Success Story: રાસાયણિક ખેતી છોડી શરૂ કરી જૈવિક ખેતી, બાદ ચમકી ગયુ ખેડૂતનુ નસીબ

|

Mar 09, 2022 | 8:58 AM

ખેડૂતોનો ખેતી પ્રત્યેનો અભિગમ બદલાવા લાગ્યો છે. દેશના ખેડૂતો ઓર્ગેનિક (Organic farming) અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ ક્રમમાં, ઘણા ખેડૂતો તેમના ખેતરોમાં ઓર્ગેનિક ખેતી કરીને લીલુ સોનું ઉગાડીને નફો કમાઈ રહ્યા છે.

Success Story: રાસાયણિક ખેતી છોડી શરૂ કરી જૈવિક ખેતી, બાદ ચમકી ગયુ ખેડૂતનુ નસીબ
Symbolic Image

Follow us on

ખેડૂતો હવે તેમની પરંપરાગત ખેતી છોડીને જૈવિક ખેતી માંથી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી સરળતાથી કરી રહ્યા છે. સજીવ ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિઓ માટે, ઘણા ખેડૂતો (Farmers)ને કૃષિ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કારો આપવામાં આવતા હોય છે. ખેડૂતોનો ખેતી પ્રત્યેનો અભિગમ બદલાવા લાગ્યો છે. દેશના ખેડૂતો ઓર્ગેનિક (Organic farming) અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ ક્રમમાં, ઘણા ખેડૂતો તેમના ખેતરોમાં ઓર્ગેનિક ખેતી કરીને લીલુ સોનું ઉગાડીને નફો કમાઈ રહ્યા છે.

આ ખેડૂતો હવે અન્ય ખેડૂતોને પણ સજીવ ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે અને ઘણા ખેડૂતોને તેમના અનુભવથી મદદ પણ કરી રહ્યા છે. કૃષિ વિભાગના અહેવાલ મુજબ, મોટાભાગના ખેડૂતો તેમના ખેતરોમાં પરંપરાગત ખેતીની સાથે જૈવિક ખેતી કરે છે. આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે, ખેડૂતોને જૈવિક ખેતીના ફાયદા અને રાસાયણિક ખેતીના ગેરફાયદા વિશે વિગતવાર જણાવવામાં આવી રહ્યું છે.

એક પ્રગતિશીલ ખેડૂતને સજીવ ખેતી માટે ખેડૂત એવોર્ડ મળ્યો

આ અંગે રોહણા ગામમાં રહેતા રૂપસિંહ રાજપૂત જણાવે છે કે, તેમણે તેમની 13 વર્ષની રાસાયણિક ખેતી છોડીને 1.615 હેક્ટરમાં પોતાના ખેતરમાં ડાંગર, ઘઉં, શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડીને નવી પ્રગતિ હાંસલ કરી છે. તે એ પણ જણાવે છે કે તેમણે 4 એકર જમીનની ખેતીથી લગભગ 3 લાખ 5 હજાર રૂપિયાનો નફો મેળવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેમના ખેતરમાં જૈવિક ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવીને તેઓ તેમના જિલ્લાના સફળ ખેડૂત બન્યા છે. તેમને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ પણ મળ્યો છે અને જૈવવિવિધતા બોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેતીની નવી ટેકનિક શીખવા માટે તેઓ વિદેશમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ પણ ગયા છે.

અન્ય એક ખેડૂતે રાસાયણિક ખેતી છોડીને જૈવિક ખેતી કરી

એ જ રીતે નિતાયા ગામમાં રહેતા ખેડૂત વિનય પ્રતાપ સિંહ ઠાકુરે પણ તેમની ખેતીમાંથી વધુ નફો મેળવવા માટે તેમની રાસાયણિક ખેતી છોડીને જૈવિક ખેતી કરવાનું નક્કી કર્યું. આ સાથે તેઓ પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. વિનય પ્રતાપ સિંહે તેમના 10 એકરના ખેતરમાંથી 120 ક્વિન્ટલ ઓર્ગેનિક ખેતી કરી હતી. જેમાં તેમણે 70 ક્વિન્ટલ ચોખા તૈયાર કરીને 12 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે બજારમાં વેચીને લગભગ 7 લાખ રૂપિયાનો નફો કર્યો હતો.

આ સાથે તેમણે પોતાના ખેતરમાં નવી પદ્ધતિઓ અપનાવી અને બેંગ્લોરની એક કંપની સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં 10 એકર જમીનમાં સુપર ફૂડ ક્રોપ કિનોવાનું વાવેતર કર્યું. તેમણે કિનોવાના ઉત્પાદનમાંથી ઘણો નફો કર્યો. આ ઉપરાંત તે પોતાના પશુઓમાંથી લગભગ 120 લીટર દૂધનું ઉત્પાદન કરીને સારો એવો નફો કમાય છે. આ તમામ પધ્ધતિઓ જોઈને તેમને જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Viral: હિમ્મત સામે મોટુ કદ પણ કંઈ કામ નથી આવતું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ ફની વીડિયો

આ પણ વાંચો: Viral: દુકાનદારનો આ પ્રેન્ક વીડિયો લોકોને ખુબ આવ્યો પસંદ, તમે પણ હસવું નહીં રોકી શકો

Next Article