PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ખેડૂતો માટે જે પણ જરૂરી છે તે કરીશું, હવે ડ્રોનથી થશે ખેતરમાં યુરિયાનો છંટકાવ

|

May 28, 2022 | 5:55 PM

પીએમ મોદીએ (PM Modi) જણાવ્યું હતું કે નેનો યુરિયાની લગભગ અડધો લિટર બોટલ ખેડૂતની એક બોરી યુરિયાની જરૂરિયાત પૂરી કરશે. સાથે જ તેમણે કહ્યુ કે હવે ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં યુરિયાનો છંટકાવ કરી શકાશે.

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ખેડૂતો માટે જે પણ જરૂરી છે તે કરીશું, હવે ડ્રોનથી થશે ખેતરમાં યુરિયાનો છંટકાવ
Agriculture Drone Technology

Follow us on

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદી(PM Narendra Modi) ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સહકારીતા સંમેલનમાંથી ક્લોલના ઈફફો (IFFCO) ખાતે ઉત્પાદિત દેશના પ્રથમ નેનો યુરિયા (Nano Urea Plant) પ્લાનટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેનો યુરિયાની લગભગ અડધો લિટર બોટલ ખેડૂતની એક બોરી યુરિયાની જરૂરિયાત પૂરી કરશે. સાથે જ તેમણે કહ્યુ કે હવે ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં યુરિયાનો છંટકાવ કરી શકાશે. ખેડૂતોની સુવિધા માટે નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ગુજરાતના માણસામાં ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો.

કૃષિ ડ્રોન ટેક્નોલોજીના સફળ ઉપયોગ બાદ ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે આ નવા ભારતની ખેતી છે. નેનો યુરિયા એગ્રીકલ્ચર ડ્રોન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા નવીનતા અને ટેકનોલોજી પર ભાર મૂક્યો છે. માણસા, ગાંધીનગરમાં IFFCO દ્વારા કૃષિ ડ્રોન દ્વારા ઉત્પાદિત પ્રવાહી નેનો યુરિયાનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તેનાથી કૃષિ ઉપજમાં વધારો થશે.

કૃષિ ડ્રોન ટેકનોલોજી શું છે

જો ખેતરોમાં ખાતર છાંટવામાં આવે તો તેના માટે ખેડૂતે ખેતરમાં જવું પડે છે. આ સાથે આવા કોઈપણ ખાતરને હાથ વડે છાંટવામાં આવે છે. કેટલીકવાર ખાતરોનું અસમાન વિતરણ થાય છે. એગ્રીકલ્ચર ડ્રોન ટેક્નોલોજી દ્વારા ડ્રોનમાં લિક્વિડ યુરિયા ભરવામાં આવે છે. આ સાથે ડ્રોનને એક નિશ્ચિત ઉંચાઈ પર લઈ જવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઊંચાઈવાળા સ્થળોએ વધુ ફાયદાકારક

કૃષિ નિષ્ણાતોના મતે, ઘણી વખત સીડી જેવા ખેતરોમાં બિયારણ પહોંચાડવાનું કામ પણ આ કૃષિ ડ્રોન ટેક્નોલોજીથી કરી શકાય છે. આ સાથે આ ખેતરોમાં યુરિયાનો છંટકાવથી પણ ઘણો ફાયદો થશે અને ખેડૂતોને કપરા ચઢાણ પણ ઓછા કરવા પડશે.

ખેડૂતોને ફાયદો થશે

ખેડૂત જ્યારે ખેતરોમાં યુરિયાનો છંટકાવ કરવા જાય છે, ત્યારે ઘણી વખત તેને પાણી ભરાયેલા અથવા કીચડવાળા ખેતરોમાં ઉતરવું પડે છે. કૃષિ ડ્રોન ટેક્નોલોજીના આગમનથી, ખેડૂતોને આવા કોઈ ખેતરમાં ઉતરવું પડશે નહીં, જેનાથી તેમને આરામ મળશે અને સરળતાથી કામ થશે. એવું બને છે કે કાદવમાં વધુ પડતા રહેવાથી ઘણી વખત ખેડૂતોના પગના તળિયા બગડે છે અને તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે. આ નવી ટેક્નોલોજીથી ખેડૂતો આવી મુશ્કેલીઓમાંથી બચી જશે.

Next Article