ખેડૂતો આનંદો !!! દક્ષિણ ગુજરાતમાં 25મીથી વરસાદની આગાહી, રાજ્યમાં તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઘટશે

|

May 22, 2022 | 12:43 PM

હવામાન વિભાગના કહેવા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ(RAIN) પડશે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

ખેડૂતો આનંદો !!! દક્ષિણ ગુજરાતમાં 25મીથી વરસાદની આગાહી, રાજ્યમાં તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઘટશે
Symbolic Image

Follow us on

રાજયમાં (GUJARAT) વરસાદના આગમનની રાહ જોવાઇ રહી છે. આ વરસે ચોમાસું (Monsoon)કેવું રહેશે તેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વરસે હવામાન વિભાગના (Meteorological Department)જણાવ્યા પ્રમાણે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 મેના રોજ ગુજરાતમાં વરસાદનું (RAIN)આગમન થવાની સંભાવના છે. 25 મેના રોજ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી છે. ગુજરાતમાં વરસાદનું આગમન દક્ષિણ ગુજરાતથી (South Gujarat) થશે. અને, આ સાથે રાજયમાં હજુ આગામી 5 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. નોંધનીય છેકે રાજયમાં છેલ્લા 3 દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાયો છે. અને, હવે વરસાદની સિસ્ટમ રાજયમાં એક્ટીવ થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. જેથી થોડા દિવસોમાં જ વરસાદના અમીછાંટણા દક્ષિણ ગુજરાતમાં પડશે. આ સાથે તાપમાનનો પારો પણ 2થી 3 ડિગ્રી જેટલો ઘટશે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડશે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી રહેવાનો અંદાજ સેવવામાં આવ્યો છે.

ખાનગી હવામાન સંસ્થાની ચોમાસાની આગાહી

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

નોંધનીય છેકે હવામાનની આગાહી કરતી ખાનગી સ્કાયમેટ સંસ્થાના (Skymet Institute) જણાવ્યા પ્રમાણે આ વખતે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેશે. અને, સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજું મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણે રહેશે. અને તાપમાનમાં સામાન્ય વધારો અને ઘટાડો નોંધાતો રહેશે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થશે. અને આ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં આવતા-આવતા 10થી 15 જૂન થઇ જશે. અને 15-20 જૂન દરમિયાન રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે.

નૈઋત્યના ચોમાસાનું ભારતમાં આગમન થઇ ચુક્યું છે

હવામાન વિભાગ પ્રમાણે, ‘નૈઋત્યના ચોમાસાએ ભારતમાં (INDIA) આગમન થઇ ચુક્યું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.

Published On - 12:37 pm, Sun, 22 May 22

Next Article