ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન વર્ગો બંધ કર્યા, વિવિધ વિભાગોને પૂર્ણ ક્ષમતા સાથે ઓફલાઈન વર્ગ શરૂ કરવા કહ્યું

|

Dec 15, 2021 | 9:18 AM

Gujarat University : રાજ્યમાં એક બાજું ઓમિક્રોનની દહેશત છે અને બીજી બાજું રાજ્યમાં અને ખાસ કરીને અમાદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, આવા વાતારવણમાં યુનિવર્સિટીના આ નિર્ણયથી વિવાદ ઉભો થઇ શકે છે.

ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન વર્ગો બંધ કર્યા, વિવિધ વિભાગોને પૂર્ણ ક્ષમતા સાથે ઓફલાઈન વર્ગ શરૂ કરવા કહ્યું
Gujarat University closes online classes

Follow us on

AHMEDABAD : રાજ્યમાં શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવા માટેની સરકારી ગાઈડલાઈન દૂર થતા ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન વર્ગો બંધ કરી દીધા છે અને વિવિધ વિભાગોને વિદ્યાર્થીઓની પૂર્ણ ક્ષમતા સાથે ઓફલાઈન વર્ગો શરૂ કરવા કકહેવામાં આવ્યું છે. રાજ્યમાં એક બાજું ઓમિક્રોનની દહેશત છે અને બીજી બાજું રાજ્યમાં અને ખાસ કરીને અમાદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, આવા વાતારવણમાં યુનિવર્સિટીના આ નિર્ણયથી વિવાદ ઉભો થઇ શકે છે.

ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓને 13 ડિસેમ્બરથી ઓનકેમ્પસ શિક્ષણમાં હાજરી આપવા સૂચના આપવામાં આવી છે, કારણ કે ઑનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. સોમવારે, લગભગ 40 વિદ્યાર્થીઓએ વ્યક્તિગત વર્ગોમાં હાજરી આપી હતી.સરકારે હજુ સુધી ઓનલાઈન શિક્ષણને બંધ કરવા અને ઓફલાઈન વર્ગોમાં પાછા શરૂ કરવા માટે કોઈ દિશાનિર્દેશ જાહેર કર્યો નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સરકારી ગાઈડલાઈનનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે. પ્રવર્તમાન નિયમો અનુસાર વર્ગ ક્ષમતાના માત્ર 50% વિદ્યાર્થીઓ સાથે જ ઓફલાઈન વર્ગમાં શિક્ષણકાર્ય શરૂ કરી શકાય છે. બાકીના 50% વિદ્યાર્થીઓ બીજા દિવસે બોલાવવાના હોય છે. યુનિવર્સિટીએ તેના વિભાગોના વિદ્યાર્થીઓને તેમની સંખ્યા પર પ્રતિબંધ વિના વર્ગોમાં હાજરી આપવાની મંજૂરી આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સરકારી ગાઈડલાઈન મૂજબ ઓફલાઈન વર્ગો માટે હાજરી ફરજિયાત નથી અને જે વિદ્યાર્થીઓ વર્ગમાં રૂબરૂ હાજરી આપતા નથી તેમના માટે ઑનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનું છે.

આ પણ વાંચો : લગ્નમાં ભંગ : વરઘોડાની બગીમાં લાગી આગ, જીવના જોખમે બચ્યો વરરાજો, જુઓ વિડીયો

આ પણ વાંચો : AHMEDABAD : હાઇકોર્ટના આદેશ બાદ પણ સામાન પરત ન કરતા લારીગલ્લા અને પાથરણા સંઘનો AMCના ગોડાઉન ખાતે હોબાળો

Next Article