આ ફ્લાવર કોબીની ખેતીમાં છે ઓછા રોકાણમાં વધુ નફો, જાણો તેની વિશેષતા

|

Jan 25, 2022 | 2:41 PM

આ નારંગી રંગની કોબી (Brassica oleracea) જે કેનેડિયન મૂળની શાકભાજી છે. જેમાં પોષણયુક્ત Nutritional પણ છે અને નવા પાકના ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે.

આ ફ્લાવર કોબીની ખેતીમાં છે ઓછા રોકાણમાં વધુ નફો, જાણો તેની વિશેષતા
Cabbage (File Photo)

Follow us on

ખેતીમાં નવા ફેરફારો જોવા મળી રહ્યા છે. ખેડૂતો (Farmers)હવે નવા પ્રયોગો કરી રહ્યા છે. ક્યાંક મખાણા તો ક્યાંક નવી જાતની મકાઈ ઉગાડવામાં આવી રહી છે. ત્યારે બિહારના ચંપારણ જિલ્લાના એક ખેડૂતે નારંગી ફ્લાવર કોબી (Brassica Oleracea) ની ખેતી કરી છે. આ નારંગી રંગની ફ્લાવર કોબી જે ન્યૂટ્રિશિયનલ પણ છે. તે કેનેડિયન મૂળની શાકભાજી છે. અને પોષણયુક્ત છે. ત્યારે આ પાકના સારા ભાવ પણ મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિહારના ચંપારણ જિલ્લાના ખેડૂત ખેતીમાં નવા-નવા પ્રયોગો કરીને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે.

ખેડૂતો વિદેશી મૂળની શાકભાજી ઉગાડી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ લોકો હવે કેનેડાની કોબીનો સ્વાદ માણી શકશે. ખેડૂતો હવે દેશમાં આધુનિક અને વિદેશી મૂળના શાકભાજીની ખેતી કરીને બમણો અને ચાર ગણો નફો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને શરૂઆતના તબક્કામાં સફળતા પણ મળી રહી છે.

બિહાર સરકારના કૃષિ મંત્રાલય પાસેથી મળેલી માહિતી મુજબ નરકટિયાગંજ બ્લોકના સોમગઢ પંચાયતના સમહૌતા ગામના રહેવાસી આનંદ શરૂઆતથી જ આધુનિક ખેતી માટે જાણીતા છે, તેમણે આ વખતે નારંગી કોબી, જાંબલી કોબી અને સ્ટ્રોબેરીની ખેતી કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યારે આ પ્રગતિશીલ ખેડૂત ફરી ચર્ચાનો વિષય બન્યા છે. મખાણા અને મત્સ્ય ઉછેરથી વાર્ષિક લાખો રૂપિયાની કમાણી સાથે આનંદ સિંહ નારંગી રંગની કોબી (બ્રાસિકા ઓલેરેસીઆ) કેનેડિયન જાતની ખેતી કરી રહ્યા છે. આ કોબી વિશ્વના વિવિધ દેશોમાં અલગ અલગ નામથી ઓળખાય છે.

10 હજારના ખર્ચે 70-80 હજારનો નફો

આનંદ સિંહે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં નારંગી ફ્લાવર કોબીની કિંમત 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો છે અને સ્ટેફ્રી 260 રૂપિયા પ્રતિ કિલો છે. જો એક એકરમાં તેની ખેતી કરવામાં આવે તો 10 થી 12000 રૂપિયા ખર્ચ આવે છે.

સાથે જ 70 થી 80 હજાર રૂપિયાની આવક થશે. તેમણે કહ્યું કે ફેસબુક પર તેની ખેતી વિશે માહિતી મળી હતી. આ પછી, બીજ ઓનલાઈન મંગાવવામાં આવ્યા અને રંગીન કોબીની ખેતી શરૂ કરવામાં આવી હતી.

વૈજ્ઞાનિક સલાહ

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.એસ.કે.સિંઘ (Senior Scientist Dr. SK Singh) કહે છે કે કૅનેડિયન મૂળની આ ફ્લાવર કોબીમાં ઘણી વિશેષતાઓ છે. તેમાં વિટામિન A મળી આવે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે.

જ્યારે કેનેડિયન વેરાયટી વાયોલેટ કોબીજ એન્ટીઑકિસડન્ટો અને કેલ્શિયમ ક્લોરાઇડ અને વિટામિન્સથી ભરપૂર છે જે પાચન તંત્રને નિયંત્રિત કરે છે, અગાઉ બ્રિટન અને ફ્રાન્સમાં તેનું ઉત્પાદન થતું હતું. આ કોબીમાં તમામ પ્રકારના વિટામિન હોય છે

આ પણ વાંચો: Republic Day 2022: WhatsAppથી ગણતંત્ર દિવસ પર દોસ્તો અને પરિજનોને આ અનોખી રીતે આપો શુભકામનાઓ

આ પણ વાંચો: Viral: Pushpa ફિલ્મના વિદેશીઓ પણ થયા દિવાના, પોર્ટુગીઝ પિતા પુત્રીનો ડાન્સ જોઈ લોકો દંગ

Published On - 2:35 pm, Tue, 25 January 22

Next Article