કપાસના પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ માટે આ બાબતો જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

|

Jul 28, 2022 | 8:13 AM

બદલાતા વાતાવરણ અને વરસાદને કારણે હવે પાક પર ગુલાબી ઈયળ (Pink Bollworm)નો હુમલો થયો છે. ગુલાબી ઈયળ કપાસના પાક માટે દુશ્મન છે. તેનાથી કપાસના ઉત્પાદન પર ચોક્કસપણે અસર થશે.

કપાસના પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ માટે આ બાબતો જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન
Cotton
Image Credit source: Tv9 Digital

Follow us on

ભાવમાં થયેલા વિક્રમી વધારાને કારણે આ વર્ષે કપાસ (Cotton)ના વાવેતર વિસ્તારમાં વધારો થવાનો અંદાજ હતો તે વાત પણ સાચી સાબિત થઈ છે. રાજ્યમાં ખેડૂતોએ કપાસનું મોટા પાયે વાવેતર કર્યું છે, પરંતુ બદલાતા વાતાવરણ અને વરસાદને કારણે હવે પાક પર ગુલાબી ઈયળ (Pink Bollworm)નો હુમલો થયો છે. ગુલાબી ઈયળ કપાસના પાક માટે દુશ્મન છે. તેનાથી કપાસના ઉત્પાદન પર ચોક્કસપણે અસર થશે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કપાસના પાકને જીવાતોના ઉપદ્રવને કારણે નુકસાન થઈ રહ્યું છે. ગુલાબી ઈયળએ માત્ર કપાસ જ નહીં પરંતુ અન્ય પાકો પણ જોખમમાં મૂક્યા છે. તેને પિંક બોલવોર્મ પણ કહેવામાં આવે છે. જેના કારણે કપાસના વાવેતરમાં ઘટાડો થયો હતો. પરંતુ, બે વર્ષથી મળતા સારા ભાવે ખેડૂતોનો તેના પ્રત્યેનો મોહ વધાર્યો હતો.

આ વર્ષે દેશમાં વિક્રમજનક 126 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થવાની સંભાવના છે. જેમાંથી 15 જુલાઈ સુધી 102.8 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચૂકી છે. ગયા વર્ષે, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન જેવા કપાસ ઉત્પાદક રાજ્યોમાં ગુલાબી ઈયળનો હુમલો થયો હતો. બે વર્ષથી ગુલાબી ઈયળના કારણે ખેડૂતો કપાસ સિવાયના અન્ય પાક તરફ વધુ વળ્યા હતા. ઓછી વાવણીના કારણે ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. પરંતુ આ વિક્રમી કિંમતે તેમને તેની ખેતીને આવરી લેવાની જગ્યા વધારવાની ફરજ પાડી છે.

ગુલાબી ઈયળનો ઉપદ્રવ અને ફેલાવાના કારણો

પાક લઈ લીધા બાદ જ્યારે નુકસાન પામેલા જીંડવાની અંદર આ ઈયળો સુષુપ્ત અવસ્થામાં જમીનની અંદર પડી રહે છે અને બીજા વર્ષ જ્યારે તેને અનૂકુળ વાતાવરણ મળતા તે કોશેટામાં ફેરવાય છે અને તેમાંથી પુખ્ત ફુદીઓ બહાર આવે છે જે નવા ઈંડા મુકવાનું કામ કરે છે. તેમજ જ્યારે કપાસના પાકની સાંઠીઓને ખેતરના ફરતે અથવા આજુબાજુ શેઢા પાળા પર ઢગલા કરવામાં આવે છે તેમાં સુષુપ્ત અવસ્થામાં ઈયળો પડી રહે છે જ્યારે વાતાવરણ અનુકુળ બને ત્યારે તે ફરી પોતાનું જીવનચક્ર શરૂ કરી દે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અહીં મનમાં સવાલ એ થાય કે જ્યારે કપાસનો પાક ન હોય ત્યારે ? ત્યારે આ ઈયળ જંગલી ભીંડો કહેવાતા છોડ પર પોતાનું જીવનચક્ર યથાવત રાખે છે. તેમજ વહેલા વાવેલા કપાસ એટલે કે આગોતરા કપાસના વાવેતરમાંથી પાછતરા એટલે કે મોડા વાવેતરમાં પણ ઘણીવાર આ જીવાત ફેલાય છે. આ ઈયળ નુકસાનગ્રસ્ત જીંડવા અને બીજમાં પણ જોવા મળે છે ત્યારે આ જીંડવા ખેતરના શેઢા પાળીએ ફેંકવામાં આવે છે ત્યારે તેમાં સુષુપ્ત અવસ્થામાં રહેલ ઈયળોને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે કોશેટામાં ફેરવાય છે તેમજ તેમાંથી નીકળતા ફુદાઓ તેમનું જીવનચક્ર શરુ રાખે છે.

કપાસની પાછલી અવસ્થાએ ખેડૂતો ખાસ બહું દવા છાંટતા નથી તેથી એ સમયગાળા દરમિયાન આ ઈયળનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ત્યારે અહીં સૌથી મુશ્કેલ બાબત એ છે કે આ જીવાતનો ઉપદ્રવ જીંડવાની અંદર થતો હોય છે જેની ખેડૂતોને ખબર સુધા હોતી નથી અને જ્યારે ખબર પડે ત્યારે ઘણું મોડુ થઈ જતું હોય છે. પિયત વિસ્તારમાં લાંબા સમય સુધી ખેતરોમાં કપાસનો પાક ઉભો રહેતો હોય છે જેથી આ ઈયળ પોતાનું જીવનચક્ર ચાલુ રહે છે.

ગુલાબી ઈયળનું નિયંત્રણ

કૃષિ નિષ્ણાંતો અનુસાર ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આ ઉપાય કરી શકાય છે જેમાં જ્યારે કપાસની છેલ્લી વીણી કરી લેવામાં આવે ત્યારે ખેતરમાં ઘેટા-બકરા ચરાવવા તથા કપાસનો પાક પુરો થઈ જાય ત્યાર બાદ તેની સાંઠીઓને ખેતરની આસપાસ અથવા શેઢા પાળીઓ ઉપર ઢગલા અથવા વાડ ન કરતા તેનો બાળીને નાશ કરવો. જ્યારે કપાસનો પાક ઉભો હોય ત્યારે ફુદાને અટકાવવા ફેરોમેન ટ્રેપ લગાવવા. તેમજ કપાસનો જે પાછોતરો ફાલ આવે છે તે લેવાનું ટાળવું જોઈએ.

ખેતરના આસપાસ જો ક્યાંક જંગલી ભીંડો દેખાય તો તેનો પણ નાશ કરવો તેમજ વધારે પડતું વહેલું વાવેતર ન કરવું જોઈએ. સમયસર વાવેતર કરવું તેમજ વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું હિતાવહ છે તેમજ ખોટું બિન જરૂરી પિયત ન આપવું જોઈએ. અહીં નિષ્ણાંતો દ્વારા ફેરોમેન ટ્રેપ લગાવાની ભલામણ કરવામાં આવે છે જેમાં ટ્રેપમાં 8 થી 10 ફુંદા પકડાય ત્યાર બાદ રાસાયણિક દવાનો છંટકાવ ભલામણ મુજબ કરવો જોઈએ.

Published On - 5:11 pm, Wed, 27 July 22

Next Article