AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા છે પહેલી પસંદ: ઓપન ડોર્સ રીપોર્ટ

કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પૈકી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 20% એટલે કે 1,67,582 જેટલી છે. ગત વર્ષે માત્ર ઉનાળા દરમિયાન 62,000 સ્ટુડન્ટ વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા.

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા છે પહેલી પસંદ: ઓપન ડોર્સ રીપોર્ટ
Study In USA
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 10:29 PM
Share

દેશ-વિદેશના વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ (Higher Education) માટે અમેરિકા (America) હંમેશાની જેમ જ પહેલી પસંદ રહ્યું છે. વર્ષ 2021ના ઓપન ડોર્સના અહેવાલ (Open Door Report) પ્રમાણે કુલ 200 થી વધારે દેશના 9,14,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકાએ આવકાર્યા છે. આ કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પૈકી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 20% એટલે કે 1,67,582 જેટલી છે.

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકાર્યા કોવિડ-19ની વૈશ્વિક મહામારી દરમિયાન પણ અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકાર્યા છે. ગત વર્ષે અમેરિકન સરકાર અને અમેરિકા ખાતેની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે, ઓનલાઈન અને શિક્ષણ માટેની જુદી-જુદી પદ્ધતિઓ દ્વારા પણ શિક્ષણની તકો તથા માધ્યમો તેમના માટે સતત ઉપલબ્ધ રહે એની તકેદારી રાખતા સલામત પગલાં લીધાં હતાં.

ગત વર્ષે માત્ર ઉનાળા દરમિયાન 62,000 સ્ટુડન્ટ વિઝા મંજૂર કર્યા ઓપન ડોર્સ અહેવાલ રજૂ કરતી વખતે કોન્સ્યુલર અફેર્સના મિનિસ્ટર કોન્સ્યુલર ડોન હેફલિને (Don Heflin) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ સંદર્ભે જણાવ્યું હતું કે “વૈશ્વિક મહામારી હોવા છતા ભારતીય વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી ઉપરાંત અમેરિકાનો પ્રવાસ પણ કરી શક્યા હતા. અમે ગત વર્ષે માત્ર ઉનાળા દરમિયાન 62,000 સ્ટુડન્ટ વિઝા (Student Visa) મંજૂર કર્યા હતા, જે પહેલાના કોઈ પણ વર્ષ કરતા મોટી સંખ્યા છે.

આ આંકડો દર્શાવે છે કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓમાં અમેરિકા સૌથી પહેલી પસંદ બની છે. આ વર્ષે પણ અમે વધારે ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકામાં શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ કરવા મદદરૂપ થવા માગીએ છીએ. તેથી જ વધારે વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરવાની આશા રાખીએ છીએ.”

અમેરિકા ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે સર્વોચ્ચ ધારાધોરણ ધરાવે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક બાબતોના કોન્સ્યુલર એન્થની મિરાન્ડાએ આ બાબતે જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ અમેરિકાની વ્યૂહાત્મક નીતિઓ, રચનાત્મકતા, આર્થિક સદ્ધરતા અને રાષ્ટ્રીય સુરક્ષાના કેન્દ્રમાં રહેલી છે. ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે અમેરિકા સર્વોચ્ચ ધારાધોરણ ધરાવે છે. વૈશ્વિક કક્ષાની તથા પ્રાત્યક્ષિક ઉપયોગમાં આવે એ સ્તરની તાલીમ તથા અનુભવોથી સમૃદ્ધ અમારા સ્નાતકો વૈશ્વિક અર્થતંત્રમાં અગ્રેસર રહે છે.

તેમણે ઉમેર્યું હતું કે, અમે ભારતીય વિદ્યાર્થીઓનું મૂલ્ય સમજીએ છીએ. અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ દરિમયાન એમના અમેરિકન સહપાઠીઓ સાથે આજીવન સંબંધોનું નિર્માણ થાય છે. આ સંબંધો જ આપણી આંતરરાષ્ટ્રીય ભાગીદારી તથા વર્તમાન અને ભવિષ્યની વૈશ્વિક સમસ્યાઓના સહિયારા ઉકેલ માટેના પ્રયાસોને મજબૂત તથા વિકસિત કરે છે.”

વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો વર્ષ 2021માં રજૂ થયેલા ઓપન ડોર્સનો શૈક્ષણિક વર્ષ 2021-22 નો અહેવાલ વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા નોંધપાત્ર વધારાને દર્શાવે છે. આ આંકડા સાબિત કરે છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકન ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ જાણે છે અને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કટિબદ્ધ પણ છે.

માત્ર એક ક્લિક પર મળશે એડમિશન માટેની તમામ જાણકારી અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન મેળવવા માટે વિદ્યાર્થીઓએ Education USA India એપ ડાઉનલોડ કરવી ઉચિત રહેશે. આ એપ એન્ડ્રોઈડ અને એપલના વપરાશકર્તાઓ માટે નિઃશુલ્ક છે. માત્ર એક ક્લિક પર કોલેજમાં એડમિશન માટે એપ્લિકેશન પ્રક્રિયા અંગેની તમામ નવીનતમ માહિતી આ એપ પર ઉપલબ્ધ છે. અમેરિકામાં ઉચ્ચ અભ્યાસનું આયોજન કરવાની દિશામાં આ એપ તમારું ઝડપી અને સરળ પહેલું પગલું હશે.

આ પણ વાંચો : IIT Recruitment 2021: જુનિયર આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : BSF Group C Recruitment 2021: BSFમાં કોન્સ્ટેબલ સહિત અન્ય પોસ્ટ માટે ભરતી, આ રીતે કરો અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">