PM Kisan Yojana: જો તમને જોવા મળી રહ્યો છે આ મેસેજ તો પરત આપવા પડશે PM કિસાન યોજનાના પૈસા, આ રીતે કરો ચેક

|

Jun 26, 2022 | 10:15 AM

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ અથવા PM-કિસાન એ કેન્દ્ર સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના છે જે દરેક પાત્ર ખેડૂત અને તેના પરિવારને વાર્ષિક રૂ. 6,000 પ્રદાન કરે છે.

PM Kisan Yojana: જો તમને જોવા મળી રહ્યો છે આ મેસેજ તો પરત આપવા પડશે PM કિસાન યોજનાના પૈસા, આ રીતે કરો ચેક
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana)નો 11મો હપ્તો આપવામાં આવ્યો છે. ત્યારે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં આ યોજનાનો ખોટો લાભ લેવામાં આવ્યો હતો. સરકાર આ લોકો સામે કડક પગલાં લઈ રહી છે. ભૂતકાળમાં આવા લોકોને નોટિસ પણ મોકલવામાં આવી છે. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ અથવા PM-કિસાન (PM Kisan) એ કેન્દ્ર સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના છે જે દરેક પાત્ર ખેડૂત અને તેના પરિવારને વાર્ષિક રૂ. 6,000 પ્રદાન કરે છે. દર વર્ષે એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચમાં ત્રણ હપ્તામાં નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પીએમ કિસાન યોજના ડિસેમ્બર 2018 માં નરેન્દ્ર મોદી સરકાર હેઠળ આવા ખેડૂત (Farmers) પરિવારોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી.

શું પીએમ કિસાન યોજનાના હપ્તા પરત કરવા પડશે?

તમે ઓનલાઈન માધ્યમથી પણ ચેક કરી શકો છો કે તમારે પૈસા પરત કરવાના છે કે નહીં. આ માટે, તમે ફાર્મર કોર્નર પર રિફંડ ઓનલાઈનનો વિકલ્પ જોશો. અહીં ક્લિક કરવાથી એક પેજ ખુલશે. અહીં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો. આ પછી, અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. પછી કેપ્ચા કોડ દાખલ કરો અને ‘ગેટ ડેટા’ પર ક્લિક કરો. જો તમે સ્ક્રીન પર ‘You are not eligible for any refund amount’ એવો સંદેશ જોશો, તો તમારે પૈસા પાછા આપવાના રહેશે નહીં. જો રિફંડની રકમનો વિકલ્પ બતાવવામાં આવે છે, તો સમજી લો કે તમને કોઈપણ સમયે રિફંડ નોટિસ મળી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

E-KYC પણ ફરજિયાત

E-KYC 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. તાજેતરમાં, એક સૂચના જાહેર કરીને, સરકારે ખેડૂતોને ઇ-કેવાયસીની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. જે ખેડૂતો ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તેઓ આગામી હપ્તાથી વંચિત રહી શકે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ દર ચહર મહિને 2-2 હજાર રૂપિયાના અંતરાલમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

Next Article