સોયાબીનના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા બાદ તૂટ્યા, ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી

ખેડૂતોને સારા વરસાદ અને લણણી પહેલા ઊંચા ભાવની આશા હતી. તેઓ થોડા દિવસો માટે સોયાબીનના ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહે તેની રાહ જોઈ રહ્યા હતા જેથી મહેનત અને ખર્ચ બચી જાય અને સારી આવક મેળવી શકાય. પરંતુ અત્યારે આવું થતું હોય તેવું લાગતું નથી.

સોયાબીનના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા બાદ તૂટ્યા, ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 6:29 PM

મહારાષ્ટ્રમાં (maharashtra) સોયાબીનની ખેતી (Soyabean farming) કરતા ખેડૂતો (farmers) હાલ ચિંતિત છે. તેમની આશા ઠગારી નીવડી છે કારણ કે સોયાબીનના ભાવો 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ તૂટી ગયા છે. સોયાબીન મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ખરીફ સીઝનમાં બીજો સૌથી મહત્વપૂર્ણ પાક છે. ગત વર્ષે ઓછી ઉપજ અને વ્યાજબી ભાવ ન મળવાથી ખેડૂતો પહેલેથી જ પરેશાન હતા.

આ વખતે ખેડૂતો લણણી પહેલા સારા વરસાદ અને ઊંચા ભાવની આશા રાખતા હતા. તેઓ થોડા દિવસો માટે સોયાબીનના ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહે તેની રાહ જોઈ રહ્યા હતા જેથી મહેનત અને ખર્ચ બચી જાય અને સારી આવક મેળવી શકાય. પરંતુ અત્યારે આવું થતું હોય તેવું લાગતું નથી. હાલમાં સોયાબીનનો ભાવ 9-10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને 4-6,000 રૂપિયા પર આવી ગયો છે. સોયાબીનનો લઘુતમ ટેકાનો ભાવ (MSP) 3950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

10,000 થી 4000 રૂપિયા સુધી આવી ગયો ભાવ એક મીડિયા રિપોર્ટ અનુસાર, માત્ર એક સપ્તાહ પહેલા સોયાબીનનો ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. આર્તિયા સંગઠનના અતુલ સેનાદ કહે છે કે થોડા દિવસો માટે 9 થી 10 હજાર રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. પરંતુ હવે અચાનક સોયાબીનનો દર બજારમાં 4100 થી 4400 ની વચ્ચે આવી ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તેમણે કહ્યું કે સોયામીલની આયાત કરવાના સરકારના નિર્ણયને કારણે ભાવમાં અચાનક ઘટાડો થયો છે. કિંમતો વધુ નીચે આવે તેવી ધારણા છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવશે.

આ વખતે ખરીફ સિઝનમાં ખેડૂતોએ સોયાબીન વાવેતર વિસ્તારમાં વધારો કર્યો હતો. આ કારણોસર સોયાબીનના બિયારણની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો અને ભાવ લગભગ બમણા થઈ ગયા હતા. હવે લણણી પહેલા જ કિંમતોમાં આટલા તીવ્ર ઘટાડાથી દરેકને આશ્ચર્ય થાય છે.

‘ભાવમાં અચાનક ઘટાડો આશ્ચર્યજનક છે’ શેતકરી સંગઠનના પ્રમુખ અનિલ ઉનાવત કહે છે કે, “આ એક સામાન્ય ધારણા છે કે તાજેતરમાં 12 લાખ ટન સોયામીલની આયાત કરવાના નિર્ણયથી ભાવમાં ઘટાડો થયો છે. મરઘાંમાં ચારા તરીકે ઉપયોગમાં લેવાતા સોયામીલની માંગ આના કરતા ઘણી વધારે છે. આ એક મહિના જૂનો નિર્ણય છે અને જ્યારે સોયાબીનની કિંમત 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર આવી ત્યારે તેની અસર દેખાઈ હતી. જોકે, છેલ્લા બે દિવસમાં અચાનક ઘટાડો થવો આશ્ચર્યજનક છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ સમયે જે પાક આવી રહ્યા છે તેમાં ભેજનું પ્રમાણ વધારે છે. ભાવમાં ઘટાડા પાછળનું આ પણ એક કારણ છે. તે જ સમયે કેટલાક લોકો કહે છે કે કિંમત કૃત્રિમ રીતે ઘટાડવામાં આવી છે. ઘણી જગ્યાએ એવી સ્થિતિ છે કે સોયાબીન MSP કરતા ઓછા ભાવે ખરીદવામાં આવી રહી છે.

આ પણ વાંચો :દિલ્લીની રોહીણી કોર્ટમાં ગોળીબાર, જુઓ એક નહી, બે નહી, ત્રણ નહી……દશ રાઉન્ડ ફાયરનો વીડિયો

આ પણ વાંચો :કૃષિ ક્ષેત્રમાં બિઝનેસ આઈડિયા આપી સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">