BYJU’s ગોલ્ડ મેડાલિસ્ટ Neeraj Chopraને 2 કરોડ અને અન્ય વિજેતા ખેલાડીઓને આપશે 1-1 કરોડ રોકડ

|

Aug 08, 2021 | 6:38 PM

 BYJU's તરફથી કહેવામાં આવ્યુ કે , રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની દિશામાં આગળ વધતા, કંપનીએ નીરજ ચોપરા માટે બે કરોડ અને મીરાબાઈ ચાનુ, રવિ કુમાર દહિયા, લવલીના બોરગોહૈન, પીવી સિંધુ અને બજરંગ પુનિયાને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.  

BYJU’s ગોલ્ડ મેડાલિસ્ટ Neeraj Chopraને 2 કરોડ અને અન્ય વિજેતા ખેલાડીઓને આપશે 1-1 કરોડ રોકડ
સાંકેતિક તસ્વીર

Follow us on

એડટેક કંપની બાયજુ (BYJU’s) એ ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતના સ્ટાર જેવેલિન ફેંકનાર નીરજ ચોપરા (Gold Medalist Neeraj) Chopra) ને 2 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. આ સાથે અન્ય મેડલ વિજેતા ખેલાડીઓને 1-1 કરોડ આપવાનું નક્કી કર્યુ છે.

BYJU’s તરફથી કહેવામાં આવ્યુ કે , રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની દિશામાં આગળ વધતા, કંપનીએ નીરજ ચોપરા માટે બે કરોડ અને મીરાબાઈ ચાનુ, રવિ કુમાર દહિયા, લવલીના બોરગોહૈન, પીવી સિંધુ અને બજરંગ પુનિયાને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

નીરજે જીત્યો ગોલ્ડ 

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

નીરજે શનિવારે પોતાના બીજા પ્રયાસમાં 87.58 મીટરના થ્રો સાથે ઓલિમ્પિક જેવેલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 100થી વધારે વર્ષમાં એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. તેની જીતથી ભારતની મેડલ ટેલી સાત થઈ ગઈ, જે આ રમતોમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

BYJU’s  કંપનીના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર નિર્માણમાં રમતો મહત્વની ભૂમિકા ભજવે છે અને હવે સમય આવી ગયો છે કે આપણે ચાર વર્ષમાં એક વખતને બદલે દરરોજ આપણા ઓલિમ્પિક નાયકોની ઉજવણી કરીએ

ઓલિમ્પિકની વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને 13 વર્ષ બાદ બીજો ગોલ્ડ મળ્યો. અનુભવી શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બીજીંગ ઓલિમ્પિકમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી.  ટોક્યો ઓલિમ્પિક 2020 માં આ ભારતનો પ્રથમ ગોલ્ડ અને સાતમો મેડલ છે. પહેલા જ પ્રયાસમાં નીરજે 86.65 મીટરનાઅંતરે ભાલો ફેંક્યો હતો. નીરજનો આ થ્રો ક્વોલિફિકેશન A માં સૌથી લાંબો સાબિત થયો.

 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને મળેલા મેડલ 

1 ભારતીય મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકની શરૂઆતમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું.

2. કુસ્તીબાજ રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં 57 કિલો વજન વર્ગ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

3. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. તે ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનાર પ્રથમ બેડમિન્ટન ખેલાડી છે.

4. બોક્સિંગમાં ભારતની લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો

5. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર સફળતા મેળવીને ફ્રી સ્ટાઇલ કુસ્તીના 65 કિલો વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

6. ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હોકીમાં મેડલ જીત્યો છે.

7. નીરજ ચોપરાએ શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ જીતનાર તે પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ છે.

આ પણ વાંચો  :IND vs ENG: નોટિંગહામમાં બુમરાહ સહિત ટીમ ઈન્ડિયાના પેસરોએ 3 વર્ષ પહેલાના પરાક્રમનુ પુનરાવર્તન કર્યુ

આ પણ વાંચોNeeraj Chopra પર શુભેચ્છાનો વરસાદ જારી, ટીમ ઇન્ડીયાથી લઇ પાડોશી દેશના ક્રિકેટરોએ કહ્યુ છવાઇ ગયો

Next Article