ખુશખબર : ઈન્ડિયન એરફોર્સમાં જોડાવા માગતા ઉમેદવારો માટે ઉતમ તક, જાણો ભરતીની સમગ્ર પ્રક્રિયા
જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માગે છે, તેઓ IAF ની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જઈને અરજી કરી શકે છે.
IAF AFCAT 2021: ભારતીય વાયુસેનામાં નોકરી શોધી રહેલા ઉમેદવારો (Candidates) માટે એક મોટી તક આવી છે. એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) માટેની અરજી પ્રક્રિયા 01 ડિસેમ્બર 2021થી શરૂ થશે. જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ IAF ની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જઈને અરજી કરી શકે છે.
ભારતીય વાયુસેનામાં ભરતી માટે આ પરીક્ષા (IAF AFCAT 2021) દ્વારા કુલ 317 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.અરજી કરતા પહેલા, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને સારી રીતે ચકાસવી હિતાવહ છે. ઉપરાંત APPAT 2021 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2021 છે. જણાવી દઈએ કે APPAT કોર્સ જાન્યુઆરી 2023 માં સમાપ્ત થશે.
આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
SSC (Flying) – 77 પોસ્ટ્સ AE – 129 પોસ્ટ્સ Admin – 51 પોસ્ટ્સ Accounts – 21 પોસ્ટ્સ LG – 39 પોસ્ટ્સ
આ રીતે કરો અરજી
Step:1 સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- afcat.cdac.in પર જાઓ. Step:2 હોમ પેજ પર, તમારે કારકિર્દી વિકલ્પ પર જાઓ. Step:3 હવે AFCAT 02/2021 is available લિંક પર ક્લિક કરો. Step:5 હવે વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો. Step:6 રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે અરજી ફોર્મ ભરી શકો છો.
AFCAT શું છે?
ભારતીય વાયુસેના (IAF) માં અધિકારીઓને સામેલ કરવા માટે દર વર્ષે બે વાર એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (Air Force Admission Test) લેવામાં આવે છે. ઉમેદવારોને પ્રથમ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. બાદમાં લેખિત પરીક્ષામાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને એરફોર્સ બોર્ડ દ્વારા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.
AFCAT દ્વારા, ઉમેદવારો IAF ની ત્રણેય શાખાઓ માટે અરજી કરી શકે છે જે ફ્લાઈંગ બ્રાન્ચ, ટેકનિકલ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચ છે. આ ત્રણેય શાખાઓ માટે પુરૂષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ઓમિક્રોન વેરિયન્ટથી હાહાકાર : મહારાષ્ટ્રમાં લગ્ન માટે જાહેર થઈ નવી ગાઈડલાઈન, જો નહીં પાળો નિયમ તો થશે દંડ