CA Final Result 2023: આ દિવસે આવશે CA ફાઈનલનું પરિણામ, જાણો ક્યાં અને કેવી રીતે ચેક કરવું
1 જુલાઈએ CA ડે પર ધીરજ ખંડેલવાલે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ caresults.icai.org અથવા icai.org પર પરિણામ જોઈ શકશે. તમે સત્તાવાર વેબસાઇટ પર પરિણામ સંબંધિત અપડેટ્સ જોઈ શકો છો.
ICAI CA Final Result 2023: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) ટૂંક સમયમાં CA ફાઇનલ, ઇન્ટર મીડિયેટ પરીક્ષા 2023 મે સત્રનું પરિણામ જાહેર કરશે. ICAIના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર (CCM) ધીરજ ખંડેલવાલે પરિણામની તારીખો વિશે માહિતી આપી છે. ધીરજ ખડેલવાલના જણાવ્યા અનુસાર CA ફાઇનલ અને ઇન્ટર પરીક્ષાના પરિણામ 5મી જુલાઈ અથવા 6ઠ્ઠી જુલાઈ 2023ના રોજ જાહેર થઈ શકે છે.
1 જુલાઈએ CA ડે પર ધીરજ ખંડેલવાલે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ 5 જુલાઈ અથવા 6 જુલાઈ, 2023ના રોજ જાહેર થઈ શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ caresults.icai.org અથવા icai.org પર પરિણામ જોઈ શકશે. તમે સત્તાવાર વેબસાઇટ પર પરિણામ સંબંધિત અપડેટ્સ જોઈ શકો છો.
ICAI CCMએ આપી માહિતી
CA Final & Inter exam result may expected in coming week , I believe it should be 5th or 6th July. Pls wait for ICAI Notification . Happy CA Day once again..
— DHIRAJ KHANDELWAL (@kdhiraj123) July 1, 2023
આ રીતે ચેક કરો CA Final Result
1. CA નું ફાઇનલ રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ caresults.icai.org ની મુલાકાત લો.
2. વેબસાઈટના હોમ પેજ પર CHECK RESULTS પર ક્લિક કરો.
3. આ પછી Final (New) ની લિંક પર ક્લિક કરો.
4. આગલા પેજ પર Check Scorecard લિંક પર જવું પડશે.
5. તેના આગળના પેજ પર રોલ નંબર અને પિન દાખલ કરીને લોગિન કરો.
6. લોગીન કર્યા બાદ પરિણામ ખુલશે.
7. રિઝલ્ટ ચેક કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ લો.
આ પણ વાંચો : IIM Ahmedabadએ શરૂ કરી 30 નવી સ્કોલરશિપ, આ વિદ્યાર્થીઓને થશે ફાયદો
ગયા વર્ષના ટોપરની યાદી
નવેમ્બર 2022 ની પરીક્ષામાં હર્ષ ચૌધરીએ CA ફાઇનલ પરિણામમાં AIR 1 મેળવ્યો કારણ કે તેમણે 700 માંથી 618 ગુણ મેળવ્યા હતા. નવેમ્બર 2022ની પરીક્ષામાં, ગ્રુપ Aમાં કુલ 65,291 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 13,969 પાસ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રુપ Bની પરીક્ષામાં 64775 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 12,053 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. બંને ગ્રૂપની એકંદરે પાસ થવાની ટકાવારી 11.09 ટકા છે.