નોકરીનો ખજાનો છે Agriculture Engineering, IIT JEE Exam પહેલા બધું જ જાણો લો

BTech in Agriculture Engineering એ એક એવો કોર્સ છે જે તમારા સુવર્ણ ભવિષ્ય માટે ચાવીરૂપ સાબિત થઈ શકે છે. એ દિવસ દૂર નથી જ્યારે કૃષિમાં BTech Agricultureએ એન્જિનિયરિંગની સૌથી વધુ માંગ ધરાવતી શાખાઓમાંની એક હશે.

નોકરીનો ખજાનો છે Agriculture Engineering, IIT JEE Exam પહેલા બધું જ જાણો લો
Agriculture Engineering
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 2:39 PM

Agriculture Engineering….આ નામ સાંભળ્યા પછી તમારી પ્રતિક્રિયા શું છે…..? આજે પણ મોટાભાગના લોકો તેને પછાત થયેલો અભ્યાસક્રમ માને છે. જો તમે પણ આવું વિચારતા હો તો તમારી વિચારસરણી બદલો સાહેબ, કારણ કે એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ ખૂબ જ ઝડપથી ઉભરતો કોર્સ છે. તે દિવસેને દિવસે વધુ ઉજ્જવળ બની રહ્યું છે અને તમારા ભવિષ્ય માટે ખજાનો સાબિત થઈ શકે છે. જો તમે IIT JEE પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો ટોપ BTech Branch પસંદ કરતા પહેલા આ લેખ ચોક્કસપણે વાંચો. એ દિવસ દૂર નથી જ્યારે કૃષિમાં BTech Agricultureએ એન્જિનિયરિંગની સૌથી વધુ માંગ ધરાવતી શાખાઓમાંની એક હશે.

હાલના વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો ભાર ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ તરફ ગયો છે. ભારત અને વિદેશની ઘણી કંપનીઓ ભારતમાં આ ક્ષેત્રમાં પહેલેથી જ કામ કરી રહી છે. સેંકડો સ્ટાર્ટ અપ પણ આવ્યા છે. મોટી નોકરીઓ છોડીને યુવાનો ઓર્ગેનિક ખેતી, પશુપાલન કરી રહ્યા છે.

એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ શા માટે વધી રહી છે?

હજુ પણ દેશની મોટી વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે પરંતુ તેની સામે અનેક પડકારો છે. ખેતીલાયક જમીન ઘટી રહી છે. રાસાયણિક ખાતરોએ જમીનની ફળદ્રુપતા ઓછી કરી છે. સજીવ ખેતી પર ભાર મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોને નવી ટેકનોલોજીની જરૂર છે. આવા Start-Upsની ખૂબ જ જરૂર છે જે નાના ખેડૂતોની જમીન લઈને તેમને સાથે લઈને નવી પદ્ધતિઓ અપનાવે છે. જેથી ખેડૂતને તેની ઉપજની યોગ્ય કિંમત મળી શકે. ટેકનિકલી કુશળ કૃષિ વૈજ્ઞાનિકો જ આ કામ કરી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

BTech Agriculture Eligibility શું છે?

12મા પછી B.Tech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોર્સ ઉપલબ્ધ છે. અન્ય ઇજનેરી અભ્યાસક્રમોની જેમ તે પણ ચાર વર્ષનો છે. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાંથી 12મું પાસ કરેલું હોવું જોઈએ. કેટલીક સંસ્થાઓ એગ્રીકલ્ચરમાં ઈન્ટર કરતા લોકોને B.Techમાં પ્રવેશ પણ આપે છે. 12મું પાસ અથવા પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અરજી કરી શકે છે. આ કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ધોરણ 12માં ક્યાક 50% અથવા તો ક્યાક 60% ગુણની જરૂર છે. જેઇઇ મેઇન્સ અને એડવાન્સ દ્વારા એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સારા JEE Score સાથે 12માં 75% માર્ક્સની જરૂર છે. અનામત વર્ગના વિદ્યાર્થીઓને નિયમ મુજબ છૂટછાટ મળે છે.

Agriculture Engineering Courseનું મોડ્યુલ

આ કોર્સમાં વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ ફોર એગ્રીકલ્ચર, એન્વાયર્નમેન્ટલ સાયન્સ, ફાર્મ મશીનરી, જૈવિક સામગ્રી અને ફૂડ ક્વોલિટી, ઈક્વિપમેન્ટ, સોઈલ મિકેનિક્સ અને ફાર્મ પાવર જેવા ઘણા વિષયોનું ઉંડુ નોલેજ મળે છે. કોર્સ મોડ્યુલનો ઉદ્દેશ્ય એ છે કે, અહીંથી નીકળ્યા પછી વિદ્યાર્થીઓ ખેડૂતોને ફૂડ પ્રોસેસિંગ, પર્યાવરણ, મશીનરી અને સીધી ખેતીમાં મદદ કરી શકે અને તેમનું ભવિષ્ય ઘડી શકે છે.

Top Colleges for BTech Agriculture List

  • IIT ખડગપુર
  • ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એન્જિનિયર્સ ઇન્ડિયા, કોલકાતા
  • મહાત્મા ફુલે કૃષિ શાળા, રાહુરી, મહારાષ્ટ્ર
  • દીન બંધુ છોટુ રામ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મુરથલ
  • ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી, હિસાર
  • આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ગુજરાત
  • વાઘ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, પ્રયાગરાજ
  • મહારાણા પ્રતાપ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી, ઉદયપુર
  • કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, બેંગ્લોર
  • કેલપ્પાજી એગ્રીકલ્ચરલ, એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, તવનુર, કેરળ

એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં કરિયર સ્કોપ

કોર્સ પૂરો કર્યા બાદ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જોબ કરી શકે છે. તમે ઉચ્ચ શિક્ષણ માટે ઉપલબ્ધ અભ્યાસક્રમોમાં રજીસ્ટ્રેશન કરીને આ ક્ષેત્રમાં વધુ કુશળતા મેળવી શકો છો.

તમે M.Tech Hydrology and Water Resources Engineering, M.Tech Agriculture Engineering, M.Tech Integrated Water Resource Management, M.Tech Soil Mechanics and Foundation Engineering, M.Tech in Irrigation Water Management કરી શકો છો.

જોબ પ્રોફાઈલ

  • એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ
  • એગ્રીકલ્ચર ઓફિસર
  • એગ્રીકલ્ચર ઈન્સ્પેક્ટર
  • માઈક્રોબાયોલોજીસ્ટ
  • પ્લાન્ટ ફિઝિયોલોજિસ્ટ્સ
  • સોયલ સાઈન્ટિસ્ટ
  • એગ્રોનોમિસ્ટ
  • ક્રોપ એન્જિનિયર
  • એગ્રીકલ્ચર રિસર્ચ

નોકરીઓ ઓફર કરતી કેટલીક પ્રખ્યાત કંપનીઓ- ITC લિમિટેડ, નેસ્લે, પાર્લે, અમૂલ, બ્રિટાનિયા, એગ્રોટેક ફૂડ

IIT Kharagpurમાં આટલા કોર્સ છે

  1. Agriculture and Food Engineering (BTECH 4Y)
  2. Agriculture Food Process Engineering (MTECH DUAL 5Y)
  3. Agriculture Food Engineering Farm Machinery and Power (MTECH DUAL 5Y)
  4. Agriculture Food Aquaculture Engineering (MTECH DUAL 5Y)
  5. Agriculture Food Engineering AGRI SYSTEMS AND MGMT (MTECH DUAL 5Y)
  6. Agriculture Food Land and Water Resources Engineering (MTECH DUAL 5Y)
  7. Agriculture and Food Engineering Dual Degree in Available Specialisation (MTECH DUAL 5Y)

IIT ખડગપુરમાં BTech તેમજ BTech MTech એગ્રિકલ્ચર અને ફૂડ એન્જિનિયરિંગના ડ્યુઅલ કોર્સ માટે ઉત્તમ તકો છે. અહીંથી વિદ્યાર્થીઓને માત્ર નોકરી જ મળતી નથી, વાર્ષિક પેકેજ પણ અન્ય કોઈપણ સંસ્થા કરતાં વધુ મળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">