દિવાળીમાં ગુનાઓને અંકુશમાં લેવા અમદાવાદ પોલીસનો ખાસ એકશન પ્લાન, કર્મચારીઓની રજા રદ્દ કરી પેટ્રોલિંગ વધારી દેવાયું

દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ જેવા બનાવ બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દિવાળીના તહેવારમાં તસ્કરો માટે જાણે કે સીઝન આવી હોય તે રીતે સક્રિય થઇ જતા હોય છે. દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે. […]

દિવાળીમાં ગુનાઓને અંકુશમાં લેવા અમદાવાદ પોલીસનો ખાસ એકશન પ્લાન, કર્મચારીઓની રજા રદ્દ કરી પેટ્રોલિંગ વધારી દેવાયું
Follow Us:
| Updated on: Nov 14, 2020 | 3:09 PM

દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ જેવા બનાવ બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દિવાળીના તહેવારમાં તસ્કરો માટે જાણે કે સીઝન આવી હોય તે રીતે સક્રિય થઇ જતા હોય છે. દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેથી આકસ્મિક સંજોગો સિવાય પોલીસ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અને પોશ વિસ્તારમાં હાલના સમયમાં પોલીસે નાઇટ પેટ્રોલિંગ પણ વધારવા આવ્યું છે.

એટલું જ નહીં આ વિસ્તારોમાં પોલીસે સોસાયટીના ચેરમેન સાથેનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં જે તે સોસાયટીના રહીશો જયારે પણ બહારગામ ફરવા માટે જાય છે અને પોતાનું મકાન બંધ હોય છે ત્યારે તેની વિગત વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે. પોલીસ આવાં મકાનો ઉપર ખાસ નજર રાખે છે જેથી કરીને ત્યાં ઘરફોડ ચોરીના બનાવો ન બને. આ ઉપરાંત પોલીસ જ્યારે પણ પેટ્રોલિંગમાં નીકળે ત્યારે સોસાયટી, ફલેટસ્માં જઈને એનાઉન્સમેન્ટ કરી લોકોને જરૂરી સૂચનાઓ આપી રહી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">