Tomato Price: મોંઘવારીનો વધુ એક માર ! ટામેટા આ મહિને પહોંચી શકે છે 300 રૂપિયાને પાર
છેલ્લા દોઢ મહિનાથી ટામેટાના ભાવ સતત વધી રહ્યા છે. 40 થી 50 રૂપિયે કિલો મળતા ટામેટા હાલમાં 200 રૂપિયાથી પણ વધારે ભાવે વેચાઈ રહ્યા છે. એશિયાની સૌથી મોટી આઝાદપુર મંડીમાં સારી ગુણવત્તાવાળા ટામેટાનો ભાવ હાલમાં 170-220 રૂપિયા પ્રતિ કિલો છે.
હવે સામાન્ય જનતાને મોંઘવારીનો (Inflation) માર સહન કરવો પડશે. હાલ ટામેટાના ભાવ (Tomato Price) ઘટવાની કોઈ આશા નથી. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ટામેટાના ભાવમાં હજુ વધારો થશે. ટામેટાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી શકે છે. આ સિવાય ભીંડા, કારેલા અને કેપ્સિકમ સહિત અન્ય લીલા શાકભાજીના ભાવ પણ આ મહિને વધી શકે છે.
ટામેટાના પાકને ઘણું નુકસાન થયું
દિલ્હીના આઝાદપુર મંડીના જથ્થાબંધ વેપારી સંજય ભગતનું કહેવું છે કે, વરસાદને કારણે ઘણા રાજ્યોમાં ટામેટાના પાકને ઘણું નુકસાન થયું છે. જેના કારણે ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના કારણે ટામેટાની સપ્લાય ઓછી થઈ રહી છે. આ જ કારણ છે કે છેલ્લા એક મહિનાથી ટામેટાના ભાવ સામાન્ય જનતાને રડાવી રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં લોકોને મોંઘવારીના વધુ એક ફટકાનો સામનો કરવો પડી શકે છે.
ગૃહિણીનું બજેટ ફરી બગડી શકે છે
તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે શાકભાજીથી ભરેલી ટ્રકો સમયસર મંડીઓ સુધી પહોંચી શકતી નથી. શાકભાજીને મંડીઓ સુધી પહોંચવામાં પહેલા કરતા 6 થી 8 કલાક વધુ સમય લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં સપ્લાય ચેન ખોરવાય છે અને તેની અસરને કારણે ટામેટાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
જો સંજય ભગતનું માનીએ તો આ મહિનામાં માત્ર ટામેટા જ નહીં પરંતુ અન્ય લીલા શાકભાજી પણ મોંઘા થઈ શકે છે. મોંઘવારીના કારણે ગૃહિણીનું બજેટ ફરી બગડી શકે છે.
આ પણ વાંચો : Tomato Price: દિલ્હીમાં ફરી ટામેટાના ભાવમાં વધારો થયો, 250 રૂપિયા પ્રતિ કિલોને પાર
ટામેટાનો હોલસેલ ભાવ 180-200 રૂપિયા પ્રતિ કિલો
જણાવી દઈએ કે છેલ્લા દોઢ મહિનાથી ટામેટાના ભાવ સતત વધી રહ્યા છે. 40 થી 50 રૂપિયે કિલો મળતા ટામેટા હાલમાં 200 રૂપિયાથી પણ વધારે ભાવે વેચાઈ રહ્યા છે. એશિયાની સૌથી મોટી આઝાદપુર મંડીમાં સારી ગુણવત્તાવાળા ટામેટાનો ભાવ હાલમાં 170-220 રૂપિયા પ્રતિ કિલો છે.
વરસાદને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ટામેટાનો પાક પણ બરબાદ થયો છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સારી ગુણવત્તાના ટામેટા જથ્થાબંધ ભાવે રૂ. 180-200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.