PM Kisan: eKYC ની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ, OTP નહિ પણ આધાર સાથે પ્રક્રિયા પૂર્ણ થશે

|

Apr 12, 2022 | 4:56 PM

PM Kisan Scheme: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આધાર OTP દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયાને હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ખેડૂતો આ કામ માત્ર આધાર બાયોમેટ્રિક દ્વારા જ કરાવી શકશે.

PM Kisan: eKYC ની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ, OTP નહિ પણ આધાર સાથે પ્રક્રિયા પૂર્ણ થશે
Symbolic Image

Follow us on

દેશના 12 કરોડ ખેડૂતો (Farmers) માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi) હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે છેલ્લી તારીખ બીજી વખત વધારવામાં આવી છે. 11મા હપતાની (PM Kisan 11th Installment) રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આધાર OTP દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયાને હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

હવે ખેડૂતો આ કામ માત્ર આધાર બાયોમેટ્રિક દ્વારા જ કરાવી શકશે. PM કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો નજીકના CSC કેન્દ્ર પર જઈને આધાર બાયોમેટ્રિક દ્વારા e-KYC કરાવી શકે છે.

છેલ્લી તારીખ બીજી વખત લંબાવવામાં આવી

થોડા સમય પહેલા ખેડૂતો આધારમાં આપેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકતા હતા, પરંતુ સરકારે તેને રોકી દીધું છે. હવે ખેડૂતોએ સીએસસી સેન્ટરની મુલાકાત લેવી પડશે અને બાયોમેટ્રિક દ્વારા ઇ-કેવાયસી કરાવવું પડશે. કૃષિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 10 એપ્રિલ, 2022 સુધી 50 લાખથી વધુ ખેડૂતોએ CSC સેન્ટર દ્વારા ઇ-KYC અપડેટ કરાવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પીએમ કિસાન યોજના હેઠળ લગભગ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે. અત્યાર સુધી મોટી સંખ્યામાં ખેડૂતો e-KYC અપડેટ કરી શક્યા નથી. આ જ કારણ છે કે પ્રથમ વખત છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 22 મે કરવામાં આવી હતી, જેને ફરી એકવાર લંબાવવામાં આવી છે. હવે ખેડૂતો 31 મે 2022 સુધીમાં ઈ-કેવાયસી કરાવી શકશે.

ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, નોંધાયેલા ખેડૂતોને બે હજાર રૂપિયાના સમાન ત્રણ હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના પર થતા ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે અને બજેટમાં આ માટે કૃષિ મંત્રાલયને અલગ ફંડ બહાર પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 10 હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. લગભગ 12 કરોડ ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Success Story: લો બોલો જમીનની નીચે નહીં પણ હવામાં બટાકાની ખેતી ! સુરતના આ વ્યક્તિએ કરી કમાલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Next Article