CBSE બોર્ડની પરીક્ષા ઓફલાઇન લેવાશે, બોર્ડ દ્વારા તૈયારીઓ આરંભાઇ
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પરીક્ષાઓ ઓફલાઇન લેવામાં આવે. ધોરણ 10 અને 12ની સીબીએસસીની પરીક્ષાઓ ઓનલાઇન લેવાની વાત કોર્ટ સુધી પહોંચી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટ પણ આ પરીક્ષાઓ ઓફલાઇન લેવા માટેનો અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે.
સીબીએસસીની (CBSE) બોર્ડની પરીક્ષા ઓફલાઇન (Off-line exam)લેવામાં આવશે, જેને લઇને બોર્ડે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેથી હવે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસીને પરીક્ષાઓ આપી શકશે.
સીબીએસસીની પરીક્ષાઓ પણ ઓફલાઇન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપશે. ખાસ કરીને પરીક્ષા ઓનલાઇન લેવાને લઇને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ ગ્રાહ્ય ના ગણાતા આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court)સુધી પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પરીક્ષાઓ ઓફલાઇન લેવામાં આવે. ધોરણ 10 અને 12ની સીબીએસસીની પરીક્ષાઓ ઓનલાઇન લેવાની વાત કોર્ટ સુધી પહોંચી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટ પણ આ પરીક્ષાઓ ઓફલાઇન લેવા માટેનો અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય તમામ પરીક્ષાઓ પણ ઓફલાઇન લેવાય તેવી શક્યતા છે.
જોકે, આ પહેલા પરીક્ષા ઓનલાઇન લેવાને લઇને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માંગ ઉડી હતી. પરંતુ હવે કોરોનાના કેસો ઓછા થઇ રહ્યા છે. જેથી આ પરીક્ષાઓ ઉપરાંત અન્ય પરીક્ષાઓ પણ ઓફલાઇન લેવાશે. નોંધનીય છેકે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની ધોરણ 10 અને 12ની ઓફલાઇન પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે
આ પણ વાંચો : કોડીનાર-તળાજા નગરપાલિકાને વિકાસકાર્યો માટે શહેરી વિકાસ યોજના હેઠળ કુલ રૂ. 6.43 કરોડની કરાઈ ફાળવણી