ભાવનગર : દિવાળી નિમિતે જવેલર્સના વેપારમાં ચાંદી જ ચાંદી, વેપારીઓ ખુશખુશાલ

|

Nov 02, 2021 | 4:16 PM

કોરોનાના લાંબા ખરાબ સમય બાદ આ વર્ષે આવતી દિવાળી લોકો ભારે ઉજવવાના મૂડમાં છે. લગ્નની સીઝન પણ આવતી હોવાથી મોટા ભાગના સોનીઓની દુકાનોમાં ખરીદી કરવા લોકો જોવા મળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓને પણ આ વર્ષે દિવાળીની અને લગ્ન સીઝન ખુબજ સારી જવાની આશા છે.

ભાવનગર : દિવાળી નિમિતે જવેલર્સના વેપારમાં ચાંદી જ ચાંદી, વેપારીઓ ખુશખુશાલ
Bhavnagar: Silver in jewelers' trade on Diwali, traders happy

Follow us on

સમગ્ર ગુજરાતમાં કોરોનાની ભારે માઠી અસર અનેક વ્યવસાયો પર થવા પામી હતી. ત્યારે સૌથી ખરાબ અસર છેલ્લા બે વર્ષ જેટલા સમયથી સોનાનો વ્યવસાય કરતા નાના મોટા જવેલર્સ અને સોનાના દાગીનાના કામ કરતા નાના મોટા વેપારીઓ પર થવા પામેલ, ત્યારે હાલમાં ભાવનગરમાં ઘણા લાંબા સમય બાદ સોના ચાંદી ના શોરૂમ, જ્વેલરીની દુકાનો, જવેલર્સને ખુબજ સારી ઘરાકી જોવા મળી રહી છે.

કોરોનાના લાંબા ખરાબ સમય બાદ આ વર્ષે આવતી દિવાળી લોકો ભારે ઉજવવાના મૂડમાં છે. લગ્નની સીઝન પણ આવતી હોવાથી મોટા ભાગના સોનીઓની દુકાનોમાં ખરીદી કરવા લોકો જોવા મળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓને પણ આ વર્ષે દિવાળીની અને લગ્ન સીઝન ખુબજ સારી જવાની આશા છે.

કોરોનાને કારણે ભાવનગર જિલ્લામાં સોના ચાંદીના દાગીનાના વેપાર કરતા વેપારીઓ ભારે મુશ્કેલીનો સમય પસાર કર્યો હતો, બીજી તરફ સોના ના ભાવમાં પણ બહુ મોટો વધારો થતાં લોકો ઘરેણા લેવાનું ટાળી રહ્યા હતા, જ્યારે બીજી તરફ કોરોનાને લઇને દિવાળી જેવા તહેવારો ઉજવણી થઇ રહી ન હતી. અને લગ્ન જેવા શુભ પ્રસંગો પણ રદ થઈ રહ્યા હતા. જેને લઇને લોકો સોનાના ઘરેણાં ખરીદી કરી રહ્યા નહતાં. અને જેની સીધી અસર સોની વેપારીઓ પર થઈ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પરંતુ હાલમાં કોરોનાની ગતિ મંદ થતાં અને લોકો પણ માનસિક રીતે સ્વસ્થ થવા આ વખતે દિવાળીની ઉજવણી કરી લેવાના મૂડમાં છે. બીજી તરફ લગ્નની સીઝન પણ દિવાળી બાદ આવતી હોવાથી અને સોનાના ભાવ પણ સ્થિર થતાં લોકો સોના ચાંદીના ઘરેણા, જ્વેલરી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં મોટાભાગની સોના ચાંદી જવેલર્સની દુકાનોમાં ભારે ઘરાકી જોવા મળી રહી છે.

લોકો નાની મોટી સોનાની વસ્તુઓ ખરીદી રહ્યા છે. જેને લઇને સોની વેપારીઓના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. ભાવનગરના સોની વેપારીઓને પણ આ વર્ષે દિવાળી ખૂબ સારી જાય વેપારમાં તેવી અપેક્ષા સેવી રહ્યા છે. જ્યારે બીજી તરફ લગ્નો પણ ખુબજ મોટા પ્રમાણમાં આવનારા દિવસોમાં આવતા હોવાથી આવનારા દિવસોમાં સોનાના દાગીના માં સારું વેચાણ થવાની શક્યતાઓ છે. વેપારીના કહેવા પ્રમાણે શ્રાદ્ધ પછી સોનાના દાગીનાઓના વેચાણમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અને આ વખતે દિવાળી બાદ લગ્ન સીઝન સુધી લોકો સોનાની ખરીદી કરશે તેવું લાગી રહ્યું છે. અને આ ઘરાકી જોતા ભાવનગરના જવેલર્સને આ દિવાળી ખૂબ સારી જશે તે વાત પાક્કી છે.

Published On - 4:13 pm, Tue, 2 November 21

Next Article