AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને આપવામાં આવે છે 2000 રૂપિયાની સહાય

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15 માં હપ્તા માટે ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. જો કોઈ ખેડૂતો આ નહીં કરો તો યોજનાના લાભથી વંચિત રહી શકો છો. આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.

જાણો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને આપવામાં આવે છે 2000 રૂપિયાની સહાય
PM Kisan Scheme
| Updated on: Nov 09, 2023 | 8:06 PM
Share

કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એક વર્ષ દરમિયાન કુલ 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા અત્યાર સુધીમાં સરકાર દ્વારા કુલ 14 હપ્તા ખેડૂતોને તેના બેંક ખાતામાં આપવામાં આવ્યા છે. હવે ખેડૂતો 15 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

15 મો હપ્તો 12 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે

આ 15 માં હપ્તાના 2,000 રૂપિયા થોડા દિવસોમાં જ ખેડૂતોને આપવામાં આવી શકે છે. મીડિયા રીપોર્ટ અનુસાર, ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિનો હપ્તો 12 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે છે. પરંતુ સત્તાવાર આ બાબતે કોઈ સમાચાર સામે આવ્યા નથી. તેથી જે ખેડૂતો યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમને ઓફિશિયલ પોર્ટલ પર જઈને યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવી જોઈએ.

ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15 માં હપ્તા માટે ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. જો કોઈ ખેડૂતો આ નહીં કરો તો યોજનાના લાભથી વંચિત રહી શકો છો. આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.

ટોલ ફ્રી નંબર પર કરો સંપર્ક

ખેડૂતોને આ યોજનાને લગતી કોઈપણ સમસ્યા હોય કે મુશ્કેલી આવે તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 155261 / 011-24300606 પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો : ખેડૂતોને રવિ પાકના બિયારણ સસ્તા ભાવે મળશે, જાણો કેવી રીતે તેની ખરીદી કરી શકાશે

ખેડૂતો પોતાનું નામ આવી રીતે લાભાર્થીની યાદીમાં ચેક કરી શકે

  1. સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  2. ત્યારબાદ હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’ પર ક્લિક કરો.
  3. હવે Beneficiary List લિંક પર ક્લિક કરો.
  4. ક્લિક કર્યા બાદ એક વેબપેજ ઓપન થશે.
  5. તેમાં તમારું રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  6. સબમિટ કર્યા બાદ તમને એક લિસ્ટ દેખાશે.
  7. આ લિસ્ટમાં તમારું નામ ચેક કરો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">