Pulses Prices : સંગ્રહખોરી પર કડક થઈ સરકાર, નહીં વધવા દે દાળની કિંમતો

ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું છે કે, સરકાર કઠોળ અને અન્ય ખાદ્ય ચીજોના સંગ્રહખોરીને લઈને ઘણી કડક બની ગઈ છે. આવી સ્થિતિમાં કોઈ પણ વેપારીએ બજારમાં કૃત્રિમ અછત કે એવી કોઈ આશંકા ઊભી થાય તેવું કોઈ કામ કરવું જોઈએ નહીં.

Pulses Prices : સંગ્રહખોરી પર કડક થઈ સરકાર, નહીં વધવા દે દાળની કિંમતો
Pulses Prices
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 2:45 PM

સરકાર હવે દાળના ભાવને લઈને ઘણી સતર્ક બની ગઈ છે અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે કોઈપણ પ્રકારની સંગ્રહખોરીને સાંખી લેશે નહીં. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું છે કે સરકાર કઠોળ અને અન્ય ખાદ્ય ચીજોના સંગ્રહખોરીને લઈને ઘણી કડક બની ગઈ છે. આવી સ્થિતિમાં કોઈ પણ વેપારીએ બજારમાં કૃત્રિમ અછત કે એવી કોઈ આશંકા ઊભી થાય તેવું કોઈ કામ કરવું જોઈએ નહીં.

આ પણ વાંચો: ગોંડલમાં કમોસમી વરસાદને કારણે પાકને નુક્સાન, ખેડૂતો રડી પડ્યા, જુઓ Video

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને પાકને નુકસાન થવાની ભીતિ વધી ગઈ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન બાદ પુરવઠાની તંગી હોવાને કારણે ખરીફ કઠોળ અને તુવેરનો સંગ્રહ શરૂ થયો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કઠોળના ભાવ સ્થિર

અધિકારીઓ આગામી વર્ષના તુવેરના પાક પર પણ નજર રાખી રહ્યા છે, જો હવામાનશાસ્ત્રીઓની અલ નીનોની આગાહી સાચી પડે તો તેની અસર થઈ શકે છે. સ્થાનિક કઠોળની બાસ્કેટમાં તૂવેરનો હિસ્સો 13 ટકા છે. સેક્રેટરી રોહિત કુમાર સિંઘના જણાવ્યા અનુસાર, સરકારે સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવતા વેપારીઓ પર કડક કાર્યવાહી કર્યા પછી તૂવેરના ભાવ સ્થિર થયા છે. તેમણે કહ્યું કે હાલમાં સરકાર પાસે સારો સ્ટોક છે.

મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું હતું

એક અહેવાલ મુજબ, આયાતકારો મ્યાનમારમાં કઠોળનો સંગ્રહ કરી રહ્યા છે અને ભાવ વધારા વચ્ચે નફો કમાઈ રહ્યા છે. 27 માર્ચે, ગ્રાહક બાબતોના વિભાગે આયાતકારો, મિલરો, સ્ટોકિસ્ટો અને વેપારીઓ સાથે તુવેરના સ્ટોક પર દેખરેખ રાખવા માટે રાજ્ય સરકારો સાથે સંકલનમાં એક સમિતિની રચના કર્યા પછી, કઠોળ, ખાસ કરીને તૂવેરના ભાવમાં ઘટાડો થવા લાગ્યો.

કિંમતમાં 3% ઘટાડો

કૃષિ મંત્રાલયના એગમાર્કનેટ અનુસાર, હસ્તક્ષેપથી મહારાષ્ટ્રના અકોલામાં તુવેરની જથ્થાબંધ કિંમત લગભગ 3 ટકા ઘટીને રૂ. 8,700 પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે, એગમાર્કનેટના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી-માર્ચમાં જથ્થાબંધ મિલ-ગુણવત્તાવાળી તુવેરના ભાવમાં 12.1 ટકાનો વધારો થયો હતો, જેના કારણે સરકારે સ્ટોક ડિસ્ક્લોઝર ફરજિયાત કરવા માટે કહ્યુ હતું. સંગ્રહખોરી ન થાય તેના માટે સરકાર તૂવેર અને અડદના સ્ટોકના ખુલાસા પર કડક નજર રાખી રહી છે.

કેટલો છે સ્ટોક

કેન્દ્રના હસ્તક્ષેપથી, 21 એપ્રિલ સુધીમાં, 14,265 આયાતકારો, વેપારીઓ, મિલરો અને સ્ટોકિસ્ટોએ તેમના સ્ટોકમાં 507,303 ટન તૂવેરનો જથ્થો જાહેર કર્યો છે, જ્યારે એક મહિના પહેલા 12,850 લાભાર્થીઓ દ્વારા 96,593 ટનનો સ્ટોક કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2022-23 જુલાઈ-જૂન દરમિયાન તુવેરનું ઉત્પાદન 34 લાખ ટન (MT) થવાની ધારણા છે, જ્યારે કૃષિ મંત્રાલયે તેના બીજા એડવાન્સ અંદાજમાં આશરે 37 લાખ ટનનો અંદાજ મૂક્યો હતો.

જો કે, ઉદ્યોગને વર્ષ માટે ઉત્પાદન 2.7-2.8 મેટ્રિક ટન ઓછું રહેવાની ધારણા છે કારણ કે ઓક્ટોબરમાં મુશળાધાર વરસાદ મહારાષ્ટ્રમાં ઊભેલા તુવેરના પાકને નુકસાન પહોંચાડી શકે છે. સરકાર કહે છે કે ગભરાવાની જરૂર નથી, કેન્દ્ર પાસે 150,000 ટન તૂવેરનો સારો સ્ટોક છે.

કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

APMC ભાવ સમાચારએગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝસક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">