નૂતન વર્ષના દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટનું મહત્વ, જાણો શું છે કારણ

|

Nov 05, 2021 | 11:45 AM

નૂતન વર્ષના દિવસે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ ગણાતા ગોવર્ધન પર્વતની પૂજાનું વિશેષ મહત્વ છે. દિવાળીના પાંચ મુખ્ય તહેવારોમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ એ ચોથો મુખ્ય તહેવાર છે.

નૂતન વર્ષના દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટનું મહત્વ, જાણો શું છે કારણ
Importance of Govardhan Puja and Annakut

Follow us on

નૂતન વર્ષ (Diwali-2021)એટલે કે કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસે ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરુઆત કરે છે. જેમાં ગોવર્ધન પર્વતની પૂજાના દર્શન ભક્તો અવશ્ય કરતા હોય છે પણ શુ તમે જાણો છો કે ગોવર્ધન પર્વત(Govardhan puja)ની પૂજાથી પૈસા અને ભોજનના આશીર્વાદ મળે છે.

દિવાળીના પાંચ મુખ્ય તહેવારો(Festival)માં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ એ ચોથો મુખ્ય તહેવાર છે. ગોવર્ધન પર્વતની વિશેષ પૂજા તમામ પ્રકારની આફતોથી બચાવે છે અને અન્ન, ગાય અને બાળકોને સુખ આપે છે.

ગોવર્ધન પૂજા પાછળની કહાની
દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીથી ઊચકીને ગ્રામજનોને ઇન્દ્ર દેવના પ્રકોપથી બચાવ્યા હતા અને દેવોના રાજા ઇન્દ્રના અભિમાનને તોડયો હતો. ત્યારથી ગોવર્ધન પર્વતને શ્રીકૃષ્ણનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે. જ્યારથી આ પૂજા શરુ કરવામાં આવી ત્યારથી ધન અને અન્નના આશીર્વાદ આપતી આ પૂજા અવિરત ચાલી રહી છે. ગોવર્ધન મહારાજની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્ન, દૂધ વગેરેની કમી નથી રહેતી અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ ગાયો પર રહે છે. ભગવાન શ્રીકૃષ્ણના ગોવર્ધન સ્વરૂપની કૃપાથી તમામ પ્રકારની કુદરતી આફતોથી પણ રક્ષણ મળે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેવી રીતે બનાવવો ગોવર્ધન પર્વત?
સૌ પ્રથમ ગાયનું છાણ લાવીને તેને ગોવર્ધન પર્વતનો આકાર આપવો. નાનો ગોવર્ધન પર્વત બનાવી અને આ ગોવર્ધન પર્વતની વિધિપૂર્વક પૂજા કરો. જો તમને ગાયનું છાણ ન મળે તો તમે તેની જગ્યાએ ઘઉં કે ચોખાના ઢગલાને ગોવર્ધન પર્વતનો આકાર આપીને પૂજા કરી શકાય. ખોરાકના ઢગલામાંથી બનેલા ગોવર્ધનને અન્નકૂટ કહેવાય છે.

ભગવાન ગોવર્ધનની પૂજાની વિધિ
ગોવર્ધન પર્વત બનાવ્યા પછી, શુદ્ધ થઈને તમારા આસન પર બેસો. ત્યારબાદ ગોવર્ધન પર્વતની આસપાસ હળદર અને કુમકુમની પેસ્ટ બનાવીને ત્રણ ગોળ બનાવો. આ વર્તુળની બહાર આઠ દિશાઓમાં આઠ સ્વસ્તિક બનાવો. ‘ઓમ હ્રીં હ્રીં ગોવર્ધનાય ભદ્રાય ઐં ઓમ નમઃ’ મંત્રનો જાપ કરતી વખતે દરેક સ્વસ્તિક અને ગોવર્ધન પર્વત પર એક-એક ફૂલ ચઢાવવું . આ પછી ભગવાન ગોવર્ધનની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ-દીપ પ્રગટાવી પૂજા કરો.

ગોવર્ધન પરિક્રમાનું મહત્વ
ધૂપ-દીપ કર્યા પછી, ‘ઓમ હ્રીં હ્રીં ગોવર્ધનાય ભદ્રાય ઐં ઓમ નમઃ’ મંત્રનો જાપ કરતી વખતે ગોવર્ધન ભગવાનની આસપાસ નાળાછળી લપેટી તેમાં ત્રણ ગાંઠ બાંધો. ત્યારબાદ તેમને નૈવેદ્ય તરીકે ફળ, પતાશા વગેરે અર્પણ કરો. આ પછી, ‘ઓમ હ્રીં હ્રીં ગોવર્ધનાય ભદ્રાય ઐં ઓમ નમઃ’ મંત્રનો જાપ કરતી વખતે, ભગવાન કૃષ્ણને યાદ કરો અને ગોવર્ધન મહારાજની પરિક્રમા કરો. પૂજા પૂર્ણ થયા પછી, તમારી સંપત્તિ અને અન્નના આશીર્વાદ અને કુદરતી આફતથી રક્ષણ માટે પૂછો અને ગોવર્ધન મહારાજનો પ્રસાદ શક્ય તેટલા લોકોને વહેંચો અને પછી તે જાતે સ્વીકારો.

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 221 દર્દીના મોત

 

Next Article