Education : એડમિશન સિઝનમાં મોટો ઝટકો ! MBA, એન્જિનિયરિંગ, ફાર્મસીમાં ઘટી 5,000 બેઠકો

|

Aug 04, 2022 | 10:00 AM

પ્રવેશની આ સિઝનમાં વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં (Gujarat) એન્જિનિયરિંગ, MBA, ફાર્મસીની 5,000 જેટલી બેઠકો ઘટી છે. જાણો શું છે મામલો?

Education : એડમિશન સિઝનમાં મોટો ઝટકો ! MBA, એન્જિનિયરિંગ, ફાર્મસીમાં ઘટી 5,000 બેઠકો
gujarat engineering pharmacy mba admission

Follow us on

10-12ના પરિણામ બાદ દેશભરમાં UG PG Admissionsનો રાઉન્ડ ચાલી રહ્યો છે. પરંતુ પ્રવેશના આ સમયમાં વિદ્યાર્થીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. આ એક મોટો ફટકો છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે કે જેઓ એન્જિનિયરિંગ, ફાર્મસી (Pharmacy) અથવા MBA જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માગે છે. આ અભ્યાસક્રમોમાં લગભગ 5000 બેઠકો ઓછી કરવામાં આવી છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી રાજ્યભરની 38 સંસ્થાઓમાં 4,775 બેઠકો ઘટી છે. આ સંસ્થાઓમાં કેટલાક અભ્યાસક્રમો માટે ફરજિયાત ફેકલ્ટી અને લેબોરેટરી અને અન્ય સંસાધનોના અભાવને કારણે આવું બન્યું છે.

9 કોલેજો No Admission Zoneમાં

GTUએ 9 કોલેજોને No Admission Zoneમાં મૂકી છે. અહીં 4 એન્જિનિયરિંગ કોલેજ અને 5 ડિગ્રી કોલેજ છે. આ કોલેજો શૈક્ષણિક સત્ર 2022-23માં કોઈ પ્રવેશ લઈ શકશે નહીં. પરિણામ – જે બેઠકો હતી તે બધી પૂરી થઈ ગઈ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો આ નિર્ણય તપાસ બાદ આવ્યો છે. યુનિવર્સિટીએ 280 માન્ય કોલેજોના નિષ્ણાંતો દ્વારા ફિલ્ડ ઇન્સ્પેક્શન કરાવ્યું હતું. આમાં, ઘણી સંસ્થાઓમાં એવી ખામીઓ જોવા મળી હતી કે તેઓ અભ્યાસક્રમ ચલાવવા માટે યોગ્ય નથી.

GTUના વીસી પ્રોફેસર નવીન સેઠે જણાવ્યું હતું કે, ‘280 સંસ્થાઓમાંથી 38 એવી હતી કે, 38 સામે કાર્યવાહી કરવામાં આવી છે. આમાંના મોટા ભાગના સેલ્ફ ફાઇનાન્સ્ડ છે. અહીં ન તો ફેકલ્ટીની સંપૂર્ણ સંખ્યા છે કે ન તો લેબ. કેટલીક સંસ્થાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી આચાર્યની જગ્યાઓ ખાલી છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ક્યા કોર્સમાં કેટલી બેઠકો ઘટી?

28માંથી 15 સંસ્થાઓમાં એન્જિનિયરિંગ ડિગ્રી માટેની 1,295 બેઠકો ઘટી છે. જ્યારે બાકીની 28 એન્જિનિયરિંગ ડિપ્લોમા સંસ્થાઓમાં 3,300 બેઠકો ઘટી છે. એક કોલેજમાં ફાર્મસીની 60 બેઠકોનો ઘટાડો થયો છે. 3 MBA કોલેજમાં 180 બેઠકો ઘટી છે. દરેક કોલેજમાં 60. આ સાથે જ એક કોલેજમાં MCAની સીટ પણ ઘટી છે.

GTUએ માહિતી માંગી, ત્યારે ખબર પડી

GTUએ માર્ચ 2022માં 435 સંલગ્ન ટેકનિકલ સંસ્થાઓ માટે ઓનલાઈન સેલ્ફ-ડિસ્ક્લોઝર ફોર્મ બહાર પાડ્યું હતું. આ સંસ્થાઓએ આ ફોર્મમાં તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ અને ફેકલ્ટી વિશે માહિતી આપવાની હતી. સંસ્થાઓએ ફોર્મ ભર્યા અને સબમિટ કર્યા પછી, GTU ગુજરાતે આમાંથી 280 સંસ્થાઓનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું.

હવે GTU ગુજરાતે આ બાબતની જાણ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે ACPCને કરી છે.

Next Article