35 હજાર રૂપિયામાં આવે છે ગુચ્છામાંની એક દ્રાક્ષ, આખા ગુચ્છાની કિંમત સાંભળી ચોંકી જશો !

|

Dec 06, 2022 | 5:27 PM

આ દ્રાક્ષ જાપાનના ઈશીકાવામાં ઉગાડવામાં આવે છે. કદમાં તે અન્ય દ્રાક્ષ કરતાં 4 ગણી મોટી છે. ઉપરાંત, તે અન્ય દ્રાક્ષ કરતાં મીઠી અને રસદાર હોય છે. આ દ્રાક્ષ ખૂબ જ દુર્લભ છે. આ દ્રાક્ષના ગુચ્છામાંથી એક દ્રાક્ષની કિંમત 35 હજાર રૂપિયા હોય છે.

35 હજાર રૂપિયામાં આવે છે ગુચ્છામાંની એક દ્રાક્ષ, આખા ગુચ્છાની કિંમત સાંભળી ચોંકી જશો !
Ruby roman grapes
Image Credit source: Google

Follow us on

આ દ્રાક્ષ જાપાનના ઈશીકાવામાં ઉગાડવામાં આવે છે. કદમાં તે અન્ય દ્રાક્ષ કરતાં 4 ગણી મોટી છે. ઉપરાંત, તે અન્ય દ્રાક્ષ કરતાં મીઠી અને રસદાર હોય છે. આ દ્રાક્ષ ખૂબ જ દુર્લભ છે. આ દ્રાક્ષના ગુચ્છામાંથી એક દ્રાક્ષની કિંમત 35 હજાર રૂપિયા હોય છે. બજારમાં એક કિલો દ્રાક્ષનો ભાવ મહત્તમ રૂ. 100 પ્રતિ કિલો સુધી હોય શકે છે. આવી સ્થિતિમાં, જો તમને ખબર પડે કે દ્રાક્ષના ગુચ્છામાંથી માત્ર એક દ્રાક્ષની કિંમત લગભગ 35 હજાર રૂપિયા છે, તો શું તમે વિશ્વાસ કરી શકશો. જો કે, તે સાચું છે. વિશ્વમાં એક એવી દ્રાક્ષની જાત ઉપલ્બધ છે. ટેલર રિપોર્ટ અનુસાર, 26 દ્રાક્ષનો સમૂહ લગભગ 9 લાખ રૂપિયામાં મળે છે. દુર્લભ પ્રજાતિ હોવાને કારણે આ દ્રાક્ષ વેચવાને બદલે હરાજી કરવામાં આવે છે.

અન્ય દ્રાક્ષ કરતાં 4 ગણી મોટી

બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર આ દ્રાક્ષ રૂબી રોમન તરીકે ઓળખાય છે. તે ઇશિકાવા, જાપાનમાં ઉગાડવામાં આવે છે. કદમાં તે અન્ય દ્રાક્ષ કરતાં 4 ગણી મોટી છે. ઉપરાંત, તે અન્ય દ્રાક્ષ કરતાં મીઠી અને રસદાર હોય છે. આ દ્રાક્ષ ખૂબ જ દુર્લભ છે. આના એક ગુચ્છામાં 24-26 દ્રાક્ષ હોય છે. વર્ષ 2022 માં હરાજી દરમિયાન, તે 8.8 લાખ રૂપિયા સુધી વેચાઈ હતી. વર્ષ 2021માં પણ તેની કિંમત લગભગ એટલી જ રહી.

રૂબી રોમન દ્રાક્ષની ખેતી કેવી રીતે શરૂ થઈ?

ઇશિકાવાફૂડ વેબસાઇટ અનુસાર, જાપાનના ઇશિકાવામાં દ્રાક્ષના ખેડૂતોએ 1998માં પ્રીફેકચરલ એગ્રીકલ્ચરલ રિસર્ચ સેન્ટરને લાલ દ્રાક્ષની જાત વિકસાવવા કહ્યું હતું. 400 દ્રાક્ષના વેલા સાથે પ્રયોગ કરવામાં આવ્યો હતો. બે વર્ષ પછી આ વેલાઓ ફળ આપવા લાગ્યા. 400 વેલાઓમાંથી માત્ર 4માં જ લાલ દ્રાક્ષ મળી. તેમાં પણ એક જ જાત હતી જે ઉપયોગી હતી. હવે સંશોધકોની ટીમ દ્રાક્ષની આ પસંદગીની જાતની ખેતી કરે છે. દ્રાક્ષના રંગ, આકાર અને સ્વાદનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

2008થી હરાજી શરૂ થઈ હતી

બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં આ દ્રાક્ષને પહેલીવાર હરાજી માટે માર્કેટમાં ઉતારવામાં આવી હતી. 700 ગ્રામ દ્રાક્ષનો સમૂહ 910 યુએસ ડોલર એટલે કે લગભગ 64,800 રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ત્યારે ગુચ્છામાં દ્રાક્ષના એક દ્રાક્ષનો ભાવ રૂ. 1800 સુધી પહોંચી ગયો હતો. ત્યારે 2016 માં, 26 દ્રાક્ષનો ગુચ્છો 11,000 ડોલર એટલે કે 7,84,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

લક્ઝરી ગિફ્ટ આઈટમ તરીકે ઉપયોગ થાય છે

ઇશિકાવાફૂડ વેબસાઇટ અનુસાર, આ દ્રાક્ષમાં ઘણી બધી મીઠાસ અને રસ હોય છે. આ દ્રાક્ષની એક જ બાઈટ ખાવાથી મોંમાં રસ ભરાઈ જાય છે. તે જાપાનની લક્ઝરી ફ્લાવર વસ્તુઓની શ્રેણીમાં આવે છે. મોટા અને શુભ પ્રસંગો પર લોકો આ દ્રાક્ષને ભેટમાં આપે છે.

Next Article