Ahmedabad : સ્કુલ બોર્ડનું વર્ષ 2022-23નું 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, અંગ્રેજી-ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરવા જોગવાઇ

મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીએ વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષના બજેટથી 122 કરોડના વધારા સાથે 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જેમાં 7 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ અને 13 નવી ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

Ahmedabad : સ્કુલ બોર્ડનું વર્ષ 2022-23નું 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, અંગ્રેજી-ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરવા જોગવાઇ
Ahmedabad: The school board's draft budget of Rs 887 crore for the year 2022-23 was presented
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:33 PM

અમદાવાદ (Ahmedabad ) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Town Primary Education Committee)દ્વારા વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ (Draft budget)રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2022 -23નું 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ (Draft budget)રજૂ કરવામાં આવ્યુ છે. ગત વર્ષના બજેટ કરતા 122 કરોડનો વધારો સુચવાયો છે. જેમાં સ્કૂલ બોર્ડની શાળાઓને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાની જોગવાઈ કરાઈ છે. તો સ્કૂલ બોર્ડની શાળાઓની આગવી ઓળખ ઉભી કરવા શાળાઓને યુનિવર્સલ કલર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

સ્કૂલ બોર્ડની શાળાઓને અલગ ઓળખ આપવા યુનિવર્સલ કલર કરવામાં આવશે

મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીએ વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષના બજેટથી 122 કરોડના વધારા સાથે 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જેમાં 7 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ અને 13 નવી ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ફિટ ઇન્ડિયા અંતર્ગત શાળાઓને રમતગમતના અત્યાધુનિક સાધનો આપવા માટે 4 કરોડ, સ્વસ્થ બાળક તંદુરસ્ત બાળક પ્રોજેકટ શરૂ કરવા 10 લાખ, ટેકનોલોજીથી સજ્જ અનુપમ શાળાઓના નિર્માણ માટે 35 કરોડ, ફાયર સેફટી અને આરઓ સિસ્ટમ માટે 10 કરોડ, શાળાઓના નામાકરણ અને મહાપુરુષોના પર્વની ઉજવણી માટે 50 લાખ, નવી શાળાઓ, નવા કલાસરૂમ અને શાળાઓના મરામત માટે 31 કરોડ, વિજ્ઞાન પ્રયોગશાળા અને ઇ-લાઈબ્રેરી માટે 12 કરોડ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના કોમન યુનિફોર્મ માટે 12 કરોડ, સફાઈ અભિયાન અને આત્મનિર્ભર ભારત માટે 1.5 કરોડ અને શાળાઓની આગવી ઓળખ ઉભી કરવા માટે યુનિવર્સલ કલર કરવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટમાં 122 કરોડનો વધારો કરવામાં આવ્યો તેને વિપક્ષે આવકાર્યો હતો. પરંતુ બજેટમાં શિક્ષણને બદલે ઇત્તર પ્રવૃતિઓ માટે કરવામાં આવેલી કરોડો રૂપિયાની જોગવાઈ સામે વિપક્ષે વિરોધ કર્યો છે. સ્કૂલ બોર્ડના કોંગ્રેસના સભ્ય કિરણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સ્કૂલ બોર્ડની 445 શાળાઓ માંથી 200 શાળાઓ જર્જરિત હાલતમાં છે. શિક્ષકો સારા છે પરંતુ શાળાઓમાં કોમ્પ્યુટર કે અન્ય કોઈ સુવિધાઓ નથી..ત્યારે આવી શાળાઓ માટે વધારે બજેટ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ડ્રાફ્ટ બજેટમાં કોરોનાને લઈને ઓનલાઇન શિક્ષણ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. જો કોરોનાને કારણે શાળાઓ બંધ થાય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ કેવી રીતે આપવું અને પરીક્ષાઓ ઓનલાઇન કેવી રીતે લેવી તેનું કોઈ આયોજન કરાયું નથી.

આ પણ વાંચો : RAJKOT : કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓ ચિંતામાં, ઓનલાઈન વર્ગો શરૂ કરવાની માંગ

આ પણ વાંચો : GANDHINAGAR : સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમની શરૂઆત, આ કચેરીએ જાહેર કર્યો પરિપત્ર

g clip-path="url(#clip0_868_265)">