જૈવિક ખાતર એટલે શું ? ખેડૂતો તેનો ઉપયોગ કરશે તો મળશે ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન

ખેડૂતોને ભલામણ કરેલ માત્રામાં રાસાયણિક ખાતર ખરીદવું તેમજ વાપરવું મુશ્કેલ છે. આવા ખેડૂતોને પોતાના પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે સજીવ ખેતી વિષે વિચાર્યા વગર છૂટકો નથી.

જૈવિક ખાતર એટલે શું ? ખેડૂતો તેનો ઉપયોગ કરશે તો મળશે ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 11:32 AM

છેલ્લા ઘણા વર્ષોથી કૃષિ સંશોધન, માળખાકીય સગવડની ઉપલબ્ધતા તેમજ સરકારની નિતીઓને લઈને દરેક પાકનું ઉત્પાદન વધ્યું છે. પાકના વધુ ઉત્પાદનમાં 50 ટકા જેટલો ફાળો ફકત રાસાયણિક ખાતરોનો (Chemical Fertilizer) છે. આમતો નાઈટ્રોજન, ફોસ્ફરસ તેમજ પોટાશ ત્રણેય મુખ્ય તત્વોનો વપરાશ વધ્યો છે. તેમ છતાં નાઈટ્રોજનનો વપરાશ બધામાં સૌથી ઝડપી વધ્યો છે.

સેન્દ્રિય તત્વોનું રીસાયકલીંગ તથા વિવિધ પ્રકારના જૈવિક ખાતરના વપરાશથી રાસાયણિક ખાતરની ઘટ પુરી કરી શકાય તેમ છે. મોટા જથ્થામાં રાસાયણિક ખાતર વાપરવું આર્થિક રીતે ઘણું મોઘુ પડે. વળી ખેતરમાં પૂંખીને નાઈટ્રોજનયુકત ખાતર આપવાથી 50 ટકા જેટલુ વેડફાય છે એટલે કે જે તે પાકને કામ લાગતું નથી અને પર્યાવરણ જોખમાય છે.

દેશના 75% ખેડૂતો (Farmers) નાના અને સીમાંત છે. આ ખેડૂતોને ભલામણ કરેલ માત્રામાં રાસાયણિક ખાતર (Chemical Fertilizer) ખરીદવું તેમજ વાપરવું મુશ્કેલ છે. આવા ખેડૂતોને પોતાના પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે સજીવ ખેતી વિષે વિચાર્યા વગર છૂટકો નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા તેમજ તેમનું જીવન ધોરણ ઉન્નત કરવા તેમની મર્યાદિત જમીનમાંથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું જરૂરી છે. આ વિષમ પરિસ્થિતિમાં જૈવિક ખાતર એક આદર્શ પ્રણાલી છે. ગુજરાત સરકાર દ્વારા પણ સજીવ ખેતી નીતિ જાહેર કરવામાં આવી છે.

જમીનમાં એવા ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે કે જે વનસ્પતિને બહુ ઉપયોગી હોય છે. આવા સૂક્ષ્મ જીવાણુઓ હવામાંના મુકત નાઈટ્રોજનને સ્થિર કરે છે તથા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરે છે અથવા સેન્દ્રિય પદાર્થને ઝડપીકહોવડાવવામાં મદદ કરે છે. આ તમામ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓની બનાવટને ‘જૈવિક ખાતર’ અથવા અંગ્રેજીમાં ‘બાયોફર્ટીલાઈઝર’ કહેવામાં આવે છે.

જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ કલ્ચર, બ્લુ ગ્રીનઆલ્ગી તથા અઝોલા પર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે. હવામાંથી નાઈટ્રોજન સ્થિર કરતા અથવા ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય બનાવતી વિશિષ્ટ શકિત ધરાવતી સૂક્ષ્મ જીવાણુઓની પ્રજાતિઓને અલગ તારવી, તેની પ્રયોગશાળામાં મોટા પાયે વૃધ્ધિ કરી વેચવામાં આવે છે.

પ્રવાહી જૈવિક ખાતર પાકની વાવણીની પદ્ધતિ મુજબ બિયારણને પટ, ધરૂને માવજત, ચાસમાં ઓરીને તથા ટપક પદ્ધતિ માટે વાપરી શકાય છે. અઝોટોબેક્ટર તેમજ ફોસ્ફેટ કલ્ચર બંને કલ્ચર અલગ તેમજ ભેગા કરીને ધાન્ય, શાકભાજી, ફળફૂલ, બાગાયતી પાક, શેરડી, કપાસ, ધાસચારા વગેરે તમામ પાકોમાં વાપરી શકાય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">