AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ચૂક, 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા, જાણો સમગ્ર મામલો

પોલીસ અધિકારીએ કહ્યું કે બસ્તી જિલ્લામાં મુખ્યમંત્રીનો VIP કાર્યક્રમ હતો. તેમના આગમનના 45 મિનિટ પહેલા એક શખ્સ તેની લાઇસન્સવાળી રિવોલ્વર સાથે ઓડિટોરિયમ પહોંચ્યો હતો.

CM યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ચૂક, 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા, જાણો સમગ્ર મામલો
4 policemen suspended due to man come auditorium with weapon in cm yogi programme in basti
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:57 PM
Share

UTTAR PRADESH : ઉત્તરપ્રદેશના બસ્તી(Basti) જિલ્લામાં સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) ના એક કાર્યક્રમ પહેલા સુરક્ષામાં ચૂક થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા એક કાર્યક્રમ પહેલા એક વ્યક્તિ લાયસન્સ વાળા હથિયાર સાથે ઓડિટોરિયમ પહોંચ્યો હતો. આ ઘટનાને સુરક્ષામાં એક મોટી ચૂક માનવામાં આવી છે. આ કેસમાં 7 પોલીસકર્મી દોષિત ઠર્યા હતા. જેમાં 4 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ માહિતી બસ્તીના એસપી આશિષ શ્રીવાસ્તવે આપી છે. તેમણે કહ્યું કે બાકીના 3 પોલીસકર્મીઓ અંગે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.વિભાગ આ મામલે આગળની કાર્યવાહી કરશે.

બસ્તી એસપીએ જણાવ્યું કે, વીઆઇપી નેતાનું હેલિકોપ્ટર ઉતરવાની 40 મિનિટ પહેલા આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં બસ્તી જિલ્લામાં તૈનાત 4 પોલીસકર્મી સહિત 7 પોલીસકર્મીઓની બેદરકારી સામે આવી છે. તેમાંથી 2 પોલીસકર્મીઓ સિદ્ધાર્થનગરમાં અને 1 સંત કબીર નગરમાં તૈનાત હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે બસ્તી જિલ્લામાં મુખ્યમંત્રીનો VIP કાર્યક્રમ હતો. તેના આગમનના 45 મિનિટ પહેલા એક શખ્સ તેની લાઇસન્સવાળી રિવોલ્વર સાથે ઓડિટોરિયમ પહોંચ્યો હતો.

આ શખ્સ હથિયાર સાથે ઓડિટોરિયમમાં પ્રવેશ્યો હતો ત્યાં ફરજ પરના સર્કલ ઓફિસરની નજર પડતાં જ તેણે તરત જ તે વ્યક્તિને ઓડિટોરિયમની બહાર કાઢી મુક્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે તેની ઓળખ પણ થઈ ગઈ છે. સીએમ યોગીના કાર્યક્રમ પહેલા આ ઘટનાને સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. યોગ્ય સમયે પોલીસની નજર હથિયાર સાથે પહોંચેલા વ્યક્તિ પર પડી. આ કારણોસર પરિસ્થિતિને સમયસર નિયંત્રણમાં લાવવામાં આવી હતી.

આ ઘટના સામે આવ્યા બાદ યુપી પોલીસની સુરક્ષા પણ પ્રશ્નાર્થમાં છે. સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે વીઆઇપીની સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે બની? સુરક્ષાના અનેક સ્તરોમાં પ્રવેશ કરીને આખરે વ્યક્તિ ઓડિટોરિયમમાં કેવી રીતે પહોંચી? સર્કલ ઓફિસરેએ તેને જોયો અને તેને બહાર કાઢી મુકવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">