Success Story : ખેડૂતો માટે સારા સમાચાર, કૃષિ ક્ષેત્રમાં આવ્યો મોબાઈલ લેબોરેટરીનો નવો કન્સેપટ

|

Dec 21, 2021 | 8:33 AM

ભારત વિવિધ ક્ષેત્રમાં હરણફાળ વિકાસ કરી રહ્યું છે. કૃષિ વિભાગ પણ તેમાંથી બાકાત નથી. હાલમાં જ વિધાર્થીઓએ એક નવો જ કન્સેપટ શોધી કાઢ્યો છે.

Success Story : ખેડૂતો માટે સારા સમાચાર, કૃષિ ક્ષેત્રમાં આવ્યો મોબાઈલ લેબોરેટરીનો નવો કન્સેપટ
mobile laboratory ( File photo)

Follow us on

યુવા વર્ગની સમજ અને સુઝબુઝ જોઈને લાગી રહ્યું છે કે ભારતનું ભવિષ્ય હવે સુરક્ષિત હાથમાં છે. કહેવામાં આવે છે કે જે દેશમાં યુવાનોની સંખ્યા વધુ હોય તે દેશને પ્રગતિના પંથે આગળ વધતા કોઈ રોકી શકતું નથી. જો ભારતની વાત કરવામાં આવે તો અહીં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. કદાચ એટલે જ આજના સમયમાં ભારત(India) એકથી વધુ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.

આજના યુવાનો નવી વિચારસરણી સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે તેમની કમાણી પણ વધી રહી છે અને તેઓ ખેડૂતો માટે રોલ મોડલ બની રહ્યા છે. મોટી વાત એ છે કે યુવાનો ખેતીમાં અવનવા પ્રયોગો કરી રહ્યા છે. તેમાં તેઓ સફળ પણ થઈ રહ્યા છે. મધ્યપ્રદેશની (Madhya pradesh ) જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટીના (Jawaharlal Nehru Agricultural University) એક વિદ્યાર્થીએ પણ આવો જ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

વાસ્તવમાં મધ્યપ્રદેશના એક યુવકે ખેડૂતોની સમસ્યાઓ જાણી લઇ અને પછી તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આધુનિક ખેતીના યુગમાં ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કામોને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ જાય છે. ખેડૂતોની સૌથી મોટી સમસ્યા માટી પરીક્ષણ, પાકમાં રોગો અને ઉત્પાદનના વેચાણ માટે યોગ્ય ભાવ ન મળવાની છે. જેના કારણે ખેડૂતોને સમયસર ખેતી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખેડૂતોની સમસ્યાઓ
દેશના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ખેતી સાથે સંકળાયેલા ખર્ચની હોય છે કારણ કે આ બધા કામોમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ, બજારમાંથી બિયારણ ખરીદવાનો ખર્ચ આવે છે. આ સાથે ખેડૂતોને યોગ્ય સમયે સચોટ કૃષિ સલાહ મળતી નથી. જેના કારણે તેઓ ખેતી સારી રીતે કરી શકતા નથી. ઘણી વખત ખેડૂતો પાકમાં રોગને યોગ્ય રીતે ઓળખી શકતા નથી. જેના કારણે સમયસર તેની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી અને પાકને નુકસાન થાય છે.

આધુનિક ખેતીમાં માટી પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ ઘણા ખેડૂતો સમય અને અંતરને કારણે માટી પરીક્ષણ કરાવી શકતા નથી. જેના કારણે તેમની ઉપજને અસર થાય છે. જ્યારે તેઓ તેમના ઉત્પાદનોને બજારમાં લઈ જાય છે, ત્યારે તેમને સારા ભાવ મળતા નથી. આ રીતે ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વિદ્યાર્થીએ આ સૂચન આપ્યું હતું
આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ મોબાઈલ લેબ (mobile laboratory) બનાવી છે. તમને જણાવી દઈએ કે યુવાનોએ લેબ ટુ લેન્ડના કોન્સેપ્ટ પર કામ કર્યું છે. આ લેબમાં ખેડૂતની માટીનું પરીક્ષણ, પાકમાં રોગની ઓળખ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ડિઝાઈન તૈયાર કરનાર વિદ્યાર્થીએ જણાવ્યું કે લેબ હવે ખેડૂતોના ખેતરમાં પહોંચીને માટીનું પરીક્ષણ કરશે. તેનાથી ખેડૂતો જાણી શકશે કે તેમના ખેતરમાં કયા પોષક તત્વોની કમી છે. પાકમાં કયા રોગો અને જીવાતો હોય છે?

આ રીતે આ પ્રોજેક્ટ શરૂ થયો
ખેડૂતોની સમસ્યાઓને મૂળથી સમજવા માટે પહેલા તે વિદ્યાર્થીએ પોતાની એનજીઓ બનાવી અને ખેડૂતોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સમજવા લાગ્યા હતા. આ પછી વર્ષ 2018માં લેબ બનાવવાનું કામ શરૂ થયું. હવે આ લેબ ખેડૂતોને મદદ કરવા તૈયાર છે.

મીની સોઈલ લેબ કીટ દ્વારા ખેડૂતના ખેતરમાં 10 પ્રકારના ટેસ્ટ કરી શકાય છે. ખેતરનું pH લેવલ, તેમાં રહેલા ખનિજો જેવા કે નાઈટ્રોજન, ઝીંક, સલ્ફર, ફોસ્ફરસ વગેરે વિશેની માહિતી મેળવી શકાય છે. આનો ફાયદો એ થશે કે ખેડૂતને ખબર પડશે કે તેના ખેતરમાં કયા પૌષ્ટિક ખાતરની જરૂર છે. આ વિદ્યાર્થીઓએ જે રીતે આ કાર્ય કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. પહેલા તેમણે ખેડૂતોની સમસ્યા સમજ્યા અને પછી તેના પર કામ કર્યું. તેથી જ પરિણામ એટલું હકારાત્મક હતું.

આ પણ વાંચો : બ્રિટનના શીખ સાંસદે ગોલ્ડન ટેમ્પલ મુદ્દે એવું તે શું કહ્યું કે હંગામો મચ્યો? હવે થઇ રહી છે ચારેબાજુ ટીકા

આ પણ વાંચો : IND vs SA: ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સાઉથ આફ્રિકા ક્રિકેટે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

Next Article