AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharbati Wheat: શા માટે છે શરબતી ઘઉં એટલા ખાસ, જાણો તેની ખાસિયત અને વિશેષતાઓ

શરબતી ઘઉં (Sharbati Wheat)ને ગોલ્ડન ગ્રેન પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો રંગ સોનેરી છે. ઉપરાંત, તે હથેળી પર રાખતા વજનમાં ભારે લાગે છે અને તેનો સ્વાદ મીઠો છે, તેથી તેનું નામ શરબતી છે. તો ચાલો જાણીએ તેની ખેતી વિશે.

Sharbati Wheat: શા માટે છે શરબતી ઘઉં એટલા ખાસ, જાણો તેની ખાસિયત અને વિશેષતાઓ
Wheat (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 7:56 AM
Share

ઘણા ખેડૂતો (Farmers) ફરિયાદ કરતા હોય છે કે તેમને ઘઉંની સારી ઉપજ મળતી નથી. આવી સ્થિતિમાં ખેડૂતોએ ઘઉંની વિવિધ જાતો ઉગાડવી જોઈએ જેથી કરીને તેઓ સારો નફો પણ મેળવી શકે. આજે આપણે જે ઘઉં વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર દેખાવમાં જ નહીં પરંતુ ખાવામાં પણ ખૂબ જ પૌષ્ટિક છે અને ખેડૂતોને બમ્પર નફો પણ આપે છે. શરબતી ઘઉં (Sharbati Wheat)ને ગોલ્ડન ગ્રેન પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો રંગ સોનેરી છે. ઉપરાંત, તે હથેળી પર રાખતા વજનમાં ભારે લાગે છે અને તેનો સ્વાદ મીઠો છે, તેથી તેનું નામ શરબતી છે. તો ચાલો જાણીએ તેની ખેતી વિશે.

શરબતી ઘઉંની ખાસિયત તથા વિશેષતાઓ

  1. દેશમાં ઉપલબ્ધ ઘઉંનો સૌથી પ્રીમિયમ પ્રકાર “શરબતી” છે.
  2. સિહોર પ્રદેશ(MP)માં શરબતી ઘઉં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.
  3. સિહોર પ્રદેશ(MP)માં કાળી અને કાંપવાળી ફળદ્રુપ જમીન છે જે શરબતી ઘઉંના ઉત્પાદન માટે યોગ્ય છે.
  4. શરબતી ઘઉંને ગોલ્ડન ગ્રેન (Golden Grain)પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો રંગ સોનેરી છે.
  5. ઉપરાંત, તે વજનમાં ભારે લાગે છે અને તેનો સ્વાદ મીઠો છે, તેથી તેનું નામ શરબતી છે.
  6. સિહોર જિલ્લામાં શરબતી ઘઉંનું વાવેતર 40390 હેક્ટર વિસ્તારમાં થાય છે અને વાર્ષિક ઉત્પાદન 109053 મિલિયન ટન છે.

શરબતી ઘઉંની ખેતી

  1. શરબતી એ મધ્યપ્રદેશ માટે જાણીતું શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઘઉં છે.
  2. શરબતીનો લોટ સ્વાદમાં મીઠો અને બનાવટમાં અન્ય કરતા સારો હોય છે.
  3. શરબતીના લોટના દાણા કદમાં મોટા હોય છે.
  4. મધ્યપ્રદેશમાં કાળી અને કાંપવાળી ફળદ્રુપ જમીન છે જે તેના માટે યોગ્ય છે
  5. આ ઘઉં મધ્યપ્રદેશના સિહોર, નરસિંહપુર, હોશંગાબાદ, હરદા, અશોકનગર, ભોપાલ અને માલવા જિલ્લામાં ઉગાડવામાં આવે છે.
  6. તેનો સરેરાશ વાવણી દર 30-35 કિગ્રા/એકર છે.
  7. તેની ઉપજ લગભગ 40-45 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.
  8. તે 135 થી 140 દિવસનો પાક છે.
  9. તંદુરસ્ત પાક માટે તેને ઓછામાં ઓછા 2 સિંચાઈની જરૂર પડે છે.
  10. તેના બીજ જાડા અને ચમકદાર હોય છે.

શા માટે શરબતી ઘઉં ખાસ છે

મધ્યપ્રદેશના પ્રદેશોમાં, વરસાદી પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે, શરબતી ઘઉંની જમીનમાં પોટાશનું પ્રમાણ વધુ છે અને ભેજ ઓછો છે. પરિણામે, સામાન્ય ઘઉંના લોટની તુલનામાં ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 2% વધે છે. આનાથી શરબતી ઘઉંના પાકમાં જંતુનાશકોના ઉપયોગની જરૂરિયાત ઓછી થાય છે. અને આ જ કારણ છે કે શરબતી ઘઉંના પાકનો લોટ નિઃશંકપણે બાકીના લોટ કરતાં વધુ સારા લોટ તરીકે યોગ્ય છે.

શરબતી ઘઉંના ફાયદા

તે અત્યંત પૌષ્ટિક છે અને તેમાં લગભગ 113 કેલરી, ચરબી (1 ગ્રામ), કાર્બોહાઇડ્રેટ (21 ગ્રામ ડાયેટરી ફાઇબર સહિત), પ્રોટીન (5 ગ્રામ), કેલ્શિયમ (40 મિલિગ્રામ) અને આયર્ન (0.9 મિલિગ્રામ) પ્રતિ 30 ગ્રામ છે. આ સિવાય તે મેગ્નેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ, ઝિંક અને મલ્ટી વિટામિન જેવા પોષક તત્વોથી ભરપૂર છે.

ક્યાં રાજ્યમાં ઉગાડી શકાય આ ઘઉં

શરબતી ઘઉંની “C-306 જાત” સમગ્ર ભારતમાં ઉગાડી શકાય છે.

આ પણ વાંચો: Tech News: Google Play Store દ્વારા ડઝનેક એપ્સ પર મુકાયો પ્રતિબંધ, ગુપ્ત રીતે કરતી હતી યુઝર્સના ડેટાની ચોરી

આ પણ વાંચો: ગ્રેમી એવોર્ડ્સ 2022: BTSના ‘Butter’ પર જસ્ટિન બીબરે આપ્યું રિએક્શન, જુઓ વાયરલ વીડિયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
g clip-path="url(#clip0_868_265)">