Ahmedabad : સેપટ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ કર્યો સર્વે, કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી

|

Dec 15, 2021 | 5:32 PM

શહેરીજનોને હાલાકી ન પડે માટે શહેરમાં AMC દ્વારા સીટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જોકે આ જ સેન્ટરો પર સેપટ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં સુવિધામાં અભાવ સામે આવ્યો છે.

Ahmedabad : સેપટ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ કર્યો સર્વે, કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી
સેપટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી

Follow us on

અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર અને વસ્તી દિવસેને દિવસે વધી રહી છે. જે તમામ લોકોને સુવિધા મળી રહે તે પણ જરૂરી છે. જેના માટે AMC દ્વારા શહેરીજનોને સરકારી સુવિધા મળી રહે માટે શહેરમાં સીટી સિવિક સેન્ટર પણ શરૂ કર્યા. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે લોકોને સુવિધા આપવા બનાવેલ સીટી સિવિક સેન્ટર પર લોકોને હાલાકી પડી રહી છે.

આ અમે નહિ પણ સેપટ યુનિવર્સીટીના કેટલાક વિદ્યાર્થીઓએ કરેલ એક સર્વેમાં આ બાબત સામે આવી છે. સેપટ યુનિવર્સીટીના વિદ્યાર્થી મિત શાહ અને પ્રજ્ઞા શર્મા સહિત વિધાર્થીઓ એ તેમના અભ્યાસ કાળ દરમિયાન લોકોને સ્પર્શતા વિષય પસંદ કરી સીટી સિવિક સેન્ટર પર સર્વે કરવાનું નક્કી કર્યું. જે સર્વે કરતા આ બાબત સામે આવી છે કે હજુ પણ સીટી સિવિક સેન્ટરમાં કેટલાક સુધારા કરવાની જરૂર છે.

શહેરમાં આવેલ 60 માંથી 8 સીટી સિવિક સેન્ટરની મુલાકાત લઈને સર્વે કરાયો. આ સર્વેમાં ક્વોલિટી, હ્યુમન રિસોર્સ, ફાઇનાન્સ, Iec ઇમદ બીહેવીયર ચેન્જ, કન્સલ્ટન્ટ, ટેકનોલોજી, ડિઝાઇન અને લેઆઉટ અને વેબ સાઇટ બદલવા સહિત વિવિધ મુદા આવરી લેવાયા. જેથી શહેરીજનોને સારી અને ઝડપી સુવિધા આપી શકાય. જોકે તે સર્વેમાં 80 ટકા ઉપર લેઆઉટમાં ચેન્જ કરવાની જરૂર સામે આવી છે. સાથે જ મેનેજમેન્ટ અને ટેકનોલોજીનો સૌથી વધુ અભાવ હોવાનો, સાઈન બોર્ડનો અભાવ, દસ્તાવેજની માહિતીનો અભાવ અને ડિજિટલ ઇન્ડિયાનો અભાવ સામે આવ્યો. જે સર્વે મેજર ગેપમાં 10 મુદા આવરી કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મહત્વનું છે કે વિદ્યાર્થીઓએ કરેલ સર્વે ભારતના વિવિધ રાજ્યોને ધ્યાને રાખી કર્યો. જેમાં રાજસ્થાનનું કોટા મોડલ સૌથી સારું અને ભોપાલ અને ચેનાઈ નું પણ મોડેલ સારું હોવાનું સામે આવ્યું. અને તેમાં પણ ચેન્નઈમાં 62 ટકા ઓનલાઇન સર્વિસ અપાતી હોવાનું સામે આવ્યું. જેની સામે શહેરમાં ઓછી ઓનલાઇન સુવિધા અપાઈ રહી હોવાનું સામે આવ્યું. જેમાં સુધાર લાવવાની પણ જરૂર દેખાઈ છે. જે તમામ સર્વે વિદ્યાર્થીઓએ તૈયારી કરી AMCના સ્માર્ટ સીટી પ્રોજેક્ટના અધિકારીને બતાવતા અધિકારી એ પ્રોજેકટને આવકાર્ય હોવાનું સર્વે કરનાર વિદ્યાર્થીએ જણાવ્યું.

સેપટ યુનિવર્સીટી ખાતે એક સપ્તાહ માટે એક્ઝિબિશન યોજાયો. જેમાં 97 સ્ટુડિયો એટલે કે 97 વિવિધ પ્રોજેકટ તૈયાર કરાયા છે. જેમાનો આ એક પ્રોજેકટ હતો. તો અન્ય પ્રોજેકટ પણ લોકોના હિતમાં ધ્યાને રાખી બનાવ્યાનું યુનિવર્સીટીના પ્રો વોસ્ટ ડો. ત્રિદીપ સુહરુદ જણાવ્યું.

સેપટ યુનિવર્સીટી ખાતે દર વર્ષે આ પ્રકારે એક્ઝિબિશન યોજાય છે. જેમાં વિવિધ પ્રોજેકટ રજૂ થાય છે. જોકે બે વર્ષથી કોરોનાને કારણે શિક્ષણ બંધ રહેતા જ્યારે આ વર્ષે શિક્ષણ શરૂ થયું ત્યારે વિદ્યાર્થીઓએ પ્રોજેકટ બનાવી રજૂ કર્યા છે. જેમાં મિત અને પ્રજ્ઞા અને તેમની ટીમે પહેલા AMTRS, BRTS અને એરપોર્ટ બાદ આ વર્ષે સીટી સિવિક સેન્ટર પર લોકોની સુવિધા સરળ બનાવા આ પ્રોજેકટ સર્વે કરી તૈયાર કર્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ પ્રોજેકટથી શહેરીજનોને કેવો અને ક્યારે લાભ થાય છે.

Next Article