વૈજ્ઞાનિકોએ કૃષિમાં ડિજિટલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા પર મૂક્યો ભાર, ઉત્પાદન વધશે આવક પણ થશે બમણી

|

Nov 27, 2021 | 2:52 PM

કૃષિમાં ડિજિટલ ઈન્ટેલિજન્સ એ સમયની જરૂરિયાત છે તેના પર ભાર મૂકતાં પ્રોફેસર રાજ ખોસલાએ જણાવ્યું હતું કે ડિજિટલ કૃષિ માટે જાહેર-ખાનગી ભાગીદારી જરૂરી છે અને તમામ કૃષિ કામગીરીને જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલાઈઝ કરી શકાય છે.

વૈજ્ઞાનિકોએ કૃષિમાં ડિજિટલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા પર મૂક્યો ભાર, ઉત્પાદન વધશે આવક પણ થશે બમણી
Drone (Symbolic Image)

Follow us on

બદલાતા સમય સાથે કૃષિને સ્માર્ટ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી કરીને કૃષિ (Agriculture) ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરી શકાય. તેથી, કૃષિને ડિજિટલ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નવી ટેકનોલોજી (Technology) વિકસાવવામાં આવી રહી છે. જેથી કરીને ખેતીમાં ખેડૂતો (Farmers)નો ખર્ચ ઘટાડી શકાય અને તેમની આવકમાં વધારો કરી શકાય.

 

કૃષિમાં ડિજીટલાઈઝેશન (Digitization)ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કૃષિમાં ડિજિટલ ઈન્ટેલિજન્સ એ સમયની જરૂરિયાત છે તેના પર ભાર મૂકતાં પ્રોફેસર રાજ ખોસલાએ જણાવ્યું હતું કે ડિજિટલ કૃષિ માટે જાહેર-ખાનગી ભાગીદારી જરૂરી છે અને તમામ કૃષિ કામગીરીને જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલાઈઝ કરી શકાય છે. જો આમાં સચોટ ઈનપુટ્સનો ઉપયોગ કરવામાં આવે તો તે કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

કૃષિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)પર ભાર

તેલંગાણા સ્ટેટ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PJTSAU)માં આયોજિત એક કાર્યક્રમમાં પ્રોફેસર જયશંકરે કૃષિ સંબંધિત ઘણી બાબતો વિશે માહિતી આપી હતી. સમગ્ર સત્ર દરમિયાન પ્રોફેસરે કૃષિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)નો ઉપયોગ કરીને ખેડૂતોની આવક વધારવા તેમજ ડિજિટલ સાધનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

 

કૃષિ યુનિવર્સિટીમાં ‘ફ્યુચર ઓફ એગ્રીકલ્ચરઃ બિગ ડેટા એનાલિટિક્સ એન્ડ પ્રિસિઝન એગ્રીકલ્ચર’ વિષય પર વ્યાખ્યાન આપતા પ્રોફેસર ખોસલાએ ખેતીની આવક વધારવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સક્ષમ ડિજિટલ સાધનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

 

કૃષિ મશીનો વિકસાવવા પર ભાર

આ પ્રસંગે મોરોક્કોના ડૉ. બ્રુનો ગેરાડ અને બેન ગ્યુરીરે ‘સંરક્ષણ કૃષિ – એક વૈશ્વિક પરિપ્રેક્ષ્ય’ પર પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું કે પરંપરાગત ખેતીને સંરક્ષણ કૃષિમાં રૂપાંતરિત કરવાથી કુદરતી સંસાધનોના સંરક્ષણમાં મદદ મળે છે જે આબોહવા સંબંધિત પાકના નુકસાનનો સામનો કરવામાં મદદ કરે છે.

 

નાના અને સીમાંત ખેડૂતો માટે ફાયદાકારક

કૃષિમાં ડિજિટલાઈઝેશનના મહત્વ પર ‘ડિજિટલ એગ્રીકલ્ચર ફોર સ્માર્ટ એગ્રીકલ્ચર’ પર મુખ્ય વક્તવ્ય આપતા. તેમણે કહ્યું કે “તાજેતરના દાયકાઓમાં ભારતમાં ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ વેગ પકડી રહ્યો છે. ડિજિટલ-એગ્રીટેક કૃષિ ઉત્પાદન, મૂડી લાભો, ઉપભોક્તા અને શાસન પ્રત્યેના અભિગમમાં મોટા ફેરફારને સમર્થન આપે છે.

 

આ પણ વાંચો: IND VS NZ: ન્યુઝીલેન્ડે કાનપુરમાં કર્યો જબરદસ્ત પલટવાર, વિલ યંગ-લેથમે કરી શ્રેયસ અય્યરની સદી ‘બેકાર’

 

આ પણ વાંચો: પેટ્રોલથી 27 રૂપિયા સસ્તુ છે આ શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ, કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી એન્જીનિયરે કર્યું તૈયાર

Published On - 9:18 pm, Fri, 26 November 21

Next Article