ભારતમાં Agricultureનો અભ્યાસ કરવા આવી રહ્યા છે વિદેશી વિદ્યાર્થીઓ, BHUના આ આંકડા છે પુરાવો

|

Jan 18, 2023 | 9:41 AM

International Studentsની સંખ્યાને ધ્યાનમાં રાખીને બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 400 બેઠકોવાળી Boys Hostel શરૂ કરવામાં આવી છે.

ભારતમાં Agricultureનો અભ્યાસ કરવા આવી રહ્યા છે વિદેશી વિદ્યાર્થીઓ, BHUના આ આંકડા છે પુરાવો
BHU Agriculture Courses

Follow us on

BHU Agriculture Courses : બનારસને શિક્ષણની રાજધાની એમ જ નથી કહેવામાં આવતી. 4 મોટી યુનિવર્સિટીઓ ધરાવતું આ શહેર ભારતીય તેમજ વિદેશી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, છેલ્લા પાંચ વર્ષમાં Agriculture Courses માટે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે BHUનો એક આંકડો આનો પુરાવો છે. BHU દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યાં વર્ષ 2018-19માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 141 હતી, તે હવે વર્ષ 2022-23માં વધીને 276 થઈ ગઈ છે.

BHU એ ટ્વિટ કર્યું છે કે, યુનિવર્સિટીમાં Agriculture Science Course પસંદ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. આ વર્ષે BHUમાં 276 વિદેશી વિદ્યાર્થીઓ આવ્યા છે. તેમાં સેલ્ફ ફાયનાન્સના 119 વિદ્યાર્થીઓ છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ એટલે કે ICCRના કુલ 83 વિદ્યાર્થીઓ છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

આ પણ વાંચો : નોકરીનો ખજાનો છે Agriculture Engineering, IIT JEE Exam પહેલા બધું જ જાણો લો

BHU દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ હાલમાં 141 વિદ્યાર્થીઓ કૃષિ વિજ્ઞાન સંસ્થામાં નોંધાયેલા છે. આર્ટસ સંબંધિત વિષયોમાં 106 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, ત્યારબાદ Agriculture Scienceમાં 92 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. કોમર્સ વિભાગમાં 76, સામાજિક વિજ્ઞાનમાં 47 અને Visual Artsમાં 33 વિદેશીઓ છે.

ક્યા કોર્સમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓ?

ઈન્સ્ટીટ્યુટ/ ફેકલ્ટી વિદ્યાર્થીની સંખ્યા
ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રીક્લ્ચર સાયન્સ 141
ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડી 8
ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ 3
ARTS 106
કોમર્સ 76
એજ્યુકેશન 5
લો 19
પરફોર્મિંગ આર્ટ 18
સંસ્કૃત વિદ્યા ધર્મ 3
સોશિયલ સાયન્સ 47
Visual Arts 33
કુલ 551

International Studentને માટે હોસ્ટેલ

બનારસ હિન્દુ યુનિવર્સિટીએ તાજેતરમાં 400 બેઠકો સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલ શરૂ કરી છે. હોસ્ટેલ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. નવી ઇન્ટરનેશનલ ગર્લ્સ હોસ્ટેલ પૂર્ણતાના આરે છે અને તેમાં 400 હોસ્ટેલ સીટોનો સમાવેશ થશે.

Next Article