ICAR Research : 50 વર્ષમાં ઘઉં અને ચોખામાંથી શરીર માટે જરૂરી બે પોષક તત્ત્વોની માત્રા ઘટી, જાણો વિગતો

|

Jul 07, 2021 | 3:02 PM

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) અને બિધાન ચંદ્ર કૃષિ વિશ્વ વિદ્યાલયના માર્ગદર્શન હેઠળ અનેક સંસ્થાઓના સંશોધન દ્વારા આ વિશે માહિતી મળી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચોખા અને ઘઉંમાં ઝીંક અને આયર્નની કમી છે.

ICAR Research : 50 વર્ષમાં ઘઉં અને ચોખામાંથી શરીર માટે જરૂરી બે પોષક તત્ત્વોની માત્રા ઘટી, જાણો વિગતો
File Photo

Follow us on

વિશ્વના જુદા જુદા ભાગોમાં રહેતા લોકો ઘઉં (Wheat) અને ચોખામાંથી (Rice) બનાવેલ ઉત્પાદનોનો ખોરાકમાં સૌથી વધારે ઉપયોગ કરે છે. તેનું સૌથી મોટું કારણ તેમાં રહેલા પૌષ્ટિક તત્વો છે. એક નવા સંશોધન અહેવાલમાં બહાર આવ્યું છે કે છેલ્લા 50 વર્ષમાં ભારતમાં ઉગાડવામાં આવતા ઘઉં અને ચોખાના પોષક મૂલ્યમાં મોટો ઘટાડો થયો છે.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) અને બિધાન ચંદ્ર કૃષિ વિશ્વ વિદ્યાલયના માર્ગદર્શન હેઠળ અનેક સંસ્થાઓના સંશોધન દ્વારા આ વિશે માહિતી મળી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચોખા અને ઘઉંમાં ઝીંક અને આયર્નની કમી છે. આ બંને તત્વોની ઉણપ થાય તો તેના માટે ઝીંક અને આયર્ન ગોળીઓ પણ લેવી પડી શકે છે. આ સંશોધન મે મહિનામાં પ્રકાશિત થયું છે. આ સંશોધન વર્ષ 2018-20 દરમિયાન બે વર્ષ માટે કરવામાં આવ્યું હતું.

ચોખા માટે 1960 થી 2000 સુધીના દાયકાના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘઉં માટે વર્ષ 2010 સુધીના નમૂના લેવામાં આવ્યા હતા. સંશોધન બાદ પરિણામો દર્શાવે છે કે ઘઉં અને ચોખામાં ઝીંક અને આયર્નની માત્રામાં મોટો ઘટાડો થયો છે. 1960 ના દાયકામાં, એક કિલો ચોખા પર 27.1 મિલિગ્રામ ઝીંક અને 59.8 મિલિગ્રામ આયર્ન મળી આવ્યા હતા. 2000 ના દાયકામાં, આ બંને અનુક્રમે 20.6 મિલિગ્રામ અને 43.2 મિલિગ્રામ પર આવી ગયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

1960 ના દાયકામાં, પ્રતિ કિલો ઘઉંમાં 33.3 મિલિગ્રામ ઝીંક અને 57.6 મિલિગ્રામ આયર્ન મળી આવ્યા હતા. પરંતુ 2010 માં તે ક્રમશ 23.5 મિલિગ્રામ અને 46.4 મિલિગ્રામ પર આવી ગયું છે. સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે 1900 ના દાયકાના અંતમાં જસત અને આયર્નને જમીનમાં ઉમેરવાથી ઘઉં અને ચોખાને કોઈ અસર થઈ નથી.

આયર્ન એ મનુષ્ય માટે એક મહત્વપૂર્ણ તત્વ છે. આયર્ન એ હિમોગ્લોબિનનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજન વહન કરવામાં મદદ કરે છે. આયર્નની ઉણપને કારણે લોકોને થાક, શ્વાસની તકલીફ, પલ્સ રેટ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શરીરમાં હોર્મોન્સના નિર્માણમાં પણ આયર્નની જરૂર હોય છે. ઝીંકના પણ ઘણા ફાયદા છે. ઝીંક સમૃદ્ધ ખોરાક પણ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. સ્ટ્રોંગ ઇમ્યુન સિસ્ટમ શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. પુરુષોને લગભગ 11 મિલિગ્રામ અને સ્ત્રીઓને દરરોજ 8 મિલિગ્રામ ઝિંકની જરૂર હોય છે.

Next Article