GANDHINAGAR : સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમની શરૂઆત, આ કચેરીએ જાહેર કર્યો પરિપત્ર
WORK FROM HOME : કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેર દરમિયાન રાજ્યમાં સરકારી કચરીઓ અને ખાનગી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ શરૂ કરવામાં આવ્યું હતું.
હવે કોરોના વાયરસના કેસો વધતા સરકારી કચેરીઓએ ફરી વાર સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દીધું છે.
GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસ (CORONA) અને કોરોના વાયરસના ઓમિક્રોન (OMICRON) વેરીએન્ટના કેસો વધતા ફરી એક વાર વર્ક ફ્રોમ હોમ (WORK FROM HOME)કલ્ચરની શરૂઆત થઇ છે. કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેર દરમિયાન રાજ્યમાં સરકારી કચરીઓ અને ખાનગી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેસો વધતા સરકારી કચેરીઓએ ફરી વાર સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દીધું છે.
રાજ્યની ગ્રામ વિકાસ કચેરીએ કર્મચારીઓ માટે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. આ સાથે રાજ્યની સરકારી કચેરીઓમાં ફરી વાર વર્ક ફ્રોમ હોમની શરૂ થઇ ગયું છે. ગ્રામ વિકાસ કચેરી દ્વારા વર્ગ 3 અને તેનાથી નીચેના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમનો પરિપત્ર કર્યો છે. આ પરિપત્ર પ્રમાણે રોટેશન પ્રમાણે કર્મચારીઓએ કચેરીમાં આવવાનું રહેશે, તેમજ અન્ય અધિકારીઓને કમિશનરની સૂચના પ્રમાણે વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.
રાજ્યમાં જે રીતે કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે એ જોતા આવતીકાલથી રાજ્યની તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ અને રોટેશન પ્રમાણે કામ કરવાની સૂચના આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો : કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ
આ પણ વાંચો : Ahmedabad: AMTS અને BRTS બસોમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા, 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનો છે નિર્ણય