Wheat Price: નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ઘઉંની કિંમત 2905 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી, જાણો ભાવમાં ક્યારે ઘટાડો થશે

|

May 16, 2022 | 7:26 PM

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં તેના ભાવમાં હજુ ઘટાડો થતો દેખાતો નથી. દેશની ઘણી મંડીઓમાં ઘઉં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કરતા 400-500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ વેચાઈ રહ્યા છે.

Wheat Price: નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ઘઉંની કિંમત 2905 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી, જાણો ભાવમાં ક્યારે ઘટાડો થશે
Wheat Export

Follow us on

ઘઉંની નિકાસ (Wheat Export) પર પ્રતિબંધ હોવા છતાં તેના ભાવમાં હજુ ઘટાડો થતો દેખાતો નથી. દેશની ઘણી મંડીઓમાં ઘઉં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કરતા 400-500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ વેચાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઔસા મંડીમાં 15 મેના રોજ તેની મહત્તમ કિંમત 2676 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. જ્યારે સરેરાશ ભાવ રૂ. 3215 પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે 14 મેના રોજ તેની મહત્તમ કિંમત રૂ. 2905 હતી અને ગુજરાતના બનાસકાંઠની ડીસા મંડીમાં સરેરાશ ભાવ રૂ. 2300 પ્રતિ ક્વિન્ટલ હતો. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઘઉંના ભાવ હજુ પણ MSP કરતા ઉપર છે.

આ સ્થિતિ ત્યારે છે જ્યારે કેન્દ્રીય કૃષિ સચિવ મનોજ આહુજાએ ઉત્પાદનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. આહુજાના જણાવ્યા મુજબ, ગરમીના મોજાએ આ વર્ષે ઘઉંના પાકને અસર કરી છે, ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતમાં, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં ઉપલબ્ધતામાં થોડો તફાવત છે. આમ છતાં ઘઉંના ભાવ આટલા ઊંચા કેમ?

એક્સપર્ટે કિંમત ન ઘટાડવાનું કારણ જણાવ્યું

ઓરિગો ઈ-મંડીના સિનિયર મેનેજર (કોમોડિટી રિસર્ચ) ઈન્દ્રજીત પૉલના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં સ્થાનિક બજારમાં ઘઉંની કિંમત MSP કરતા ઉપર ટ્રેડ થઈ રહી છે. તેમનું કહેવું છે કે સરકારના અગાઉના અંદાજ કરતાં ઘઉંનું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા સુધી નિકાસની ઉત્તમ તકોને કારણે વેપારીઓએ ઘઉંનો મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો હતો. જેના કારણે બજારમાં ઘઉંની અછત સર્જાઈ હતી. આ જ કારણ છે કે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઈન્દ્રજીત પોલ કહે છે કે પુરવઠાના અભાવે વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવમાં હજુ પણ મજબૂત વલણ છે. આગામી કેટલાક દિવસોમાં, જ્યાં સ્થાનિક બજારમાં ભાવમાં કરેક્શન આવી શકે છે, તો વિદેશી બજારમાં મજબૂતી મજબૂત રહેશે. આગામી દિવસોમાં મંડીઓમાં ખેડૂતો અને વેપારીઓ તરફથી પુરવઠો વધશે, જેના કારણે ભાવ રૂ. 100 થી રૂ. 150 સુધી સુધરી શકે છે.

નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ કેન્દ્ર સરકારે ઘઉં ઉત્પાદક રાજ્યોમાં તેની ખરીદીની તારીખ લંબાવી છે. હવે ખેડૂતો 15 જૂન સુધી મંડીઓમાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરી શકશે. ઓછી સરકારી ખરીદી અને નિકાસ પ્રતિબંધ બાદ બદલાયેલી સ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રવી માર્કેટિંગ સિઝન (RMS) 2022-23માં 14 મે સુધી સરકાર માત્ર 180 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી શકી છે. કારણ કે આ વખતે ખેડૂતોને ઓપન માર્કેટમાં MSPની બરાબર અથવા તેનાથી વધુ કિંમત મળી રહી છે.

RMS 2021-22 દરમિયાન 14 સુધીમાં 367 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. ઘઉંની ખરીદીની તારીખ લંબાવ્યા બાદ સરકારી ખરીદી વધે છે કે કેમ તે જોવું રહ્યું. નવા આદેશો અનુસાર, તેની ખરીદી કેટલાક રાજ્યોમાં 31 મે સુધી અને કેટલાકમાં 15 જૂન સુધી કરવામાં આવશે.

Published On - 7:25 pm, Mon, 16 May 22

Next Article