Tree cultivation: આ લાંબા ગાળાનું રોકાણ છે, જે ભવિષ્યમાં ખેડૂતોને બનાવી શકે છે સમૃદ્ધ
કૃષિ નિષ્ણાતો કહે છે કે કેટલાક વૃક્ષો વાવીને ખેડૂત ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે છે. આનાથી તેના જીવનધોરણમાં ઘણો સુધારો થશે. જો કે વૃક્ષારોપણ કરનારા ખેડૂતોમાં ધીરજની ખૂબ જરૂર છે. આ લાંબા ગાળાનું રોકાણ છે, જે ભવિષ્યમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકે છે.
Tree Farming Profit: ભારતમાં લગભગ અડધી વસ્તી ખેતી અને ખેતીકામ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, સરકાર માટે સૌથી મોટો પડકાર ખેડૂતોની આવક વધારીને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. સરકાર અને કૃષિ નિષ્ણાતો ખેડૂતો(Farmers)ને તેમના ઘર અને ખેતરોની આસપાસ નફાકારક વૃક્ષો વાવવાની (Tree Farming) સલાહ આપે છે. કૃષિ નિષ્ણાતો કહે છે કે કેટલાક વૃક્ષો વાવીને ખેડૂત ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે છે. આનાથી તેના જીવનધોરણમાં ઘણો સુધારો થશે. જો કે વૃક્ષારોપણ કરનારા ખેડૂતોમાં ધીરજની ખૂબ જરૂર છે. આ લાંબા ગાળાનું રોકાણ છે, જે ભવિષ્યમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકે છે.
ગમહારની ખેતી (Gmelina Arborea Tree)
આ વૃક્ષની વૃદ્ધિ ખૂબ જ ઝડપી છે. ઉપરાંત, તેના પાંદડાનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં થાય છે. એવું માનવામાં આવે છે કે તેના પાંદડા અલ્સર જેવી સમસ્યા સામે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તેના લાકડામાંથી અનેક પ્રકારના ફર્નિચર પણ બનાવવામાં આવે છે. ગમહરના એક એકરમાં 500 રોપા વાવી શકાય છે. જો ગમહાર વૃક્ષની ખેતીમાં ખર્ચની વાત કરીએ તો આમાં કુલ ખર્ચ 40-55 હજાર થાય છે. એક એકરમાં આ ઝાડમાંથી કુલ એક કરોડની કમાણી કરી શકાય છે.
ચંદનની ખેતી (Sandalwood Cultivation)
તમે ચંદનના ઝાડ કાપવા પર ઘણી ફિલ્મો જોઈ હશે. તે એટલું નફાકારક વૃક્ષ છે કે સરકારે વ્યક્તિગત રીતે તેના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં, તેની ખેતી કરતા ખેડૂતો તેનું લાકડું સરકારને જ વેચી શકે છે. ચંદનના એક એકરમાં અંદાજે 500 છોડ હોય છે. જો ચંદનના ઝાડની ખેતીમાં ખર્ચની વાત કરીએ તો આમાં કુલ ખર્ચ અંદાજે 40-60 હજાર સુધી આવે છે. સાથે જ જો ચંદનના ઝાડની ખેતીમાં કમાણી કરવાની વાત કરીએ તો એક ઝાડની કિંમત ઓછામાં ઓછી 50 હજાર જેટલી થાય છે. તમે એક એકરમાં 1 કરોડથી વધુની કમાણી કરી શકો છો.
સાગની ખેતી (Teak wood Farming)
સાગના લાકડાની ગુણવત્તા એટલી સારી છે કે તેની માંગ દિવસેને દિવસે વધી રહી છે. તેના લાકડાને ન તો ઉધઈ લાગે છે અને ન તો તે પાણીમાં બગડે છે. તેથી, તેના લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવામાં વધુ થાય છે. તેના 400 રોપા એક એકરમાં વાવી શકાય છે. એક વૃક્ષની અંદાજે કિંમત 40 હજાર છે. તે મુજબ, તમે 400 વૃક્ષોથી 1 કરોડ 20 લાખ સુધીની કમાણી કરી શકો છો.
નોંધ: ઉપરોક્ત બાબતોમાં જે પણ ખર્ચ કે નફો છે તે અંદાજે છે તેમજ કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો: Technology News: એક એપથી મેનેજ કરો મલ્ટીપલ Instagram એકાઉન્ટ, આ રહી સરળ રીત
આ પણ વાંચો: Viral: કૂતરાએ લાકડી વડે યુવતીની કરી ધોલાઈ, વાયરલ વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો