યોગ્ય ભાવે ખાતર આપવું એ સરકારની પ્રાથમિકતા, યુરિયા પર 3700 રૂપિયાની સબસિડી અપાઈ રહી છે : મનસુખ માંડવિયા

યોગ્ય ભાવે ખાતર આપવું એ સરકારની પ્રાથમિકતા, યુરિયા પર 3700 રૂપિયાની સબસિડી અપાઈ રહી છે : મનસુખ માંડવિયા
Minister of Chemicals and Fertilizers Mansukh Mandaviya (PC:PTI)

રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતમાં યુરિયાનો કુલ વપરાશ 325 લાખ મેટ્રિક ટન છે જ્યારે અહીં સ્થાનિક ઉત્પાદન 250 લાખ ટન છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Mar 30, 2022 | 1:02 PM

સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે ખેડૂતો(Farmers)ને યુરિયા (Urea)સહિત વિવિધ ખાતરો પર્યાપ્ત માત્રામાં અને યોગ્ય કિંમતે મળી રહે તે સુનિશ્ચિત કરવા તે પૂરો પ્રયાસ કરી રહી છે અને આ માટે તેઓ સબસિડીનો સંપૂર્ણ બોજ ઉઠાવી રહ્યા છે. રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya)એ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતમાં યુરિયાનો કુલ વપરાશ 325 લાખ મેટ્રિક ટન છે જ્યારે અહીં સ્થાનિક ઉત્પાદન 250 લાખ ટન છે. બાકીના 75 લાખ મેટ્રિક ટન વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે વિદેશમાં તેની કિંમત પ્રતિ બોરી 4000 રૂપિયા છે, જ્યારે ભારતમાં તેની કિંમત 266 રૂપિયાની આસપાસ છે. આ રીતે સરકાર યુરિયા પર લગભગ 3700 રૂપિયાની સબસિડી આપી રહી છે. ડાય એમોનિયમ ફોસ્ફેટ (DAP)ખાતરનો ઉલ્લેખ કરતાં માંડવિયાએ કહ્યું કે તેના પર પ્રતિ થેલી 2650 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે કે ભાવ વધારાનો બોજ ખેડૂતો પર ન પડે, તેથી સબસિડીનો સંપૂર્ણ બોજ તેઓ ઉઠાવી રહ્યા છે.

સરકારને છે સમગ્ર દેશના ખેડૂતોની ચિંતા

પ્રશ્નકાળ દરમિયાન જ, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ભગવંત ખુબાએ જણાવ્યું હતું કે કેન્દ્ર તમામ રાજ્યોને સમાન દરે ખાતર આપે છે અને કિંમતોને લઈને રાજ્યો સાથે કોઈ ભેદભાવ નથી. તેમણે કહ્યું કે ભારત સરકાર સમગ્ર દેશના ખેડૂતોના હિતની ચિંતા કરે છે અને તે યોગ્ય ભાવે અને પૂરતા પ્રમાણમાં ખાતર આપવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે ભારતમાં યુરિયાની કિંમત 266.70 રૂપિયા પ્રતિ થેલી છે, જ્યારે પાકિસ્તાનમાં 800 રૂપિયા, ઈન્ડોનેશિયામાં 600 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા, બાંગ્લાદેશમાં 719 રૂપિયા, અમેરિકામાં 3060 રૂપિયા અને બ્રાઝિલમાં 3600 રૂપિયા છે.

છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં ખાતરના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અને બાકી રહેતું હતું તે રશિયા-યુક્રેન યુદ્ધે પુરૂ કર્યું. બિઝનેસ લાઇનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધને કારણે પુરવઠા પર અસર પડી છે અને ખાતરના ભાવમાં 43 ટકાનો વધારો થયો છે. એવી આશંકા છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ભાવમાં વધુ વધારો શક્ય છે. આના કારણે ઘઉં, મકાઈ અને સોયાબીન જેવા પાકોના ભાવમાં ભારે વધારો થઈ શકે છે, જે ખાદ્ય સુરક્ષાને અસર કરશે.

આ પણ વાંચો: પાંચ વર્ષમાં ખુલશે દુનિયાની પહેલી સ્પેસ હોટેલ, સામાન્ય લોકો પણ અવકાશની સફરની માણી શકશે મજા

આ પણ વાંચો: ખેડૂતો માટે સરકાર લોન્ચ કરશે સુપર એપ, એક જ જગ્યાએ મળશે તમામ સુવિધાઓ


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati