IGNOU TEE Result થયું જાહેર, આ રીતે ડાઉનલોડ કરો તમારૂ સ્કોરકાર્ડ

|

Aug 25, 2022 | 11:11 AM

IGNOU દ્વારા જૂન TEE પરીક્ષા 22મી જુલાઈથી શરૂ કરવામાં આવી હતી. પરીક્ષાઓ 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. જો કે, પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમનું પરિણામ મૂલ્યાંકન પછી જાહેર કરવામાં આવશે.

IGNOU TEE Result થયું જાહેર, આ રીતે ડાઉનલોડ કરો તમારૂ સ્કોરકાર્ડ
IGNOU
Image Credit source: File Photo

Follow us on

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ IGNOU TEE જૂન 2022 નું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ જૂન સત્ર માટે IGNOU ટર્મ એન્ડની પરીક્ષા આપી છે. તેઓ હવે સત્તાવાર વેબસાઇટ ignou.ac.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે. અહીં નોંધનીય બાબત એ છે કે IGNOU એ પરીક્ષાની વચ્ચે જ પરિણામ જાહેર કર્યું છે. IGNOU દ્વારા જૂન TEE પરીક્ષા 22મી જુલાઈથી શરૂ કરવામાં આવી હતી. પરીક્ષાઓ 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. જો કે, પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમનું પરિણામ મૂલ્યાંકન પછી જાહેર કરવામાં આવશે.

હાલમાં, IGNOU દ્વારા કેટલાક અભ્યાસક્રમો અને કાર્યક્રમોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હજુ પણ વિદ્યાર્થીઓ IGNOU TEE જૂનની પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાઓ બે સત્રોમાં લેવામાં આવી રહી છે, જેમાં સવાર અને સાંજની શિફ્ટનો સમાવેશ થાય છે. સવારની શિફ્ટમાં સવારે 10 થી 1 વાગ્યા સુધી જ્યારે સાંજની શિફ્ટમાં બપોરે 2 થી 5 વાગ્યા સુધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. એકવાર પરીક્ષા સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ જાય, પછી બાકીના ઉમેદવારો માટે IGNOU દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ કે IGNOU ટર્મ એન્ડ પરિક્ષાનું પરિણામ કેવી રીતે તપાસવું.

પરિણામ કેવી રીતે ચકાસી શકાય?

  • પરિણામ જોવા માટે, સત્તાવાર વેબસાઇટ ignou.ac.in પર જાઓ.
  • હોમપેજ પર, તમારે જૂન ટર્મ એન્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે એનરોલમેન્ટ નંબર એન્ટર કરીને સબમિટ કરવાનો રહેશે.
  • હવે તમે સ્ક્રીન પર તમારું IGNOU TEE પરિણામ 2022 જોઈ શકશો.
  • પરિણામ ડાઉનલોડ કરો અને ભાવિ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.

IGNOUની ટર્મ એન્ડની પરીક્ષા જુલાઈમાં શરૂ થઈ હતી. આ માટે IGNOU દ્વારા 831 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, જેમાં 18 વિદેશોમાં અને 82 જેલોમાં કેદીઓ માટે બનાવવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા 7,69,482 પાત્ર વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા જેમણે સત્તાવાર વેબસાઇટ પર ટર્મ એન્ડ પરીક્ષા માટે અરજી કરી હતી. વિદ્યાર્થીઓ તેમના એનરોલમેન્ટ નંબર દ્વારા પરિણામ ચકાસી શકે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
Next Article