ગુલાબ, મોગરા અને પારસનાં ફુલોની ખેતીથી કરી લાખોની કમાણી, ફુલોની ખેતીની સફળવાર્તા

|

Jan 04, 2021 | 7:37 PM

ફુલ એ પ્રતિક છે સૌદર્યનું. સારો કે ખરાબ, કોઇ પણ પ્રસંગ ફુલો વગર અધુરો છે. ફુલોની માંગ વર્ષનાં 365 દિવસ હોય છે. લગ્નગાળો હોય કે ધાર્મિક તહેવારો આ સમયે ફુલોની માંગ ખુબ જ હોય છે, એટલે જ ફુલોની ખેતી સદાબહાર કહેવાય છે. પાદરાના બિલ ગામનાં યુવાને પણ ફુલોની સતત રહેતી માંગને કારણે ગુલાબ, મોગરો અને […]

ગુલાબ, મોગરા અને પારસનાં ફુલોની ખેતીથી કરી લાખોની કમાણી, ફુલોની ખેતીની સફળવાર્તા
ફુલોની ખેતી

Follow us on

ફુલ એ પ્રતિક છે સૌદર્યનું. સારો કે ખરાબ, કોઇ પણ પ્રસંગ ફુલો વગર અધુરો છે. ફુલોની માંગ વર્ષનાં 365 દિવસ હોય છે. લગ્નગાળો હોય કે ધાર્મિક તહેવારો આ સમયે ફુલોની માંગ ખુબ જ હોય છે, એટલે જ ફુલોની ખેતી સદાબહાર કહેવાય છે. પાદરાના બિલ ગામનાં યુવાને પણ ફુલોની સતત રહેતી માંગને કારણે ગુલાબ, મોગરો અને પારસના ફુલોની ખેતી કરી. ખેતી કરવાની સાથે અન્ય ખેડૂતોને પણ આ ખેતી તરફ વાળ્યા. ફુલોનાં વેચાણની એવી વ્યવસ્થા ઉભી કરી કે પાદરાનાં ફુલો પ્લેન દ્વારા દિલ્હી, મુંબઇ, પુના અને હૈદરાબાદ જેવા શહેરોમાં વેચાતા થઇ ગયા.

આ પણ વાંચો: પશુપાલન કરતા ખેડૂતોને ચાફ કટરની ખરીદી પર મળશે 50% સરકારી સબસીડી, કરો આ રીતે અરજી

પાદરાના બિલ ગામનાં યુવાન ખેડૂત વિશાલ પટેલને ખેતી વારસામાં મળી છે. ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કર્યા પછી ખેતીમાં જોડાયેલા આ યુવાન ધરતીપુત્રએ ફુલોની ખેતીને વિસ્તારી. વિશાલે નોંધ્યું કે અન્ય ખેતી કરતા ફુલોની ખેતીમાં ત્રણ ઘણું વધુ વળતર મળે છે. તેમણે ફુલોનું ઉત્પાદન વધે તે માટે વધુ જમીનમાં ફુલોનું વાવેતર કર્યું. ગુલાબની સાથે તેમણે મોગરા અને પારસનાં ફુલોની પણ ખેતીની શરૂઆત કરી. અન્ય ખેડૂતોને પણ ફુલોની નફાકારક ખેતી વિશે માર્ગદર્શન આપીને આજુબાજૂનાં દરાપુરા, પાટોદ અને સોખડાના ખેડૂતોને પણ ફુલોની ખેતી કરતા કર્યા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વિશાલ મુખ્યત્વે ગુલાબ, મોગરા અને પારસનાં ફુલોની ખેતી કરે છે. ગુલાબનું વાવેતર કર્યા પછી 90 દિવસે ગુલાબનાં છોડ પર ઉત્પાદન મળવા લાગે છે, જ્યારે મોગરા અને પારસનાં ફુલોનું ઉત્પાદન વાવેતર કર્યાનાં એક વર્ષ પછી મળે છે. આ ફુલોને સિંચાઇની ખુબ જ ઓછી જરૂર પડે છે. ઉનાળામાં મહિનામાં ત્રણવાર અને શિયાળામાં મહિને એકવાર પાણી આપવાનું હોય છે. જ્યારે ચોમાસામાં વરસાદનું પાણી મળી રહેતા સિંચાઇનાં પાણીની જરૂર રહેતી નથી. કળીને નુકસાન કરતી ઇયળની સમસ્યા હોય છે, પરંતુ એકવાર જંતુનાશકોનો છંટકાવ કરવાથી તે ઇયળોનો નાશ થાય છે.

ફુલોનાં ભાવ તેની સિઝન મુજબ બદલાયા કરે છે. ગુલાબ 20રૂપિયાથી લઇને 200 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. મોગરો ઓફ સિઝનમાં પ્રતિ કિલો 100રૂપિયા અને સિઝનમાં 600 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાય છે. પારસનાં ફુલો પણ ઓફ સિઝનમાં પ્રતિ કિલો 40 રૂપિયાથી લઇને સિઝનમાં 500રૂપિયે કિલોએ વેચાય છે. નવેમ્બરથી એપ્રિલ દરમ્યાન ફુલોનું ઉત્પાદન વધુ થાય છે અને સારા ભાવે વેચાણ થાય છે. ઉનાળાનાં મહિનામાં ફુલોનું ઉત્પાદન ઘટે છે પરંતુ ભાવ વઘતા સરવાળે તો ખેડૂતને નફો જ થાય છે. ઉનાળાનાં સમયગાળા દરમ્યાન છોડની કાળજી પણ વધુ લેવી પડે છે. ફુલોની ખેતીથી વિશાલ પટેલને પ્રતિ એકર અંદાજે 1.55 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થાય છે.

અન્ય ખેડૂતો પાસેથી પણ ફુલ વેચાતા લઇને ટ્રેન અને પ્લેન મારફત મુંબઈ, દિલ્હી, પુના, હૈદરાબાદ, કોલકાતા, ભોપાલ, જેવા મોટા શહેરોમાં તે ફુલો મોકલે છે. તેમજ ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને ભાવનગર સુધી ફુલો વેચાણ માટે મોકલી આપે છે. આમ ફુલોની ખેતી અને તેનાં યોગ્ય રીતે વેચાણ કરવાની કળા પણ આ ધરતીપુત્રએ વિકસાવી છે. વિશાલે બાગાયત ખેતી માટે આઈ ખેડૂત પોર્ટલ પર છુટા ફૂલોની ખેતી માટે ઓન લાઈન અરજી કરી રાજ્ય સરકારની સહાયનો લાભ પણ લિધો છે. તેઓ નાના ખેડૂતો પાસેથી ફૂલની ખરીદી કરી તેનું પેકિંગ કરી અલગ અલગ જગ્યાઓ પર એક્સપોર્ટ કરે છે અને તેઓ હજુ પણ નવા નવા ખેડૂતોને ફૂલોની ખેતી બાબતે બાબતેની માહિતી આપી નાના ખેડૂતોને પણ મોટા કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.

Next Article