PM Fasal Bima Yojana : આ યોજનાનો લાભ લેવા ખેડૂતો ઝડપથી રજીસ્ટ્રેશન કરાવે, છેલ્લી તારીખ છે 31 જુલાઈ

|

Jul 02, 2021 | 2:36 PM

PMFBY : ધ્યાનમાં રાખો કે છેલ્લી તારીખ માટે ભલે એક મહિનો બાકી છે, પરંતુ તમારે પાક વાવણીના 10 દિવસની અંદર જ યોજનામાં જોડાવું પડશે.

PM Fasal Bima Yojana : આ યોજનાનો લાભ લેવા ખેડૂતો ઝડપથી રજીસ્ટ્રેશન કરાવે, છેલ્લી તારીખ છે 31 જુલાઈ
પાક વીમો લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે

Follow us on

ખરીફ સીઝનના (Kharif Season) પાક જેવા કે ડાંગર, મકાઈ, બાજરી, કપાસ વગેરે માટે પાક વીમો (Crop Insurance) લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. એટલે હવે તેના માટે તમારી પાસે ફક્ત થોડા દિવસ જ બાકી છે. ધ્યાનમાં રાખો કે છેલ્લી તારીખ માટે ભલે એક મહિનો બાકી છે, પરંતુ તમારે પાક વાવણીના 10 દિવસની અંદર યોજનામાં જોડાવું પડશે.

મહત્વની વાત એ છે કે સરકારે હવે પીએમ ફસલ બીમા યોજનાને (PM Fasal Bima Yojana) સ્વૈચ્છિક બનાવી છે. જો તમે ઇચ્છો તો જ તેનો લાભ આપવામાં આવશે, જ્યારે પહેલા આ પ્રકારે નહોતું. ખાસ કરીને જે ખેડૂતો (Farmers) કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધરાવતા હતા તઓને તેમાં ફરજીયાત સામેલ કરવામાં આવતા હતા અને તેમની લોનની રકમમાંથી પ્રીમિયમ કાપવામાં આવતું હતું. તમારે 24 જુલાઈ સુધીમાં બેંકને કહેવું પડશે કે તમારે પાક વીમાની જરૂર નથી. આ માટે બેંક તમારી પાસેથી લેખિત અરજી લેશે.

જો કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ ખેતી માટે લોન લેતા ખેડૂત યોજનાનો લાભ લેવા માંગતા નથી અને તેની જાણ બેંકને અરજી દ્વારા નહીં કરે, તો બેંક ખેડૂતના પાકનો વીમો લેવા માટે અધિકૃત રહેશે. જે ખેડૂતોએ સરકારી લોન લીધેલ નથી તેઓએ ગ્રાહક સેવા કેન્દ્ર અથવા વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી તેમના પાકનો વીમો કરાવી શકે છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

જો તમે પહેલાથી જ આયોજન કરેલા પાકને બદલવા માંગતા હોય તો તે પણ શક્ય છે. ખેડૂતે પાકની બદલી માટે બેંકને છેલ્લા તારીખના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં એટલે કે 29 જુલાઇ સુધીમાં જાણ કરવાની રહેશે. આ યોજનાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ અધિકારીઓ અને સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે.

વીમા કંપનીઓએ ખેડૂતોની મદદ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમના કર્મચારીઓની નિમણૂક કરી છે. યોજના અંતર્ગત ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિઓની રચના કરવામાં આવી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સ્તરે યોજનાની શરૂઆત (13 જાન્યુઆરી 2016) થી ડિસેમ્બર -2020 સુધીમાં, ખેડૂતોએ લગભગ 19 હજાર કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું, જેના બદલામાં તેમને લગભગ દાવાના રૂપમાં 90 હજાર કરોડ રૂપિયા મળ્યા હતા.

Next Article