મકર સંક્રાંતિ પર લોકોને તલ માટે ડબલ પૈસા ચૂકવવા પડી શકે છે, આ કારણે વધી રહ્યા છે તલના ભાવ

|

Dec 21, 2021 | 1:54 PM

ખેડૂતો ઉત્પાદન વધારવા માટે એક અથવા વધુ વિકલ્પો અપનાવે છે, પરંતુ દેશમાં તલની ઉપજ ઘટી રહી છે કારણ કે પ્રતિ એકર ઉત્પાદન અન્ય પાકો કરતા ઓછું છે પરિણામે રાજ્યમાં તલના ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો થયો છે.

મકર સંક્રાંતિ પર લોકોને તલ માટે ડબલ પૈસા ચૂકવવા પડી શકે છે, આ કારણે વધી રહ્યા છે તલના ભાવ
Sesame Price Hike

Follow us on

અત્યાર સુધી ખરીફ સહિત તમામ પાકોના (Kharif Crops) ઉત્પાદનમાં ઘટાડાનું એકમાત્ર કારણ કમોસમી વરસાદ છે. તેથી મકર સંક્રાંતિના પર્વે (Makar Sankranti Festival) તલના ભાવમાં (Sesame Price) સતત વધારો થશે. ખેડૂતો ઉત્પાદન વધારવા માટે એક અથવા વધુ વિકલ્પો અપનાવે છે, પરંતુ દેશમાં તલની ઉપજ ઘટી રહી છે કારણ કે પ્રતિ એકર ઉત્પાદન અન્ય પાકો કરતા ઓછું છે પરિણામે રાજ્યમાં તલના ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં એક અંદાજ મુજબ આ વર્ષે માત્ર 3 લાખ 25 હજાર મેટ્રિક ટનનું જ ઉત્પાદન થઈ શકશે.

કમોસમી વરસાદને કારણે તલની ગુણવત્તા પર પણ અસર પડી છે. વરસાદના કારણે માત્ર ઉત્પાદનમાં ઘટાડો જ નહીં પરંતુ તલની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે, જ્યારે આ જ વરસાદને કારણે હલકી ગુણવત્તાના તલના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન સારી ગુણવત્તાના તલની વધુ માગ રહે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશા સહિતના આ રાજ્યોમાં તલની ખેતી થાય છે.

તલના ઉત્પાદનમાં 25%નો ઘટાડો
વરસાદના કારણે તલના સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં અન્ય તલ ઉત્પાદક દેશોમાં પણ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં અંદાજે 5 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા છે, જોકે તેમાં 25 ટકાનો ઘટાડો થઈ શકે છે. આફ્રિકામાંથી તલની આયાત પણ બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં આયાત-નિકાસ માટે જરૂરી કન્ટેનરના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ કારણથી સફેદ તલની માગ રહે છે
મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન તલની માગ રહે છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તેનું વિશેષ મહત્વ છે. સફેદ તલમાં આરોગ્યપ્રદ આયર્ન, કોપર, વિટામિન B6 હોય છે, તેનાથી રક્ત કોશિકાઓ સરળતાથી રચાય છે અને કાર્ય કરે છે. આ ઉપરાંત, તલ એ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઘટાડવામાં મદદ કરે છે તેથી તેની માગ રહે છે.

તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે
જુલાઈ – રૂ. 95 – 125
ઓગસ્ટ – રૂ. 100 – 130
સપ્ટેમ્બર – રૂ. 110 – 140
ઓક્ટોબર – 125 – રૂ.
નવેમ્બર – રૂ. 130 – 165
ડિસેમ્બર – 130 – રૂ. 170

 

આ પણ વાંચો : Pesticides Ban: સરકારે બે જંતુનાશક પર પ્રતિબંધ મૂક્યો, કંપનીઓ 2024 પછી વેચી શકશે નહીં

આ પણ વાંચો : Success Story : ખેડૂતો માટે સારા સમાચાર, કૃષિ ક્ષેત્રમાં આવ્યો મોબાઈલ લેબોરેટરીનો નવો કન્સેપટ

Next Article