Education News: હવે CBSE હિન્દી-અંગ્રેજી નહીં પણ તમામ ભારતીય ભાષાઓમાં આપશે શિક્ષણ, પરિપત્ર કરાયો જાહેર

વિદ્યાર્થીઓમાં ભાષાકીય વિવિધતા, સાંસ્કૃતિક સમજ સાથે બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની કલમ 4.12 માં બહુભાષીયતાના ફાયદા સમજાવવામાં આવ્યા છે. હવે CBSEએ આ દિશામાં પગલાં લીધાં છે.

Education News: હવે CBSE હિન્દી-અંગ્રેજી નહીં પણ તમામ ભારતીય ભાષાઓમાં આપશે શિક્ષણ, પરિપત્ર કરાયો જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 10:49 PM

CBSE: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (Education) એટલે કે CBSE હવે વિદ્યાર્થીઓને તમામ ભારતીય ભાષાઓમાં શિક્ષણ મેળવવાનો વિકલ્પ આપશે. નવી શિક્ષણ નીતિના બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બોર્ડ દ્વારા સંલગ્ન શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. CBSEના આ પગલાની પ્રશંસા કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અભિનંદન પાઠવ્યા છે.

વિદ્યાર્થીઓમાં ભાષાકીય વિવિધતા, સાંસ્કૃતિક સમજ સાથે બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની કલમ 4.12માં બહુભાષીયતાના ફાયદા સમજાવવામાં આવ્યા છે. જેમાં ઓછામાં ઓછા ધોરણ 5 સુધી અને વધુમાં વધુ ધોરણ 8 સુધી માતૃભાષા સાથે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા, સ્થાનિક ભાષા અથવા પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સરકાર પ્રયાસ કરી રહી છે

સીબીએસઈના ડાયરેક્ટર ડો. જોસેફ ઈમાનુવાલ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં શિક્ષણને બહુભાષી માધ્યમ બનાવવા માટે સીબીએસઈ દ્વારા જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના ઉકેલ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે શિક્ષણને બહુભાષી માધ્યમ બનાવવા માટે કેટલાક પડકારો હોઈ શકે છે, પરંતુ તેને દૂર કરી શકાય છે. આમાં, સંબંધિત ભાષામાં શિક્ષકોની ઉપલબ્ધતા, બહુભાષી પાઠ્યપુસ્તકો, સમય મર્યાદા વગેરે વિશે સૌથી મહત્વપૂર્ણ અવરોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં બોર્ડે જણાવ્યું છે કે આ પડકારોને ઘટાડવા માટે શિક્ષણ મંત્રાલયે NCERTમાં રજિસ્ટર્ડ 22 ભાષાઓ દ્વારા નવા પાઠ્ય પુસ્તકો તૈયાર કરવાની સૂચના આપી છે. આ કાર્ય અગ્રતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓને શિડ્યુલમાં સૂચિબદ્ધ તમામ 22 ભાષાઓમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય.

ઉચ્ચ શિક્ષણમાં પણ ભારતીય ભાષાઓ અપનાવવામાં આવી રહી છે

પરિપત્રમાં CBSE એ ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવતા અભ્યાસક્રમોનો ઉલ્લેખ કર્યો છે, તેમાં લખ્યું છે કે ભારતીય ભાષાઓમાં પરીક્ષાઓ યોજવાની સાથે, તકનીકી શિક્ષણ, તબીબી શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય શિક્ષણ માટે પુસ્તકો ભારતીય ભાષાઓમાં આવી રહ્યા છે.

શિક્ષણ મંત્રીએ વખાણ કર્યા હતા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને CBSE દ્વારા જારી કરાયેલા આ પરિપત્રની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે ‘CBSEને તેની તમામ શાળાઓમાં કિન્ડરગાર્ટનથી ધોરણ 12 સુધી ભારતીય ભાષાઓમાં શિક્ષણનો વિકલ્પ આપવા બદલ અભિનંદન, NEPના વિઝન મુજબ, તે શાળાઓમાં ભારતીય ભાષા આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપશે. શિક્ષણમાં સારા પરિણામો તરફ આ એક સારી શરૂઆત છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">