12th Class Examination : કોરોનાકાળમાં પણ રદ્દ નહીં થાય ધોરણ 12ની બોર્ડની પરીક્ષા, ઓબ્જેક્ટીવ પ્રશ્નોના આધારે લેવામાં આવશે પરીક્ષા

12th Class Examination : આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ઓબ્જેક્ટીવ પ્રશ્નોના આધારે લેવામાં આવશે. આ પરીક્ષાના આયોજન માટે મહત્વના  20 વિષયોની પસંદગી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

12th Class Examination : કોરોનાકાળમાં પણ રદ્દ નહીં થાય ધોરણ 12ની બોર્ડની પરીક્ષા, ઓબ્જેક્ટીવ પ્રશ્નોના આધારે લેવામાં આવશે પરીક્ષા
FILE PHOTO
Follow Us:
| Updated on: May 23, 2021 | 11:44 PM

12th Class Examination : કોરોનાકાળમાં શિક્ષણ જગત ઘણું પ્રભવિત થયું છે. આ વર્ષે પણ કોરોનાની બીજી લહેરમાં પરીક્ષાનું આયોજન શક્ય ન હોવાથી ઘણા રાજ્યોએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા સહીત 9માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં મોકલ્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો હતો. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવું કે નહિ તે અંગે આજે 23 મે ના રોજ સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

રદ્દ નહીં થાય ધોરણ 12ની પરીક્ષા ધોરણ 12ની બોર્ડ પરીક્ષા (12th Class Examination) ના આયોજન અંગે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણપ્રધાનો અને સચિવો, વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના ચેરમેન અને પરીક્ષાનું આયોજન કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોનાકાળમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા (12th Class Examination) રદ્દ કરવામાં નહિ આવે. બેઠકમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવું જરૂરી છે, કારણ કે ધોરણ 12ના પરિણામને આધારે જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થાય છે.

ઓબ્જેક્ટીવ પ્રશ્નોના આધારે લેવાશે પરીક્ષા સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મૂજબ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા (12th Class Examination) દર વર્ષે લેવાતી પરીક્ષા કરતા આ વર્ષે જુદી રીતે લેવામાં આવશે. આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ઓબ્જેક્ટીવ પ્રશ્નોના આધારે લેવામાં આવશે. આ પરીક્ષાના આયોજન માટે મહત્વના  20 વિષયોની પસંદગી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

1 જૂનના રોજ અંતિમ નિર્ણય લેવામાં આવશે ધોરણ 12ની બોર્ડ પરીક્ષા (12th Class Examination) ના આયોજન અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બધા રાજ્યોના લેખિત અભિપ્રાયની સમીક્ષા કર્યા પછી શિક્ષણ મંત્રાલય 1 જૂને અંતિમ નિર્ણય લેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ પ્રોટોકોલ દ્વારા જુલાઈના પહેલા અઠવાડિયામાં મહત્વપૂર્ણ 20 વિષયોની પરીક્ષા લેવામાં આવી શકે છે. આ નિર્ણય પણ કોવિડની સ્થિતિના આધારે લેવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">