JEE Advanced Syllabus: JEE એડવાન્સ પરીક્ષાના સિલેબસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વર્ષે એટલે કે 2022 JEE એડવાન્સ પરીક્ષા પહેલાથી અસ્તિત્વમાં રહેલા અભ્યાસક્રમ પર આધારિત હશે. 2023ની પરીક્ષા નવા અભ્યાસક્રમ (JEE Advanced New Syllabus)ના આધારે લેવામાં આવશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ jeeadv.ac.in પર જઈને નવો JEE એડવાન્સ સિલેબસ ચકાસી શકે છે. બદલાયેલા અભ્યાસક્રમ મુજબ અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્રમાં ઘણા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. JEE એડવાન્સ્ડની પેટર્ન પણ જૂની પેટર્ન પર જ રહેશે. JEE એપેક્સ બોર્ડ (JAB), જે JEE મેન્સ અને JEE એડવાન્સ પરીક્ષાનું આયોજન કરે છે, તેણે સુધારેલા અભ્યાસક્રમનો અભ્યાસ શરૂ કર્યો છે.
JEE એડવાન્સ્ડના અભ્યાસક્રમમાં માત્ર કેટલાક વિષયો ઉમેરવામાં આવ્યા છે અને કેટલાક વિષયો દૂર કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં જેઇઇ મેઇન અને જેઇઇ એડવાન્સ્ડ આપેલા તમામ વિદ્યાર્થીઓએ જેઇઇ એડવાન્સ્ડ સિલેબસને સારી રીતે સમજવો જોઈએ. JEE એડવાન્સ પરીક્ષાની તારીખ (JEE Advanced Exam Date) આ વર્ષે 28 ઓગસ્ટે લેવામાં આવી રહી છે. થોડા દિવસો બાદ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
JEE મેઇન અને JEE એડવાન્સ પરીક્ષા યોગ્ય રીતે લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા JEE એપેક્સ બોર્ડ (JAB)ની રચના કરવામાં આવી છે. આ બોર્ડમાં 19 સભ્યો છે. બોર્ડના અધ્યક્ષ IIT મદ્રાસના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રો. ભાસ્કર રામમૂર્તિ હશે. આ બોર્ડ JEE મેન્સ અને JEE એડવાન્સ પરીક્ષા સંબંધિત નીતિ અને નિયમો નક્કી કરશે. બોર્ડ પરીક્ષા સંબંધિત વહીવટી નિર્ણયો લેવા સહિત નાણાકીય અને કોર્ટ સંબંધિત બાબતોનું પણ ધ્યાન રાખશે.
JEE મેઇન 2022 સત્ર 1ની પરીક્ષા 20થી 29 જૂન 2022 દરમિયાન લેવામાં આવશે. આ જ સત્ર 2ની પરીક્ષા 21થી 30 જુલાઈ 2022 દરમિયાન લેવામાં આવશે. JEE એડવાન્સ પરીક્ષા 28 ઓગસ્ટ 2022ના રોજ લેવામાં આવશે. JEE એડવાન્સ 2022 માટે નોંધણી પ્રક્રિયા 7મી ઓગસ્ટથી શરૂ થશે અને 11મી ઓગસ્ટ સુધી ચાલશે. લાયક ઉમેદવારો 7મી ઓગસ્ટથી આ પરીક્ષા માટે નોંધણી કરાવી શકે છે.