Ahmedabad : કર્ણાવતી યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારંભમાં 1,075 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઇ

|

Dec 10, 2021 | 2:57 PM

કર્ણાવતી યુનિવર્સિટીના કોન્વોકેશન 2021માં ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી ડૉ. કુબેર ડિંડોરની સાથે પદ્મ શ્રીથી સન્માનિત જાણીતા હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ તથા નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન (NPCI)ના ટેકનોલોજી એડવાઇઝર અને રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. આર. બી. બર્મન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

Ahmedabad : કર્ણાવતી યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારંભમાં 1,075 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઇ
કર્ણાવતી યુનિવર્સિટી પદવીદાન સમારોહ

Follow us on

Ahmedabad : ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી ડૉ. કુબેર ડિંડોરની સાથે NPCIના ટેકનોલોજી એડવાઇઝર ડૉ. આર. બી, બર્મન અને પદ્મ શ્રીથી સન્માનિત શાહબુદ્દીન રાઠોડ આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં.

કર્ણાવતી યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારંભ કોન્વોકેશન 2021′ ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી યુનિવર્સિટીના વિસ્તરેલા સંકુલમાં સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ કોન્વોકેશન સેન્ટર ખાતે બુધવારે 8 ડિસેમ્બરના રોજ યોજાયો હતો. કર્ણાવતી યુનિવર્સિટીના પદવીદાન સમારંભ દરમિયાન યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતાં વિવિધ પ્રવાહો અને વ્યાવસાયિક વિષયોના 1,075 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

કર્ણાવતી યુનિવર્સિટીના કોન્વોકેશન 2021માં ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી ડૉ. કુબેર ડિંડોરની સાથે પદ્મ શ્રીથી સન્માનિત જાણીતા હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ તથા નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન (NPCI)ના ટેકનોલોજી એડવાઇઝર અને રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. આર. બી. બર્મન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

કર્ણાવતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. એ. કે. એસ. સૂર્યવંશીની સાથે યુનાઇટેડ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના ભૂતપૂર્વ સ્ટેટ પ્રેસિડેન્ટ ડૉ. ઋત્વિજ પટેલ, કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તારિક અલી સૈયદ તેમજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે સંચાલિત વિવિધ શાળાઓના ડીન અને ડિરેક્ટરી કોન્વોકેશન 2021માં ઉપસ્થિત રહ્યાં હતાં.

જે 1,075 વિદ્યાર્થીઓને પદવીઓ પ્રાપ્ત થઈ તેઓ બેચલર ઓફ ડીઝાઇન, બેચરલ ઓફ આર્ટ્સ (ઓનર્સ), બેચરલ ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઓનર્સ) સહિતના સ્નાતક અભ્યાસક્રમોના તથા માસ્ટર ઓફ ડીઝાઇન જેવા અનુસ્નાતક અભ્યાસક્રમો, માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ હતાં. વિવિધ સિદ્ધિઓ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરવા બદલ 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં ડૉ. ડિંડોરે ગ્રેજ્યુએટ થનારા તમામ વિદ્યાર્થીઓને પદવીઓ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, હું કર્ણાવતી યુનિવર્સિટીને અદભૂત પ્રગતિ સાધવા બદલ બિરદાવું છું, જેણે અનેકવિધ દિશામાં વિકાસ સાધ્યો છે અને તે પણ ખૂબ જ ટૂંકા સમયગાળામાં.

શાહબુદ્દીન રાઠોડે તેમના હાસ્ય, વિનોદી અને ટુચકાઓથી ભરેલા અનોખા અંદાજમાં તમામ વિદ્યાર્થીઓને જીવનના મહત્ત્વના પાઠ ભણાવ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમણે 22થી વધુ દેશોમાં તેમના કાર્યક્રમો આપ્યાં છે, વળી તેમણે ભારત અને વિદેશોમાં વિવિધ પ્રકારના લોકો સાથે મળવાના તેમના અનુભવો પણ વિદ્યાર્થીઓ સાથે શૅર કર્યા હતાં. ડૉ. ઋત્વિજ પટેલે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે કોન્વોકેશન 2021 માટેનો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાષ્ટ્રગાનની સાથે આ સમારંભનું સમાપન થયું હતું.

Published On - 2:56 pm, Fri, 10 December 21

Next Article