Parakh Program: AICTEએ ટેક્નિકલ શૈક્ષણિક સંસ્થાઓને ‘પરખ કાર્યક્રમ’નો સમાવેશ કરવા જણાવ્યું

|

Jun 12, 2022 | 2:54 PM

Review and Analysis Program: AICTEએ તમામ ટેક્નિકલ શૈક્ષણિક સંસ્થાઓને તેમની સિસ્ટમમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે જ્ઞાનનું મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ સામેલ કરવા જણાવ્યું છે.

Parakh Program: AICTEએ ટેક્નિકલ શૈક્ષણિક સંસ્થાઓને પરખ કાર્યક્રમનો સમાવેશ કરવા જણાવ્યું
Parakh Program

Follow us on

AICTE Parakh Program: ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)એ તમામ ટેકનકલ શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમની સિસ્ટમમાં જ્ઞાનનું મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ (Review and Analysis) સામેલ કરવા જણાવ્યું છે. AICTEના એક વરિષ્ઠ અધિકારીએ PTIને જણાવ્યું કે, શૈક્ષણિક સત્ર 2022-23થી અમે ટેક્નિકલ શૈક્ષણિક સંસ્થાઓ માટે પરીક્ષાના રજિસ્ટ્રેશનને ફરજિયાત વિષયની શ્રેણીમાં મૂક્યું છે અને આ વિષયને મંજૂરીની સિસ્ટમ સાથે જોડી દીધો છે. અમે ટેક્નિકલ સંસ્થાઓને (Technical Institutes) આ માટે રજીસ્ટ્રેશન કરવા કહ્યું છે.

2.5 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં 2000 સંસ્થાઓ અને લગભગ 2.5 લાખ બાળકોએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. અધિકારીએ કહ્યું કે લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા દ્વારા મૂલ્યાંકન મેળવ્યું છે અને તેમને સ્ટાર રેટેડ સ્કોરકાર્ડ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં પુસ્તકીયું જ્ઞાન તેમજ સર્જનાત્મકતા, AICTE એ વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર (પરખ)નું મૂલ્યાંકન શરૂ કર્યું છે. જેથી વિદ્યાર્થીઓ સમય સાથે બદલાવ અનુસાર વસ્તુઓ શીખતી વખતે ખામીઓને દૂર કરી શકે.

વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોની પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી

નિર્ધારિત સમય બાદ વિદ્યાર્થીઓ પોતે જ ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોની પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, કાઉન્સિલે એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ફોર્મેટ પણ તૈયાર કર્યું છે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ જાણી શકશે કે ક્યાં કમી છે અને ક્યા વિષયમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું કે, પરીક્ષા અંતર્ગત સ્વ-મૂલ્યાંકન માટે 100 પ્રશ્નો હોય છે અને તેના જવાબ 100 મિનિટમાં આપવાના હોય છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સમજવાનો પ્રયાસ

તેમણે કહ્યું કે, આના દ્વારા વિદ્યાર્થીઓના સામાજિક, માનસિક, ભાવનાત્મક પાસાઓની તપાસની સાથે તેમની આદતોનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. તેઓ કોની સાથે વાત કરે છે તેના જવાબમાં 90 ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે-તેઓ માતા-પિતા કે સંબંધીઓ સાથે વાત કરે છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને એ પણ પૂછવામાં આવ્યું છે કે તેઓ કેટલો સમય અભ્યાસ કરે છે અને તેઓ શું અભ્યાસ કરે છે?

અધિકારીએ કહ્યું કે, જે બાળકો અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવે છે, તેઓનું શૈક્ષણિક પ્રદર્શન વધુ સારું જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે, આ પરીક્ષણ બાળકોને શીખવાના સ્તરમાં તફાવતોનું વિશ્લેષણ કરીને તેમના પ્રદર્શનને સુધારવામાં મદદ કરે છે.

(ઇનપુટ-ભાષા)

Next Article