લોકોને લાગે છે કે ખેડૂતો (Farmers) આજે પણ પહેલાની જેમ પરંપરાગત પાકની જ ખેતી કરે છે. પરંતુ હવે ખેડૂતો કેરી, જામફળ, દાડમ, આમળા, સફરજન, નારંગી અને પપૈયા સહિત અનેક પ્રકારના ફળ પાકોની (Fruit Crop) ખેતી કરી રહ્યા છે. જેના કારણે ખેડૂતોની આવકમાં (Farmers Income) પણ વધારો થયો છે. ઘણા ખેડૂતો બાગાયતના કારણે ગરીબીમાંથી બહાર આવી ગયા છે અને સુખી જીવન જીવી રહ્યા છે. આજે આપણે એક એવા ખેડૂત વિશે વાત કરીશું જેણે બાગયતી પાકોની ખેતીમાં સફળતા મેળવી છે.
અમે વાત કરી રહ્યા છીએ બિહારના બેગુસરાયની સાંખ પંચાયતના રહેવાસી પ્રભુ શર્માની. તેણે પોતાની મહેનતથી લોકો સમક્ષ એક ઉદાહરણ આપ્યું છે. પપૈયા અને લીલા શાકભાજીની ખેતીમાંથી તે પહેલા કરતા 10 ગણી વધુ કમાણી કરી રહ્યો છે. તે હવે જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો તરીકે ગણાય છે.
પ્રભુ શર્મા કહે છે કે પહેલા તેઓ પરંપરાગત પાકની ખેતી કરતા હતા. આ કારણે તેને એટલી સારી આવક મળતી ન હતી. તેથી તેણે બાગાયતી ખેતીમાં હાથ અજમાવવાનું વિચાર્યું. તેણે પાડોશીઓ પાસેથી લોન લઈને બાગકામ શરૂ કર્યું.
તે પપૈયા અને ભીંડા તેમજ રીંગણ સહિતના લીલા શાકભાજીની ખેતી કરે છે. તેમના કહેવા પ્રમાણે, તેમને એક વીઘામાં ખેતી કરવા માટે 40 હજાર રૂપિયા ખર્ચવા પડે છે. પરંતુ કમાણી અનેક ગણી છે. પ્રભુ શર્મા કહે છે કે બાગાયતી ખેતીમાં ઘણો નફો છે, પરંતુ તે જોખમી વ્યવસાય છે. શાકભાજી અને પપૈયાના છોડમાં ક્યારેક રોગો પણ આવે છે. પરંતુ, જંતુનાશકોનો યોગ્ય રીતે છંટકાવ કરીને આ તેનાથી બચી શકાય છે.
આ પણ વાંચો : Onion Price: ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવામાં આવતા ખેડૂતોમાં રોષ, સરકાર સામે આંદોલનની આપી ચીમકી
પ્રભુ શર્માએ જણાવ્યું કે તે એક વર્ષમાં પપૈયા વેચીને 1.80 લાખ રૂપિયા કમાય છે. તેવી જ રીતે, તે શાકભાજી વેચીને 40,000 રૂપિયા કમાય છે. એટલે કે તેઓ માત્ર એક વીઘા જમીનમાં ખેતી કરીને 2 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યાં છે. હવે અન્ય ખેડૂતો પણ પ્રભુ શર્મા પાસેથી ખેતીની માહિતી મેળવી રહ્યા છે.
Published On - 5:09 pm, Wed, 23 August 23