PMFBY: પાક વીમા યોજના હેઠળ નોંધણી કરાવનારા ખેડૂતોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો, જાણો શું છે કારણ ?

|

Nov 22, 2021 | 4:32 PM

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ખરીફ સિઝન 2018માં 2.16 કરોડ ખેડૂતોએ PMFBY હેઠળ નોંધણી કરાવી હતી, જે ખરીફ સિઝન 2021માં ઘટીને 1.50 કરોડ થઈ ગઈ છે.

PMFBY: પાક વીમા યોજના હેઠળ નોંધણી કરાવનારા ખેડૂતોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો, જાણો શું છે કારણ ?
Farmer (File Photo)

Follow us on

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) હેઠળ નોંધણી કરાવનારા ખેડૂતોની (Farmers) સંખ્યામાં 2021માં ખરીફ સિઝન 2018ની સરખામણીમાં લગભગ 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ખરીફ સિઝન 2018માં 2.16 કરોડ ખેડૂતોએ PMFBY હેઠળ નોંધણી કરાવી હતી, જે ખરીફ સિઝન 2021માં ઘટીને 1.50 કરોડ થઈ ગઈ છે. આમ, 2018 થી 2021ની ખરીફ સીઝન દરમિયાન, યોજના હેઠળ નોંધણી કરાવનારા ખેડૂતોની સંખ્યામાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે.

મંત્રાલયના ડેટા અનુસાર, ખરીફ સીઝન 2019 માં, બે કરોડ ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ (PMFBY) નોંધણી કરાવી હતી, જ્યારે 2020 માં, 1.67 કરોડ ખેડૂતોએ આ યોજનામાં નોંધણી કરાવી હતી. રવી સિઝન 2018માં 1.46 કરોડ ખેડૂતોએ PMFBY યોજનામાં નોંધણી કરાવી હતી જ્યારે 2019માં 96.60 લાખ ખેડૂતો અને રવિ સિઝન 2020માં 99.95 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી.

લોન લેનાર ખેડૂતોની સંખ્યા વધી રહી છે
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) 2016-17માં જૂની પાક વીમા યોજનાઓમાં સુધારા સાથે શરૂ કરવામાં આવી હતી. રવી સિઝન 2018 અને ખરીફ સિઝન 2020માં આ યોજનાની કાર્યકારી માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ખેડૂતો સુધી યોજનાનો લાભ સમયસર પહોંચવાનો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મંત્રાલયના જણાવ્યા અનુસાર, 21 ઓક્ટોબર, 2021ના ડેટા અનુસાર, ખરીફ સિઝન 2018માં લોન લેનારા ખેડૂતો પાસેથી 2.04 કરોડ અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લોન ન લેનારા ખેડૂતો પાસેથી 1.15 કરોડ અરજીઓ મળી હતી. ખરીફ સીઝન 2019 માં, લોન લીધેલ ખેડૂતો પાસેથી 2.38 કરોડ અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને લોન ન લીધી હોય તેવા ખેડૂતો પાસેથી 1.68 કરોડ અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

વર્ષ 2020 માં, લોન લેનારા ખેડૂતો પાસેથી 2.68 કરોડ અરજીઓ અને 1.42 કરોડ અરજીઓ લોન ન લેનારા ખેડૂતો પાસેથી પ્રાપ્ત થઈ હતી અને ખરીફ સિઝન 2021 માં, લોન લેનારા ખેડૂતો પાસેથી 3.74 કરોડ અરજીઓ અને 1.23 કરોડ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિ સિઝન 2018માં લોન લેનારા ખેડૂતો પાસેથી 1.33 કરોડ અરજીઓ મળી હતી, જ્યારે રવી સિઝન 2019માં 1.31 કરોડ અને 2020માં 1.23 કરોડ અરજીઓ મળી હતી.

આ યોજનામાં ન જોડાવા પાછળ મહત્વનું એક કારણ છે કે દાવા સામે યોગ્ય અને સમયસર વળતર મળતું નથી. આ સાથે જ યોજનામાં કરવામાં આવેલા નવા સુધારા મૂજબ લોન લેનારા ખેડૂતો માટે આ યોજનામાં જોડાવાનો નિયમ મરજીયાત કરવામાં આવ્યો છે. તેથી ખેતી માટે લોન લેનારા ખેડૂતો જો ઈચ્છે તો જ વીમો લઈ શકે છે. નિષ્ણાંતો માને છે કે, કુદરતી આફતોથી પાકને નુકશાન થાય છે તે સમયે આ પાક વીમા દ્વારા વળતર ચૂકવવામાં આવે છે જે ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, તેથી પાક વીમો કરાવવો જોઈએ.

 

આ પણ વાંચો : બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

આ પણ વાંચો : સરસવના ભાવમાં સતત વધારો, તેલીબિયાંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 305 રૂપિયા અને તેલમાં 470 રૂપિયાનો વધારો

Next Article