લગ્નમાં ભંગ : વરઘોડાની બગીમાં લાગી આગ, જીવના જોખમે બચ્યો વરરાજો, જુઓ વિડીયો

લગ્નમાં ભંગ : વરઘોડાની બગીમાં લાગી આગ, જીવના જોખમે બચ્યો વરરાજો, જુઓ વિડીયો
Panchmahal Fire incident

Panchmahal Fire incident : આગના કારણે વરઘોડામાં જોડાયેલા જાનૈયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં વરરાજો જીવના જોખમે બચ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Dec 15, 2021 | 8:41 AM


PANCHMAHAL : પંચમહાલમાં વરઘોડાની બગીમાં લાગી આગ લાગવાની ઘટના ઘટી છે. લગ્નમાં ધામધૂમથી નીકળેલી વરઘોડામાં વરરાજાની ઘોડાગાડીમાં આગ લાગી હતી. આગના કારણે વરઘોડામાં જોડાયેલા જાનૈયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં વરરાજો જીવના જોખમે બચ્યો હતો. જે કે વરઘોડાની બગી બળીને રાખ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સુરતનો હોવાની ચર્ચા પણ થઇ રહી હતી, જો કે બાદમાં વિડીયો પંચમહાલનો હોવાનું સામે આવ્યું હતું.

ઘટના ગુજરાતના પંચમહાલ શહેરની છે. જ્યાં જોગેશ્વરી મહાદેવ મંદિર પાસે રહેતા શૈલેષભાઈ શાહના પુત્ર તેજસના લગ્ન શહેરના અન્ય વિસ્તારની યુવતી સાથે થયા હતા. ઘરમાંથી તેજસનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો. વરરાજો બાગીમાં બેઠો હતો એ દરમિયાન અચાનક આગ લાગી હતી. વેગનમાં આગ લાગતાની સાથે જવરઘોડામાં સામેલ લોકો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. સમયસર વરરાજાને બગીમાંથી બહાર કાઢવામાં આવતા વરરાજો જીવના જોખમે બચ્યો હતો.

વરરાજાની એન્ટ્રી સમતે બગીમાં આતિશબાજી કરી હતી
વરઘોડામાં બગીમાં વરરાજાની એન્ટ્રી માટે આતશબાજી રાખવામાં આવી હતી. આ દરમિયાન એ તણખો બાગીમાં રાખવામાં આવેલા ફટાકડા પર પડ્યો હતો, જેના કારણે બાગીમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. જ્યારે બાગીમાં વિસ્ફોટ થયો ત્યારે તેમાં વરરાજા અને કેટલાક નાના બાળકો બેઠા હતા. આગના કારણે વરઘોડામાંમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો અને લગ્નમાં ભંગ પડ્યો હતો.

જીવના જોખમે બચ્યો વરરાજો
આ અકસ્માતમાં વરરાજાનો આબાદ બચાવ થયો હતો, એક વ્યક્તિ દાઝી ગયો હતો.આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ હતી. આગ લાગતાની સાથે જ એક વ્યક્તિ બગીમાંથી નીચે પડતો જોવા મળે છે. આ અકસ્માતમાં વરરાજાનો જીવ બચી ગયો હતો, જ્યારે એક વ્યક્તિ દાઝી ગઈ હતી. આ અકસ્માત બાદ કોઈ રીતે આગ પર કાબુ મેળવ્યો હતો. સાથે જ બગી ચલાવતા ઘોડાઓનો જીવ પણ બચી ગયો છે.

જુઓ આ ઘટાનાનો વિડીયો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati