AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato Farming : બટાકાના પાકમાં રોગને શોધી કાઢશે આ ટેકનોલોજી, માત્ર લેવો પડશે છોડનો ફોટો

આઈઆઈટી મંડી (IIT Mandi) દ્વારા વિકસિત કરવામાં આવેલા ઉપકરણ બટાકાના પાંદડાઓનો ફોટોમાં રોગનાશક ભાગને શોધી શકે છે. સંશોધનકારોએ આ ઉપકરણને વધુ વ્યવહારુ ઉપયોગ માટે એક સ્માર્ટફોન એપ્લીકેશનમાં ફેરવવાનું કામ કરી રહ્યા છે.

Potato Farming : બટાકાના પાકમાં રોગને શોધી કાઢશે આ ટેકનોલોજી, માત્ર લેવો પડશે છોડનો ફોટો
This technology will detect disease in Potato
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 4:09 PM
Share

ભારતીય ટેકનોલોજી સંસ્થા, મંડી (IIT Mandi)ના સંશોધકોએ બટાકા (Potato) ના પાકમાં રોગો (Disease) ને શોધવા માટે શાનદાર નવીનતા લાવી છે. સંશોધકોએ આર્ટિફિકલ ઇન્ટેલિજન્સ આધારિત એક ટેકનોલોજી (Technology) વિકસાવી છે જેના દ્વારા બટાકાના છોડના પાંદડાઓનો ફોટાનો ઉપયોગ કરી રોગોને શોધી શકાશે.

કેન્દ્રીય બટાકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલાના સહયોગથી કરવામાં આવેલા આ સંશોધનમાં પાંદડાઓમાં રોગ (Disease) હોવાની જાણકારી મેળવવા માટે Artificial Intelligence નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આઈઆઈટી મંડી (IIT Mandi) ની સ્કૂલ ઑફ કમ્યુટિંગ એન્ડ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર ડૉ. શ્રીકાંત શ્રીનિવાસની દેખરેખમાં સેન્ટ્રલ પોટેટો રિચર્સ ઈન્સ્ટિટ્યુટ (CPRI) શિમલની સાથે મળી આ રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) ટેક્નોલોજીથી રોગગ્રસ્ત ભાગના પાંદડાઓને શોધવામાં સફળતા મળી છે.

પાંદડાના રોગની જાણ થશે

સામાન્ય રીતે બટાકા (Potato) ની ખેતીમાં બ્લાઈટ નામનો રોગ હોય છે. આ રોગ (Disease) ને સમય પર ન રોકવામાં આવે તો થોડા દિવસોમાં જ પાક ખરાબ થઈ જાય છે. જેની તપાસ કરવા માટે એક્સપર્ટસ અથવા કૃષિ વૈજ્ઞાનિકો ખેતરમાં જાય છે. ખુબ જ બારીકાઈથી તપાસ કર્યા બાદ આ રોગ શોધી શકાય  છે.

બટાકાની ખેતીના પાકમાં રોગને શોધી કાઢશે આ ટેકનોલોજી

બટાકાની ખેતીના પાકમાં રોગને શોધી કાઢશે આ ટેકનોલોજી

હવે આ નવી ટેક્નોલોજી (Technology) ને વિકસિત થયા બાદ માત્ર પાંદડાઓનો ફોટાથી ખબર પડશે કે, પાક કેટલો ખરાબ છે.  તેમજ ખેડૂતો (Farmer) ને પણ જાણકારી થશે કે પાક ખરાબ થઈ રહ્યો છે અને સમય રહેતા જ કીટનાશકોનો ઉપયોગ કરી પાકને બચાવશે.

મોબાઈલ એપના રુપમાં વિકસિત કરાશે

આઈઆઈટી મંડી (IIT Mandi) દ્વારા વિકસિત કરવામાં આવેલા ઉપકરણ બટાકાના પાંદડાઓનો ફોટોમાં રોગનાશક ભાગને શોધી શકે છે. સંશોધનકારોએ આ ઉપકરણને વધુ વ્યવહારુ ઉપયોગ માટે એક સ્માર્ટફોન એપ્લીકેશનમાં ફેરવવાનું કામ કરી રહ્યા છે.

આવી રીતે કામ કરશે મોબાઈલ એપ

આ મોબાઈલ એપ્લિકેશન (Mobile Application) થી રોગગ્રસ્ત જોવા મળતા પાંદડાઓનો ફોટો લઈ આ એપ્લિકેશનથી રીયલ ટાઈમમાં પુષ્ટિ કરશે કે પાંદડાઓ ખરાબ થઈ રહ્યા છે કે નહિ, ખેડૂતોને સમયસર જાણ થશે કે, તેમના બટાકાની ખેતી ખરાબ થઈ શકે છે.

શું કહે છે એક્સપર્ટસ ?

આઈઆઈટી મંડી (IIT Mandi) ના એસશિએટ પ્રોફેસર ડૉ. શ્રીકાંત શ્રીનિવાસે કહ્યું કે, બટાકાના છોડમાં તેમના પાંદડાઓમાં એક સામાન્ય રોગ છે. આ રોગ એક અઠવાડિયામાં જ તમામ પાકને નુકસાન પહોંચાડે છે.

તેમણે જણાવ્યું કે, આ રોગની ઓળખ પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા ખેતરો (Farm) ની મુલાકાત કરી કરવામાં આવે છે. જેમાં બાગાયતી વિશેષજ્ઞોની જરુર પડે છે. જે ક્ષેત્રો સુધી પહોંચી શકતા નથી. આઈઆઈટી મંડીમાં અનુસંધાનકર્તા જો જૉનસને જણાવ્યું કે, આ નવી શોધથી આ સમસ્યાને દુર કરવામાં મદદ મળી શકે છે. જેમાં સ્માર્ટફોન એક ઉપયોગી સાધન બની શકે છે.

ભારતમાં, મોટાભાગના વિકાસશીલ દેશોની જેમ, આ રોગને ક્ષેત્રની મુલાકાતોમાં પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા ઓળખવામાં આવે છે. આ કંટાળાજનક અને અવ્યવહારુ છે, ખાસ કરીને દૂરસ્થ વિસ્તારો માટે, કારણ કે તેમાં બાગાયતકારો (Horticulturists) ની જરૂર છે. જે ક્ષેત્રો સુધી પહોંચવામાં અસમર્થ છે તે આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે અને આ બાબતમાં સ્માર્ટફોન (Smartphone) એક ઉપયોગી સાધન બની શકે છે.

આ પણ વાંચો : Pandemic Positivity : કોરોના મહામારીના સમયમાં આ 4 વસ્તુઓ કરી, રાખો પોતાની જાતને વ્યસ્ત

g clip-path="url(#clip0_868_265)">