
ગુજરાત બોર્ડની 10મી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની રાહ આજે એટલે કે 8મી મેના રોજ પૂરી થવા જઈ રહી છે. માધ્યમિક શાળા છોડવાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 (SSC) નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામની તારીખ અને સમય પહેલાથી જ જાહેર કરી દીધો હતો. ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપનારા ઉમેદવારો ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે.
ગુજરાત ધોરણ 10નું આજે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તેથી ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. વધારે પ્રમાણમાં એકસાથે વિદ્યાર્થીઓ સાઈટ ઓપન કરતા હોય છે તો બની શકે છે એ જ સમયે સાઈટ ઓપન ન થઈ શકે.
જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછીથી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકશો. (વોટ્સએપ નં – 6357300971)
વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ પર પોતાનો સીટ નંબર દાખલ કરીને અથવા 6357300971 નંબર પર વોટ્સએપ નંબર મોકલીને પોતાનું પરિણામ મેળવી શકે છે. ગુજરાત બોર્ડની ધોરણ 10માની બોર્ડ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ તેમની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. જો કે આ માર્કશીટ કામચલાઉ રહેશે. મૂળ માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તેમની શાળામાં જવું પડશે, જે બોર્ડ પરિણામ જાહેર થયાના થોડા દિવસો પછી શાળાઓને મોકલશે.